________________
કહેવાય છે, તે શ્રી શત્રુંજ્યગિરિવર ઉપર આટલા બધા મુનિવરે સિદ્ધ થયા છે, તેથી તીર્થોત્તમ તીર્થ કહેવાય છે.
એકવાર ભરત મહારાજાએ પ્રભુમુખથી સંઘપતિના પદનું વર્ણન સાંભળતાં તેમને સંઘપતિ થવાની ભાવના થઈ અને પ્રભુને વિનંતિ કરતાં, પ્રભુએ વાસચૂર્ણને નિક્ષેપ કર્યો એટલે શક્રેન્ડે દિવ્યમાળા મંગાવી ભરત મહારાજા અને તેમની પત્ની સુભદ્રાના કંઠમાં તે માળા પહેરાવી.
ભરત મહારાજાએ મેટા સંઘ અને સુવર્ણના મંદિર સહિત શ્રી ગિરિરાજની યાત્રા માટે પ્રયાણ કર્યું. ગામેગામ પડાવ કરતા અને પ્રભુ ભક્તિ કરતા અનુક્રમે સૌરાષ્ટ્રમાં આવ્યા. ત્યાં સૌરાષ્ટ્રના અધિપતિ શક્તિસિંહે ભરત મહારાજાનું સન્માન કર્યું. * દૂરથી ગિરિરાજના દર્શન થતાં સંધ સહિત ભારત મહારાજાએ ગિરિરાજની સ્તવના કરી. પછી શ્રી નાગિણધરને પૂછયું કે “આ ગિરિરાજની કેવી રીતે પૂજા કરવી? અને અહીં શી ક્રિયા કરવી?”
શ્રી નાભિગણધરે જણાવ્યું કે જ્યાંથી આ ગિરિવર નજરે પડે ત્યારે પ્રથમ નમસ્કાર કરે, જે કોઈ ગિરિરાજના દર્શનની પ્રથમ વાત જણાવે તેને કંઈક આપીએ, તેથી પુણ્યની વૃદ્ધિ થાય છે. દર્શન થતાં ગિરિવરને સોનું, મણિ રત્ન વગેરેથી વધારે, વાહનને ત્યાગ કરી પૃથ્વી ઉપર આળેટી પંચાંગ નમસ્કાર કરી પ્રભુના ચરણોની જેમ ગિરિરાજની સેવા કરવી, ત્યાં સંઘને પડાવ નાખી ઉપવાસ કરે, સ્નાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com