________________
પછી જાવડશાએ જુની અતિ ને ખસેડી નવિ પ્રતિમાજીને અંદર લાવ્યા. તે વખતે મંત્રથી સ્થભિત થયેલા દેવતાએ કરુણ સ્વરે પિકાર કરતા હતા તેઓના અવાજે ગિરિરાજના દક્ષિણ, ઉત્તર બે વિભાગ થઈ ગયા તથા વજાસ્વામી, જાવડશા અને તેમની પત્ની સિવાય બધા મરેલા જેવા થઈ ગયા. આથી વજાસ્વામીથી બોધ પામેલા નવા કપર્દિયક્ષે હાથમાં વજા લઈ બધા અસુરને મારવા દે આથી જુને કાદિયક્ષ વગેરે સઘળા અમુક ભયથી નાસી ગયા.
ત્યારબાદ પ્રતિમાના અધિષ્ઠાયકેને શાંત કરી મંદિરને જીર્ણોદ્ધાર કરી નવીન પ્રતીમાને મહામહેનત્સવ પૂર્વક પ્રતિ ષ્ઠિત કરી, મંદિર ઉપર ધ્વજાઓ ચઢાવી. ત્યારથી શ્રી સિદ્ધગિરિજીને અધિષ્ઠાયક ન કપદિયક્ષ થશે.
પછી જાવડશા અને તેની પત્ની શુભ ધ્યાનમાં મરણ પામી ચેથા દેવલેકમાં દેવ થયા ત્યાં પણ શ્રી શત્રુંજય મહાન તીર્થનું સ્યુરણ કરતા રહેલા છે. ત્યારથી પાછે તીર્થને મહિમા વિસ્તાર પામવા લાગ્યા. જાવડશાએ વિક્રમ સંવત ૧૦૮ માં ઉદ્ધાર કરાવ્યું હતું.
બાહડમંત્રીએ કરાવેલો ચૌદમો ઉદ્ધાર
એકવાર કુમારપાળ મહારાજાએ સોરઠ દેશના રાજા સમરને જિતવા ઉદયન મંત્રીને મોકલ્યા હતા, તે વખતે તે શત્રુંજય તીર્થની યાત્રા કરવા ગયા, ત્યાં ઋષભદેવ ભગવંતની દ્રવ્ય પૂજા કરીને ભાવપૂજા (ચૈત્યવંદન) કરી રહ્યા છે, ત્યાં એક ઉંદર સળગતી દીવાની વાટ કાણને મંદિરમાં લઈ જતે જે તેથી ઉદર પાસેથી વાટ મૂકાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com