________________
બ્રઢ કરાવેલો પાંચમો ઉદ્ધાર મહેન્દ્ર ઈને ઉદ્ધાર કરાવ્યાને દશકટી સાગરેપમ જેટલે ગયા પછી એક વખતે એરવત ક્ષેત્રમાં દેવે જિન જન્મોત્સવ કરી શ્રી નંદીશ્વર દ્વીપની યાત્રાએ ગયા. ત્યાં આઠ દિવસને મહોત્સવ કરી આ ભરતક્ષેત્રમાં વિમલાચલગિરિ ઉપર શ્રી આદિનાથ ભગવંતના દર્શને આવ્યા. આઠ દિવસ સુધી ઉત્તમ પ્રકારે ભક્તિ કરી.
તે વખતે પાંચમાં દેવલોકના ઈન્ટ પ્રભુના પ્રાસાદો જીર્ણ થયેલા જોઈ દિવ્યશક્તિથી નવા પ્રાસાદે કરાવી, પાંચમે ઉદ્ધાર કરાવ્યું.
ભવનેન્ટે કરાવેલ છઠ્ઠો ઉદ્ધાર બ્રહ્મજ્જે કરેલા ઉદ્ધાર પછી લાખ કાટી સાગરોપમ જેટલે કાળ વ્યતીત થયે ત્યારે અમરેન્દ્ર આદિ ભવનપતિ દેવલોકના ઈન્દ્રો નંદીશ્વર દ્વીપે ગયા હતા, ત્યાં બે વિદ્યાધર મુનિરાજે પાસે શ્રી સિદ્ધગિરિજીનો મહિમા સાંભળતાં મુનિરાજેની સાથે શ્રી ગિરિરાજ ઉપર યાત્રાએ આવ્યા, ત્યાં તીર્થ ઉપર રહેલા પ્રાસાદો જીર્ણ થઈ ગયેલા જોતાં નવા પ્રાસાદો બનાવરાવ્યા. પછી દેવતાઓએ પોતપોતાના સ્થાને ગયા. અહીં એક વાત ખાસ સમજી લેવી, કે વસ્તુને સ્વભાવ જીર્ણ થવાનું છે, દેવશક્તિથી બનેલી વસ્તુ કદાચ અધિક સમય ટકી શકે. બાકી તે પણ જીર્ણ તે થવાની જ.
સગર ચકવતિએ કરાવેલ સાતમે ઉદ્ધાર
શ્રી અજીતનાથ ભગવાનના વખતમાં બીજા ચક્રવર્તિ સગરનામે થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com