________________
વસરી સુંદર પ્રકારે દેશના આપતા જણાવ્યું કે આ શ્રી શત્રુંજય ગિસ્વિર કામ, ક્રોધ, મદ, માન લેભ, વિષયાદિ અયંતર શત્રુઓને નાશ કરનાર, સર્વ પાપને દૂર કરનાર, મોક્ષનું લીલાહ છે, અહીં કલ્યાણ કુંભ જેવા સર્વ કલ્યાણનું કારણ અને સુવર્ણ વર્ણવાળા શ્રી આદિનાથ પ્રભુ રહેલા છે. અરિહંતે મેક્ષમાં ગયે છતે, કેવળજ્ઞાન રૂપી ધર્મ નાશ પામે છતે, આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારું થશે જેઓ તીર્થમાં આવી ભક્તિથી ભગવાનનું ધ્યાન, પૂજન વગેરે કરે છે, તેમાં થોડા જ કાળમાં મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. ઈત્યાદિ દેશના સાંભળી વ્યંતર નિકાયના ઈન્દ્રોએ શ્રી સિદ્ધગિરિજીના પ્રાસાદે જીર્ણ થઈ ગયેલી ભક્તિથી તીર્થના પ્રાસાદનો ઉદ્ધાર કરી નવા બનાવ્યા. આ આઠમે ઉદ્ધાર થયા.
ચંદ્રયશા રાજાએ કરાવેલ નવમે ઉદ્ધાર - શ્રી ચંદ્રપ્રભસ્વામીના શાસનમાં શ્રી ચંદ્રશેખર મુનિનાં પુત્ર ચંદયશા રાજા ચંદ્રપ્રભાનગરીમાં રાજ્ય કરતા હતા. એકવાર શ્રી ચંદ્રશેખર મુનિ ચંદ્રપ્રભા નગરીમાં આવ્યા. ત્યાં ચંદ્રયશા રાજા પરિવારસહિત વંદન કરવા આવ્યા. ત્યાં મુનિવરના ઉપદેશથી શ્રી ચંદ્રપ્રભસ્વામીને પ્રાસાદ બનાવ્યજે ચંદ્રપ્રભાસ (પ્રભાસપાટણ) તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ છે.
ચંદ્રયશા રાજા એકવાર શ્રી સિદ્ધગિરિજીને સગરચક્રવર્તિની જેમ સંઘ કાઢી તીર્થયાત્રા કરવા આવ્યા, ત્યાં તેણે નિપ્રાસાદે જર્ણ થઈ ગયેલા જોતા સર્વ પ્રાસાદેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com