________________
૩પ
ફળ છે, હે રાજન્ ! અહીં મરૂદેવા નામના શિખર ઉપર જગદીશ તમારા પિતા (શ્રી શાંતિનાથ ભગવાન) ને પ્રાસાદ છે, માટે ત્યાં જઈ હર્ષથી પૂજા કરે.
દેવનું વચન સાંભળી ચકધર રાજાએ ત્યાં જઈ પૂજા વગેરે સઘળું ઉચિત કાર્ય કર્યું, ત્યાર બાદ ઈન્ટે કહ્યું કે હે રાજન તમારા પૂર્વજોનું આ તીર્થ કાળગથી જ થઈ ગયું છે. તમે શાંતિનાથ પ્રભુના પુત્ર છે તે તમારે આ તીર્થને ઉદ્ધાર કરવું જોઈએ.
આ સાંભળી ચક્રધર રાજાએ જિનપ્રાસાદેને દઢ કરી, સંસાર પંજર જીણું કર્યું.
તમે આ તીર્થના જીર્ણોદ્ધાર કરનાર થયા.” એમ કહી ઈ પુષ્પવૃષ્ટિથી હર્ષપૂર્વક વધાવ્યા.
ત્યારબાદ ચક્રધરરાજા બીજા તીર્થોની યાત્રા ઉધ્ધાર વગેરે કરતા હસ્તિનાપુરમાં આવ્યા. શ્રી શાંતિનાથ ભગવાનનું નિર્વાણ સાંભળી ચક્રધર રાજાએ દીક્ષા ગ્રહણ કરી દશહજાર વર્ષ દીક્ષા પર્યાય પાળી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી સમેતશિખર ઉપર મેક્ષે ગયા
શ્રી રામચન્દ્રજીએ કરાવેલો અગીયારમો ઉદ્ધાર - અધ્યા નગરીમાં દશરથ રાજાના પુત્ર રામચન્દ્રજીનું ચરિત્ર પ્રસિદ્ધ છે. એટલે અહીંયા લખતા નથી,
રામચન્દ્રજી વનવાસ વસી, રાવણને હરાવી, અધ્યામાં પુનઃ પધાર્યા ત્યારે ભારતે મેટા મહોત્સવ પૂર્વક રામચન્દ્રજી, લક્ષમણજી, સીતાજી આદિને પ્રવેશ કરાવ્યો અને રાજ્ય રામ ચન્દ્રજીને સેંપી પોતે તેમની આજ્ઞાને અનુસરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com