Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• નયલતાકારની હ્રદયોર્મિ
49
જણાયા. તેથી મૂળ ગ્રંથ અને સ્વોપજ્ઞ ટીકાના પાઠનું શુદ્ધિકરણનું કાર્ય કરવાની આવશ્યકતા જણાઈ. અશુદ્ધ પાઠના આધારે તો વ્યાખ્યા-વિવરણ પણ અશુદ્ધ જ થાય ને ! હસ્તપ્રત માટે તપાસ કરતાં સર્વતોમુખીપ્રતિભાસંપન્ન પૂજ્યપાદ વિદ્યાગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજ સા. ની ઉદારતાથી સંવેગી ઉપાશ્રય-અમદાવાદ જ્ઞાનભંડારના હસ્તપ્રતના સંગ્રહમાંથી પ્રસ્તુત ગ્રંથની હસ્તપ્રતની માઈક્રોફિલ્મ પોઝીટીવ સંપ્રાપ્ત થઈ.
•
તથા પૂજ્યપાદ તપસ્વીવરેણ્ય પંન્યાસપ્રવરશ્રી કલ્યાણબોધિવિજયજી ગણી દ્વારા પાટણ-હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડારમાંથી અને સંવેગી ઉપાશ્રય-અમદાવાદના જ્ઞાનકોશમાંથી પણ પ્રસ્તુત ગ્રંથની એક-એક હસ્તપ્રતની ઝેરોક્ષ કોપી સંપ્રાપ્ત થઈ. આ હસ્તપ્રતના આધારે પાઠનું સંશોધનકાર્ય શરૂ કર્યું.
ત્યાર બાદ પૂજ્ય વિચક્ષણમતિસંપન્ન મુનિરાજશ્રી અજયસાગરજી મ.સા. દ્વારા શ્રી કૈલાસસાગરસૂરીશ્વર જ્ઞાનમંદિર - કોબાના જ્ઞાનભંડારમાંથી ચોથી હસ્તપ્રત પ્રાપ્ત થઈ. ત્યાર બાદ પૂજ્યપાદ મુનિસંમેલનઅધ્યક્ષ શ્રીમદ્ રામસૂરીશ્વરજી ડહેલાવાળા તરફથી રૂપવિજયજી ડહેલાવાળા ઉપાશ્રયના જ્ઞાનભંડાર - અમદાવાદમાંથી, પ્રસ્તુત ગ્રંથની એક હસ્તપ્રતની નકલ (નં.૪૫૫૧ કુલ પૃ.૨૬) સંપ્રાપ્ત થઈ. તે જ રીતે ગૌતમભાઈ સાકરચંદ શાહ દ્વારા રૂપવિજયજી ડહેલાવાળાના ઉપાશ્રયની બત્રીસ-બત્રીસીની અન્ય એક હસ્તપ્રતની નકલ (નં. ૪૩૭૯, કુલ રૃ. ૨૪) મળી. તથા શ્રુતરસિક ભરતભાઈ ચીમનલાલ શાહ દ્વારા પ્રસ્તુત ગ્રંથની મૂળ ગાથાની એક હસ્તપ્રત મળી. તેમ જ ડો. શ્રી જિતેન્દ્રભાઈ શાહ દ્વારા એલ.ડી.ઈન્ડોલોજીમાં રહેલ પ્રસ્તુત ગ્રંથની મૂળ ગાથાની એક હસ્તપ્રત પ્રાપ્ત થઈ.
આમ કુલ આઠ હસ્તપ્રતોની કોપીઓ તથા બે મુદ્રિત પ્રતના આધારે મૂળ ગ્રંથ અને સ્વોપજ્ઞટીકાનું સંશોધન શરૂ કર્યું. વિહારાદિમાં પાઠાંતર નોંધનું કાર્ય સૌપ્રથમ શરૂ કર્યું. પુષ્કળ સમય અને બહુ ધીરજ માંગી લે તેવું આ જટિલ કાર્ય હતું. પરંતુ દેવ-ગુરુની અનરાધાર કૃપાથી પરમ પૂજ્ય બાપજી મ.સા.ના સમુદાયના સાધ્વીવર્યાશ્રી રવિપ્રભાશ્રીજીના શિષ્યા તપસ્વી સાધ્વીશ્રી પૂર્ણપ્રભાશ્રીજી મ. સાહેબ તથા શ્રુતોપાસિકા ઉષાબેન એ. શાહ (- અમદાવાદ નિવાસી) તરફથી હસ્તપ્રતના પાઠાંતરો નોંધવાના કાર્યમાં મહત્ત્વપૂર્ણ સહકાર મળ્યો.
જુદા-જુદા વર્ષોમાં જુદા-જુદા સ્થળે અલગ-અલગ હસ્તપ્રતો મળી. વિહારાદિ અનેક કાર્યોની વ્યસ્તતા વચ્ચે, જુદા-જુદા ક્ષેત્રોમાં અલગ-અલગ સમયે જુદી-જુદી હસ્તપ્રતના પાઠાંતરોની નોંધ થઈ. તથા હસ્ત પ્રતો કયા ભંડારની છે ? તેનો સિક્કો પણ અમુક હસ્તપ્રતોની પ્રાપ્ત થયેલ ઝેરોક્ષ કોપી ઉપર ન હતો. તેથી કઈ પ્રતનો કયો પાઠ નોંધેલ છે ? તેનો સ્પષ્ટપણે નિર્દેશ કરવાનું કાર્ય અશક્યપ્રાયઃ થઈ ગયું. તેથી અમે પ્રસ્તુત પ્રકાશનમાં મુદ્રિતપ્રતિ અને હસ્તાદર્શ-હસ્તપ્રતિ આટલા નામો દ્વારા ટિપ્પણમાં પાઠાંતરોનો ઉલ્લેખ કરેલ છે. અર્થાત્ મારી પાસે ઉપસ્થિત આઠ હસ્તપ્રતોનો ‘હસ્તાદર્શ’ કે ‘હસ્તપ્રતિ’ શબ્દ દ્વારા ટિપ્પણમાં ઉલ્લેખ કરીને આઠેય હસ્તપ્રતના શુદ્ધ કે અશુદ્ધ પાઠોને દર્શાવેલ છે. તેમ છતાં કોઈક સ્થળે કઈ હસ્તપ્રતનો શુદ્ધ-અશુદ્ધ પાઠ છે ? તે દર્શાવવું શક્ય જણાયું ત્યાં ટિપ્પણમાં દર્શાવેલ છે. (જુઓ પૃષ્ઠ - ૧૨૮, ૧૪૩, ૩૪૫, ૬૫૧, ૧૬૮૪, વગેરે)
લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે પ્રસ્તુત ગ્રંથની રચના થઈ છે. એટલે સમ્મતિતર્ક-દ્વાદશારનયચક્ર વગેરે ગ્રંથોની અપેક્ષાએ બહુ નજીકના સમયગાળામાં આ ગ્રંથનું સર્જન થયું કહેવાય. તેમ છતાં જોવા જેવી વિશેષતા એ છે કે પ્રસ્તુત ગ્રંથની જુદી-જુદી હસ્તપ્રતોમાં કુલ ૫૨૩ અશુદ્ધ પાઠો જોવા મળ્યા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org