Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 474
________________ ३०१ • ચાલો, સિંહાવલોકન કરીએ • હ - નયલતાની અનપેક્ષા હ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. વીતરાગવચનની ૩ વિશેષતા જણાવો. ૨. પ્રભુ મહાવીરનો અભિગ્રહ કઈ રીતે ઉચિત હતો ? તે સમજાવો. ૩. દીક્ષાની રજા ન મળે તો મુમુક્ષુ શું કરે ? ૪. સ્યાદ્વાદની સિદ્ધિ કરો. ૫. વીતરાગસાધક અનુમાનનો પ્રયોગ કરો. ૬. જાતિસાંકર્ય દોષ સમજાવો. ૭. નૈયાયિકનું ઈશ્વરસિદ્ધિનું અનુમાન બતાવો. ૮. “ગણી શકાય તેટલી સંખ્યામાં દાન આપવાના લીધે તીર્થકર મહાન નથી? તે અંગે બૌદ્ધની દલીલ સમજાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપથી જવાબ આપો. ૧. અરિહંત પરમાત્મામાં બાહ્ય-અત્યંતર બંને પ્રકારની મહત્તાના વ્યવહારનું ભાજન કોણ બનશે? ૨. પ્રાગભાવ ક્યા સ્વરૂપે લેવાનો છે ? ૩. પ્રવજ્યાસ્વરૂપ શુભ કાર્યમાં પ્રથમ મંગલ કયું ? તે જણાવો. ૪. નિત્ય નિર્દોષ-આત્મત્વને મહત્ત્વસાધક માનવામાં નૈયાયિકને ક્યો દોષ લાગુ પડે છે ? ૫. ભગવાન મહાવીરે પરિમિત દાન આપ્યું' એ સંબંધી ગ્રંથકારનો જવાબ જણાવો. ૬. ભગવાન મહાવીરે અભિગ્રહ લીધો તેમાં ન્યાયસંગતતા કઈ છે ? તે જણાવો. ૭. ભગવાન મહાવીરે અભિગ્રહ લીધો તેમાં ચારિત્રમોહનીયકર્મ કેવા પ્રકારનું હતું ? ૮. ઋષભદેવ ભગવાનની રાજ્ય પ્રદાન વગેરે પ્રવૃત્તિ કેમ દોષાવહ ન હતી ? ૯. કુશલચિત્તમાં કઈ બે વસ્તુ તાત્ત્વિક રીતે અસંભવિત છે ? ૧૦. ભગવાનની ભક્તિ એ શાનું બીજ છે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ......... વચન અરિહંત પરમાત્માની મહત્તાનું પ્રયોજક છે. (વિસંવાદી, અવિસંવાદી, વ્યવહાર) ૨. ....... ગુણો પણ બહાર અભ્યદયને બતાવે છે. (બહિર્ગત, દીર્ઘકાલીન, અંતર્ગત) ૩. ......... અવસ્થામાં પણ અરિહંત પરમાત્માના જીવનો સ્વભાવ બીજા કરતાં ભિન્ન હોય છે. (નિગોદ, છબસ્થ, કેવળી) ૪. જ્યાં જેનો પ્રાગભાવ રહ્યો હોય તે ........ ત્યાં ઉત્પન્ન થાય. (કારણ, કાર્ય, સાધ્ય) પ. પક્ષની, પક્ષતાઅવચ્છેદકની જાણકારી ન મળી શકે તો......... દોષ લાગુ પડે છે. (આશ્રયાસિદ્ધિ, સાધ્યાસિદ્ધિ, સ્વરૂપાસિદ્ધિ). ૬. અશુભગતિની પરંપરાનું કારણ ....... પાપ જાણવું. (પુણ્યાનુબંધી, નિરનુબંધ, પાપાનુબંધી) ૭. ........ થી જ ભગવાન સાંવત્સરિકદાન આપે છે. (તીર્થકરકલ્પ, આચારકલ્પ, દયાકલ્પ) ૮. તીર્થંકરપણે હંમેશા ......... પ્રવૃત્તિ કરાવવા દ્વારા મોક્ષસાધક બને છે. (ઉચિત, અનુચિત, નૈયિક) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478