Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२३५
• साधोदाहरणलक्षणप्रकाशनम् • निःशेषक्षीयमाणवृत्ति देशतःक्षीयमाणवृत्तिजातित्वात्, स्वर्णमलत्ववदित्यत्र तात्पर्यम् ।।९।। प्रतियोगिवृत्तित्वमत्र साध्यम् । हेतुमाह- देशतःक्षीयमाणवृत्तिजातित्वात् = तारतम्यवद्धानिप्रतियोगिवृत्तिजातित्वात् । → साधनधर्मप्रयुक्तसाध्यधर्मयोगी = साधर्म्यदृष्टान्तः - (प्र.मी.२/२२) इति प्रमाणमीमांसासूत्रितं साधर्म्यदृष्टान्तमाह-'स्वर्णमलत्ववदिति अत्र = प्रकृताऽनुमानप्रयोगे तात्पर्यं = आप्तमीमांसाकृतो 'दोषावरणयोर्हानि'रित्यादिवाक्यार्थप्रतीतिजनकतयाऽभिप्रेतम्। स्वर्णमलत्वे तारतम्यवद्धानिप्रतियोगिवृत्तिजातित्वलक्षणहेतुरस्ति, साध्यमपि च निःशेषहानिप्रतियोगिवृत्तित्वलक्षणमस्ति । દોષ લાગુ પડે એ વાત સાચી છે. પરંતુ અમે જૈનો ઉપરોક્ત રીતે અનુમાનપ્રયોગ કરતા નથી. આમીમાંસાકાર શ્રી સમન્તભદ્ર આચાર્યનું ઉપરોક્ત શ્લોક દ્વારા એવું અનુમાન કરાવવાનું તાત્પર્ય છે કે “દોષત્વ અને આવરણત્વ (પક્ષ) નિઃશેષક્ષીયમાણમાં વૃત્તિ છે, કારણ કે આંશિક ક્ષીયમાણમાં રહેનાર જાતિ છે, જેમ કે સ્વર્ણલત્વ.”
પ્રસ્તુતમાં સૌપ્રથમ ઉદાહરણની વિચારણા કરીએ. સુવર્ણના મલનો આંશિક નાશ પણ થાય છે અને સંપૂર્ણતયા પણ નાશ થાય છે. માટે સુવર્ણમલમાં રહેનાર સ્વર્ણલત્વ જાતિ આંશિક ક્ષીણ થતી વસ્તુમાં (= સુવર્ણમલમાં) રહેનાર જાતિ થઈ અને સંપૂર્ણતયા ક્ષીણ થતી વસ્તુમાં (= સુવર્ણમલમાં) રહેનાર જાતિ પણ થઈ. આંશિક ક્ષય પામતી વસ્તુમાં રહેનારી જાતિમાં રહેનાર જાતિત્વસ્વરૂપ હેતુ સુવર્ણમલત્વમાં રહે છે. અને સંપૂર્ણતયા ક્ષય પામનાર ચીજમાં (= સુવર્ણમલમાં) પણ સુવર્ણમલત્વ જાતિ રહેતી હોવાથી સ્વર્ણલત્વ જાતિમાં સાધ્ય = નિઃશેષક્ષીયમાણવૃત્તિત્વ = સંપૂર્ણતયા ક્ષય પામનાર એવા સુવર્ણમલથી નિરૂપિત વૃત્તિતા = પૂર્ણપણે ક્ષય થનાર એવા સુવર્ણમલની અપેક્ષાએ આધેયતા પણ રહે છે. સ્વર્ણલત્વજાતિ સ્વરૂપ ઉદાહરણમાં હેતુ અને સાધ્ય બન્ને સમાનાધિકરણ હોવાથી વ્યાપ્તિનિશ્ચય થઈ શકે છે. તથા ઉદાહરણમાં સાધ્યશૂન્યતા નામનો દોષ પણ નહિ આવે; કેમ કે તેમાં સાધ્ય રહે જ છે.
હવે પક્ષમાં વિચારણા કરીએ. છબસ્થ જીવમાં ઓછા-વત્તા અંશે જ્ઞાન, સુખ વગેરે ગુણધર્મો જોવા મળે છે. આનાથી સિદ્ધ થાય છે કે છદ્મસ્થ જીવોના રાગાદિ દોષ અને જ્ઞાનાવરણ આદિ કર્મ થોડા ઘણા અંશે તેમાં ક્ષય પામેલા હોવા જોઈએ. બાકી તો જીવ અને જડમાં કોઈ ફરક જ ન રહે. છદ્મસ્થ જીવના દોષ અને આવરણ આંશિક ક્ષય પામતા હોવાથી દોષત્વ જાતિ અને આવરણત્વ જાતિ આંશિક ક્ષય પામનાર વસ્તુમાં (દોષ અને આવરણમાં) રહેનારી જાતિ સિદ્ધ થાય છે. અર્થાત્ આંશિક ક્ષીણ થનાર ચીજમાં રહેનારી જાતિમાં રહેનાર જાતિત્વસ્વરૂપ હેતુ દોષત્વ અને આવરણ– બન્ને જાતિમાં = પક્ષમાં રહે છે.
આ હેતુના બળથી જ દોષત્વ અને આવરણત્વ સ્વરૂપ પક્ષમાં સાધ્ય = સંપૂર્ણતયા ક્ષીણ થનાર એવી વસ્તુની (દોષ-આવરણની) આધેયતા = વૃત્તિતા પણ સિદ્ધ થઈ જશે. અહીં પક્ષમાં સાધ્યાભાવનો નિશ્ચય થયેલ ન હોવાથી બાધ દોષને અવકાશ નથી. તેમ જ હેતુ પણ પક્ષમાં રહેતો હોવાથી સ્વરૂપ અસિદ્ધિ દોષનો પણ સંભવ નથી. તેમ જ દોષમાં અને આવરણમાં રહેનારી દોષત જાતિ અને આવરણત્વ જાતિ પણ પ્રસિદ્ધ હોવાથી આશ્રયાસિદ્ધિ = પલાસિદ્ધિ દોષની પણ કોઈ જાતની શક્યતા નથી. દોષત અને આવરણત્વ જાતિને નિઃશેષ ક્ષીયમાણમાં રહેનારી સિદ્ધ કરવાનો મતલબ એ છે કે તેના દ્વારા દોષ અને આવરણ બન્ને નિઃશેષક્ષીયમાણ સિદ્ધ થશે. દોષ અને આવરણ સંપૂર્ણતયા ક્ષીણ થાય છે
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only