Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• સંવિધનપશ્ચિમીમાંસા •
द्वात्रिंशिका-३/३२ શિથિલ થયેલ સાધુને ઉપદેશમાલા ગ્રન્થના માધ્યમથી ગુરુ એમ કહે કે “આ રીતે દીક્ષા લઈને પ્રમાદી બનવા કરતાં તું ઘરે હોત તો સારી આરાધના કરીને વહેલો મોક્ષે જઈ શકત.” આ ગુરુવચનનું કે શાસ્ત્રવચનનું તાત્પર્ય શિથિલ સાધુને ઘરભેગો કરવાનું નથી પણ પ્રમાદ-શિથિલાચારને છોડાવવાનું છે. ઉપદેશમાલા ગ્રન્થનું આવું ઔદપૂર્ય-તાત્પર્ય માનવું વર્તમાન કાળને અનુલક્ષીને વધુ યોગ્ય જણાય છે.
- સાધુવેશમાં રહીને નિર્ધ્વસપણે શાસનહીલના કરે, લોકોને બોધિદુર્લભ બનાવે, સાધુ-સાધ્વીશ્રાવિકાના શીલને ભાંગે, ઉદ્ધતાઈ કરે અને સંવિગ્નપાણિક હોવાનો દેખાવ કરે તેના માટે તો સંયમજીવનના બદલે શ્રાવકજીવન જ લાભકારી બને તેવું ઉપરોક્ત ઉપદેશમાલાવચનનું અર્થઘટન તેવા જીવને આશ્રયીને કરવું પણ ચોક્કસ વ્યાજબી જ છે.
વળી, પોતાના સંસારીપુત્ર રણસિંહને પ્રતિબોધ કરવા માટે મહર્ષિ ધર્મદાસગણી રણસિંહને ઉદેશીને આ વચનો બોલી રહ્યા છે - એ વાત પણ અહીં ભૂલાવી ન જોઈએ. માટે તો તે ગ્રંથમાં ૫૦૧ મી ગાથામાં ન ર તરણિ' આવો દ્વિતીયપુરુષ એકવચન ગર્ભિત ક્રિયાપદનો પ્રયોગ કરેલ છે. જીવવિશેષની યોગ્યતા વગેરેને લક્ષમાં રાખીને અપાતા વ્યક્તિગત ઉપદેશને સમષ્ટિગતરૂપે કેટલા અંશે, કેવા તાત્પર્યમાં વ્યાપક બનાવવો? એ માટે પણ મહાગીતાર્થતા આવશ્યક છે. મારા ક્ષયોપશમ મુજબ આવી વિચારણા અહીં જણાવેલ છે. આ ગંભીર વિષયમાં અંતિમ નિર્ણય તો બહુશ્રુત આગમરહસ્યાર્થવેદી સંયમી પાસેથી વાચકવર્ગે પ્રાપ્ત કરવો. અસ્તુ. (૩/૨૯-૩૦-૩૧-૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org