________________
વ્યભિચાર વિના પણ વિશેષણનું સાફલ્ય (નિ.-૧૦૭૯) * ૩૭ यथा आपो द्रव्यं पृथिवी द्रव्यमिति, तथा स्वरूपज्ञापने यथा परमाणुरप्रदेश इत्यादि, यतश्चैवमतः केवलिन इति न दुष्टम् । आह-यद्येवं केवलिन इत्येतदेव सुन्दरं, शेषं तु लोकस्योद्योतकरानित्यादिकमनर्थकमिति, अत्रोच्यते, इह श्रुतकेवलिप्रभृतयोऽन्येऽपि विद्यन्त एव केवलिनः, तस्मान्मा भूत्तेषु सम्प्रत्यय इति तत्प्रतिक्षेपार्थं लोकस्योद्योतकरानित्याद्यपि वाच्यमिति । एवं द्वयादिसंयोगापेक्षयाऽपि विचित्रनयमताभिज्ञेन स्वधिया विशेषणसाफल्यं 5 वाच्यम्, इत्यलं विस्तरेण, गमनिकामात्रमेतदिति ।
तत्र यदुक्तं 'कीर्तयिष्यामीति' तत्कीर्तनं कुर्वन्नाह
તે બધા નીલ જ હોય એવું પણ નથી માટે પૂર્વપદ વ્યભિચાર.)
તથા એકપદ વ્યભિચાર (=જેમાં પૂર્વ કે ઉત્તર બેમાંથી એક પદમાં વ્યભિચાર આવતો હોય તે.) + ‘અવ્યં' જે પાણી હોય તે દ્રવ્ય જ હોય તે બરાબર, માટે અહીં ઉત્તરપદ 10 વ્યભિચાર નથી, પરંતુ જે દ્રવ્ય હોય તે પાણીરૂપે જ હોય એવું બને નહીં. માટે અહીં પૂર્વપદરૂપ એકપદ વ્યભિચાર છે. એ જ રીતે ‘પૃથ્વી દ્રવ્યં’ માં જે પૃથ્વી હોય તે દ્રવ્ય હોય જ, પણ જે દ્રવ્ય હોય તે પૃથ્વી જ હોય એવું નહીં, તથા સ્વરૂપજ્ઞાપનમાં → પરમાણુ એ અપ્રદેશ–પ્રદેશ વિનાનો છે. (અહીં કોઈ વ્યભિચાર આવતો નથી, પરંતુ માત્ર પરમાણુનું સ્વરૂપ જ જણાવ્યું છે.) આમ જે કારણથી વ્યભિચાર વિના પણ વિશેષણનું ગ્રહણ થતું દેખાય છે તે કારણથી 15 ‘કેવલી' વિશેષણ પણ દુષ્ટ નથી.
શંકા :- જો આ રીતે હોય એટલે કે કેવલીઓ જ યથોક્તસ્વરૂપવાળા હોય તો ‘કેવલી’ વિશેષણ જ રાખવું જોઈએ, ‘લોકનો ઉદ્યોતકરનારા... વિગેરે નિરર્થક છે.
સમાધાન :- જિનશાસનમાં શ્રુતકેવલી વિગેરે બીજા પણ કેવલીઓ વિદ્યમાન છે જ. તેથી જો માત્ર ‘કેવલી’ વિશેષણ લઈએ તો શિષ્યવર્ગ શ્રુતકેવલીઓ વિગેરેને સમજી ન લે તે માટે 20 શ્રુતકેવલીઓ વિગેરેની બાદબાકી કરવા માટે લોકનો ઉદ્યોત... વિગેરે વિશેષણો ગ્રહણ કરેલા છે. આ પ્રમાણે બે વિગેરે વિશેષણોના સંયોગની અપેક્ષાએ પણ જુદા જુદા નયમતોને જાણનાર શ્રોતાવર્ગવડે પોતાની બુદ્ધિથી વિશેષણોનું સાફલ્ય કહેવા યોગ્ય છે.
(અહીં આશય એ છે કે - પૂર્વે કેટલાક લોકો ‘લોકનો ઉદ્યોતકરનારા’ વિશેષણથી અવધિવિભંગજ્ઞાનીઓ ન સમજી લે તે માટે ધર્મતીર્થને કરનારા' વિશેષણ મૂક્યું છે એમ કહ્યું, એ 25 જ રીતે ધર્મતીર્થને કરનારા' વિશેષણથી નદી વિગેરેમાં ધર્મ માટે તીર્થને કરનારા લોકોને સમજી ન લે તે માટે ‘લોકનો ઉદ્યોતકરનારા' કહ્યું. આ રીતે એક-એક વિશેષણ શા માટે મૂક્યું ? તેની સફળતા કહી. આ જ રીતે હવે બે-બે વિશેષણોના સંયોગને લઈ ચર્ચા કરવી અર્થાત્ આ બે વિશેષણો જ કહો, બીજા વિશેષણો શા માટે મૂક્યા ? એ રીતે અન્ય વિશેષણોની સફળતા જુદા જુદા નયમતોને જાણનાર શ્રોતાવર્ગવડે સ્વયં વિચારવા યોગ્ય છે. આ જ રીતે ત્રિસંયોગાદિ પણ 30 જાણવા.) વધુ વિસ્તારથી સર્યું, કારણ કે આ ટીકારચનાનો પ્રયાસ માત્ર વ્યાખ્યા માટે જ છે. અવતરણિકા :- પૂર્વે જે કહ્યું હતું કે ‘હું કીર્તન કરીશ' તે કીર્તન કરતા ગ્રંથકારશ્રી કહે
3