Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 367
________________ 5 ૩૫૪ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) तपः तदेवेष्टपुरं प्रति प्रेरकत्वात् पवन इव तपः पवनस्तेनाऽऽविद्धस्य - प्रेरितस्य जवनतर:शीघ्रतरो वेगः - रयो यस्य स तथाविधस्तं, तथा विरागस्य भावो वैराग्यं, तदेवेष्टपुरप्रापकत्वान्मार्ग इव वैराग्यमार्गस्तस्मिन् पतितः - गतस्तं, तथा विस्रोतसिका - अपध्यानानि एता एवेष्टपुरप्राप्तिविघ्नहेतुत्वाद्वीचय इव विस्त्रोतसिकावीचयः ताभिर्निक्षोभ्यः - निष्प्रकम्पस्तमिति गाथार्थः ॥५९॥ एवम्भूतं पोतं किं ? आरोढुं मुणिवणिया महग्घसीलंगरयणपडिपुन्नं । जह तं निव्वाणपुरं सिग्घमविग्घेण पावंति ॥६०॥ व्याख्या- ' –‘રોવું' હત્યારા, વે ?–‘મુનિવળિન:' મને નાસ્ત્રિાતાવસ્થમિતિ मुनयः त एवातिनिपुणमायव्ययपूर्वकं प्रवृत्तेर्वणिज इव मुनिवणिजः, पोत एव विशेष्यते10 महार्घाणि शीलाङ्गानि - पृथिवीकायसंरम्भपरित्यागादीनि वक्ष्यमाणलक्षणानि तान्येवैकान्तिका - त्यन्तिकसुखहेतुत्वाद्रनानि २ तैः परिपूर्णः - भृतस्तं, 'यथा' येन प्रकारेण 'तत्' प्रक्रान्तं 'निर्वाणपुरं' सिद्धिपत्तनं परिनिर्वाणपुरं वेति पाठान्तरं 'शीघ्रम्' आशु स्वल्पेन कालेनेत्यर्थः, જેના તેવા, અનશનાદિરૂપ તપ જ ઇષ્ટ એવા નગર તરફ લઈ જવામાં પ્રેરક હોવાથી પવનરૂપ છે. આવા તપરૂપ પવનથી આ મહાજહાજ પ્રેરાયેલ છે અને માટે જ શીઘ્રતર વેગવાળા, તથા 15 વિરાગનો જે ભાવ હૈ વૈરાગ્ય. અને તે જ ઇચ્છિત નગર સુધી લઈ જનાર હોવાથી માર્ગરૂપ છે. આવા વૈરાગ્યરૂપ માર્ગમાં ચાલી રહેલ એવા, તથા વિસ્રોર્તીસકા એટલે દુઃર્ષ્યાનો. આવા દુઃર્ષ્યાનો જ ઇચ્છિત નગર સુધી પહોંચવામાં વિઘ્નરૂપ હોવાથી તરંગરૂપ છે. (અર્થાત્ જેમ સમુદ્રમાં ઉછળતા તરંગો જહાજને આગળ વધવામાં વિઘ્નરૂપ થાય છે, તેમ જીવના આ દુઃર્ષ્યાનો મોક્ષ પ્રાપ્તિ પ્રત્યે વિઘ્નરૂપ હોવાથી તરંગો જેવા છે.) આવા દુઃર્ધાનરૂપ તરંગોવડે નિષ્પ્રકંપ 20 એવા (મહાજહાજને વિચારે.) ધ્યા.-૫૯॥ અવતરણિકા : આવા પ્રકારના મહાજહાજથી શું પ્રયોજન છે ? તે કહે છે = ગાથાર્થ :- આવા અતિકીમતી શીલાંગરૂપ રત્નોથી ભરેલાં મહાજહાજ ઉપર ચઢીને મુનિઓરૂપ વેપારીઓ જે રીતે તે નિર્વાણનગરને વિઘ્ન વિના શીઘ્ર પામે છે. (તે રીતે વિચારે.) ટીકાર્થ : (આવા મહાજહાજ ઉપર) ચઢીને, કોણ ચઢીને ? – મુનિઓરૂપી વેપારીઓ, 25 તેમાં જે જગતની ત્રિકાલ અવસ્થાને જાણે છે તે મુનિઓ. આવા મુનિઓ જ લાભ-નુકસાનના વિચારપૂર્વક પ્રવૃત્તિ કરતા હોવાથી વેપારીરૂપ છે. (આવા મુનિઓરૂપી વેપારીઓ મહાજહાજ ઉપર ચઢીને,) આ મહાજહાજ જ કેવા પ્રકારનું છે ? તે કહે છે પૃથ્વીકાયહિંસાનો ત્યાગ વિગેરે આગળ કહેવાશે એવા અતિકીમતી શીલાંગો. આ શીલાંગો જ એકાન્તિક અને આત્યન્તિક એવા સુખનું (એકાન્તિક એટલે સુખ જ સુખ, દુ:ખનો લેશ નહીં. આત્યન્તિક એટલે અન્તને 30 ઉલ્લંઘી ગયેલું અર્થાત્ શાશ્વત એવા સુખનું) કારણ હોવાથી રત્નો સમાન છે. આવા શીલાંગોરૂપ રત્નોથી ભરેલાં એવા મહાજહાજ ઉપર ચઢીને મુનિઓરૂપી વેપારીઓ જે રીતે પ્રસ્તુત એવા સિદ્ધિરૂપ નગરને અથવા અહીં ‘પરિનિર્વાપુર’ એ પ્રમાણે પાઠાન્તર જણાવો. અર્થ એ જ પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418