________________
5
૩૬૬ *
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
त्युक्तम्, अधुना शेषयोगनियोगविधिमभिधातुकाम आहएवं चि वयजोगं निरुंभइ कमेण कायजोगंपि । तो सेलेसोव्व थिरो सेलेसी केवली होइ ॥ ७६ ॥
व्याख्या- 'एवमेव' एभिरेव विषादिदृष्टान्तैः, किं ? – वाग्योगं निरुणद्धि, तथा क्रमेण काययोगमपि निरुणद्धीति वर्तते, ततः 'शैलेश इव' मेरुरिव स्थिरः सन् शैलेशी केवली મવતીતિ થાર્થ: ૭૬॥
इह च भावार्थो नमस्कारनिर्युक्तौ प्रतिपादित एव, तथाऽपि स्थानाशून्यार्थं स एव लेशतः प्रतिपाद्यते, तत्र योगानामिदं स्वरूपम् - औदारिकादिशरीरयुक्तस्याऽऽत्मनो वीर्यपरिणतिविशेषः काययोगः, तथौदारिकवैक्रियाहारकशरीरव्यापाराहृतवाग्द्रव्यसमूहसाचिव्याज्जीव10 व्यापारो वाग्योगः, तथौदारिकवैक्रियाहारकशरीरव्यापाराहृतमनोद्रव्यसाचिव्याज्जीवव्यापारो मनोयोग इति, स चामीषां निरोधं कुर्वन् कालतोऽन्तर्मुहूर्त भाविनि परमपदे भवोपग्राहिकर्मसु च वेदनीयादिषु समुद्धाततो निसर्गेण वा समस्थितिषु सत्स्वेतस्मिन् काले करोति, परिमाणतोऽपि - "पैज्जत्तमित्तसन्निस्स जत्तियाइं जहण्णजोगिस्स । होंति मणोदव्वाइं तव्वावारो य जम्मत्तो ॥ १ ॥ મનોયોગનો નિરોધ કરે છે એ વાત કરી દીધી. હવે શેષયોગના નિરોધની વિધિને કહેવાની 15 ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : આ જ વિષ વિગેરે દષ્ટાન્નોવડે (=દૃષ્ટાન્તોની જેમ) શું ? – કેવલી વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી ક્રમશઃ કાયયોગનો પણ નિરોધ કરે છે. ત્યાર પછીયોગનિરોધ કર્યા બાદ કેવલી મેરુપર્વતની જેમ સ્થિર થયેલા શૈલેશી થાય છે (એટલે કે શૈલેશી અવસ્થાને પામે 20 છે.) ધ્યા.-૭૬
=
અહીં જો કે ભાવાર્થ નમસ્કારનિર્યુક્તિમાં (ભાગ-૪ ગા. ૯૫૫ પૃ. ૨૦૫માં) કહેવાઈ જ ગયો છે. તો પણ આ સ્થાન શૂન્ય ન રહે માટે તે જ ભાવાર્થ સંક્ષેપથી જણાવાય છે. તેમાં યોગોનું સ્વરૂપ આ પ્રમાણે છે – ઔદારિક વિગેરે શરીરથી યુક્ત એવા આત્માની વિશેષપ્રકારની વીર્યપરિણતિ એ કાયયોગ જાણવો. ઔદારિક, વૈક્રિય અને આહારકશરીરના વ્યાપારથી ગ્રહણ 25 કરેલ વચનદ્રવ્યના સમૂહની સહાયથી થતો જીવનો વ્યાપાર એ વયનયોગ છે. તથા ઔદારિક, વૈક્રિય અને આહારકશરીરના વ્યાપારથી ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સહાયથી થતો જીવનો વ્યાપાર મનયોગ છે.
તે જીવ આ યોગનો નિરોધ કાળથી મોક્ષપદ પામવામાં માત્ર અંતર્મુહૂર્તકાળ બાકી હોય અને વેદનીય વિગેરે ભવોપગ્રાહીની=અઘાતીકર્મોની સ્થિતિ સમુાતથી કે સ્વાભાવિક રીતે સમાન થાય ત્યારે પરિણામથી=પ્રમાણથી પણ આટલા કાળમાં (આગળ જણાવે તેટલા કાળમાં) કરે છે “જઘન્ય યોગવાળા એવા પર્યાપ્તમાત્ર સંજ્ઞી જીવને જેટલા મનોદ્રવ્યો અને જેટલો
30
६५. पर्याप्तमात्रसंज्ञिनो यावन्ति जघन्ययोगिनः । भवन्ति मनोद्रव्याणि तद्व्यापारश्च यन्मात्रः ॥१॥