Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 382
________________ શેલેશી-અવસ્થામાં અંતિમકર્મોનો ક્ષય (ધ્યા–૭૬) * ૩૬૯ मणुयगइजाइतसबादरं च पज्जत्तसुभगमाएज्जं । अन्नयरवेयणिज्जं नराउमुच्चं जसो नामं ॥१४॥ संभवओ जिणणामं नराणुपुव्वी य चरिमसमयंमि । सेसा जिणसंताओ दुचरिमसमयंमि निद्वंति ॥१५॥ ओरालियाहिं सव्वाहिं चयइ विप्पजहणाहिं जं भणियं । निस्सेस तहा न जहा देसच्चाएण सो पुव्वं ॥१६॥ तस्सोदइयाभावा भव्वत्तं च विणियत्तए समयं । सम्मत्तणाणदंसणसुहसिद्धत्ताणि मोत्तूणं ॥१७॥ उजुसेटिं पडिवन्नो समयपएसंतरं अफुसमाणो । 5 एगसमएण सिज्झइ अह सागारोवउत्तो सो ॥१८॥' अलमतिप्रसङ्गेनेति गाथार्थः ॥ ___ उक्तं क्रमद्वारम्, इदानीं ध्यातव्यद्वारं विवृण्वन्नाहજ કર્મદલિકો ખપાવી નાખે છે. હવે જે કેટલુંક છેલ્લેથી બીજા સમયે ખપાવે છે અને જે કેટલુંક ચરમ સમયે ખપાવે છે, તે હું હવે કહીશ. ll૧૩ll (તે આ પ્રમાણે –) મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ-બાદર-પર્યાપ્ત-સૌભાગ્ય-આદેય; શાતા-અશાતાવેદનીયમાંથી કોઈ એક, મનુષ્યઆયુષ્ય, 10 ઉચ્ચગોત્ર યશનામકર્મ અને મનુષ્યઆનુપૂર્વી એમ કુલ બાર પ્રકૃતિ ચરમ સમયે તીર્થકર સિવાય સિદ્ધ થનારો ખપાવે છે. જો તીર્થકર હોય તો આ બાર + જિનનામકર્મ એમ ૧૩ પ્રકૃતિ ચરમ સમયે ખપાવે છે. આ સિવાયની જિનસંતા-કેવલીની સત્તામાં રહેલી પ્રવૃત્તિઓ દ્વિચરમ સમયે ખપાવે છે. ૧૪-૧૫ll આ રીતે કર્મના ઉદયથી થનારી એટલે કે ઔદયિકભાવોવાળી સર્વત્યાજય પ્રકૃતિઓવડે 15 સંપૂર્ણ રીતે તે જીવ મૂકાય છે એટલે કે પૂર્વે કર્મનિર્જરા થતી, પણ દેશથી. એક જ કર્મના અમુક પ્રદેશો ખપે, અમુક પ્રદેશો રહે. હવે તેવું નથી, જે પ્રકૃતિ ખપાવે તે સર્વથા ખપાવે, (એટલે કે ઔદયિકભાવવાળી સર્વ કર્મપ્રકૃતિઓનો છેલ્લા સમયે તે જીવ નાશ કરે છે.) I૧૬ll અને સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, સુખ અને સિદ્ધત્વને છોડીને સર્વ ઔદયિકભાવો અને ભવ્યત્વ પણ સાથે નાશ પામે છે. (આશય એ છે કે આ જીવ ભવ્ય છે એટલે સર્વ કર્મક્ષયની યોગ્યતાવાળો 20 છે. તેથી ભવ્યત્વ એટલે સર્વ કર્મક્ષયયોગ્યતા. હવે જયારે જીવે સર્વ કર્મોનો ક્ષય કરી નાખ્યો. ત્યારે તેનામાં આવી યોગ્યતા ન રહે. તેથી ભવ્યત્વ પણ નાશ પામે છે.) /૧૭ | (સર્વ લબ્ધિઓ સાગારોપયોગમાં જ પ્રાપ્ત થતી હોવાથી અને મોક્ષ પણ એક લબ્ધિ હોવાથી) સાકારોપયોગમાં ઉપયુક્ત તે જીવ ઋજુગતિને પામેલો સમયાન્તર અને પ્રદેશાન્તરને સ્પર્યા વિના એક જ સમયમાં સિદ્ધ થાય છે. ૧૮ વધુ પ્રસંગોથી સર્યું. મેં 25 અવતરણિકા : ક્રમદ્વાર કહ્યું. હવે ધ્યાતવ્ય શુક્લધ્યાનમાં થાવવા યોગ્ય વિષયરૂપ દ્વારનું ६८. मनुजगतिजाती त्रसं बादरं च पर्याप्तसुभगादेयं च । अन्यतरवेदनीयं नरायुरुच्चैर्गोत्रं यशोनाम ॥१४॥ संभवतो जिननाम नरानपर्वी च चरमसमये । शेषा जिनसत्काः द्विचरमसमये निस्तिष्ठन्ति ॥१५॥औदारिकाभिः सर्वाभिस्त्यजति विप्रजहणाभिः यद्भणितम् । निःशेषत्यागेन तथा न यथा देशत्यागेन स पूर्वम् ॥१६॥ दयिकाभावात् भव्यत्वं च विनिवर्त्तते समकम् । सम्यक्त्वज्ञानदर्शन-सिद्धत्वानि मुक्त्वा ॥१७॥ 30 ऋजुश्रेणिं प्रतिपन्नः समयप्रदेशान्तरमस्पृशन् । एकसमयेन सिध्यति अथ सागारोपयुक्तः सः ॥१८॥

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418