Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 381
________________ ૩૬૮ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) न सोय । तस्सेसो सीलेसो सीलेसी होइ तयवत्थो ॥९॥ हस्सक्खराइ मज्झेण जेण कालेण पंच भांति । अच्छइ सेलेसिगओ तत्तियमेत्तं तओ कालं ॥१०॥ तणुरोहारंभाओ झायइ सुमकिरियाणियहिं सो । वोच्छिन्नकिरियमप्पडिवाई सेलेसिकालंमि ॥ ११ ॥ तयसंखेज्जगुणाए गुणसेढीऍ इयं पुरा कंमं । समए समए खवयं कमसो सेलेसिकालेणं ॥१२॥ सव्वं खवेड़ . 5 तं पुण निल्लेवं किंचि दुचरिमे समए । किंचिच्च होंति चरमे सेलेसीए तयं वोच्छं ॥१३॥ 10 15 એટલે શીલેશ=શીલનો ઈશ. શીલ એટલે સમાધાન અને તે નિશ્ચય નયથી સર્વસંવ૨રૂપ છે. તેનો સ્વામી તે શીલેશ. આ સર્વસંવરની અવસ્થામાં રહેલો તે કેવલી મધ્યમ સ્વરવડે (=ઝડપથી નહીં કે મંદગતિથી નહીં, પણ મધ્યમગતિવડે) જેટલા કાળમાં પાંચ હ્રસ્વ અક્ષરો બોલે તેટલો કાળ તે શૈલેશી અવસ્થાને પામેલો રહે છે. II૮-૧૦ કાયયોગનો નિરોધ આરંભે ત્યારે સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિનામનો શુક્લધ્યાનનો ત્રીજો ભેદ શરૂ થાય. અને શૈલેશીકાળમાં વ્યુપરતક્રિયા-અપ્રતિપાતી નામના ચોથા ભેદનું ધ્યાન કરે. તે શૈલેશીકાળમાં અસંખ્યગુણની ગુણશ્રેણિથી રચેલા પૂર્વકર્મને દરેક સમયે ક્રમશઃ ખપાવે છે. (અહીં ભાવાર્થ આ પ્રમાણે છે – કાયયોગનો નિરોધ કરવાનું જ્યારે શરૂ કરે ત્યારે પ્રથમ બાદરકાયયોગવડે બાદ૨મનોયોગને રુંધે છે. ત્યાર પછી બાદરવચનયોગને રુંધે છે. ત્યાર પછી સૂક્ષ્મકાયયોગવડે ક્રમશઃ બાદ૨કાયયોગને, સૂક્ષ્મમનોયોગને અને સૂક્ષ્મવચનયોગને રુંધે છે. પછી તે જ સૂક્ષ્મકાયયોગવડે સૂક્ષ્મકાયયોગને રુંધવાનું શરૂ કરે તે સમયે સૂક્ષ્મક્રિયા-અનિવૃત્તિ નામનું ધ્યાન હોય છે. કૃતિ સપ્તતિાનામષષ્ઠર્મપ્રન્થřો.-૬૪. - ચોથો પ્રકા૨ ૧૪માં ગુણઠાણે શૈલેશી વખતે હોય છે અને તે સમયે યોગક્રિયા સર્વથા નાશ પામી છે. તેથી તે વ્યચ્છિન્નક્રિયા કહેવાય છે. આ અવસ્થાનું હવે ક્યારેય પતન થવાનું નથી. 20 તેથી તે વખતે જે ધ્યાન છે તેને વ્યચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી કહેવાય છે. આ શૈલેશીઅવસ્થામાં કર્મક્ષય આ રીતે થાય છે – શૈલેશીઅવસ્થા પહેલાંની અવસ્થામાં ખપાવવા યોગ્ય કર્મોને દરેક સમયે ક્રમશઃ ખપાવી શકાય એ રીતે ગોઠવે છે. આને ગુણશ્રેણિ કહેવાય છે. ગોઠવણ આ પ્રમાણે કરે છે કે પહેલા સમયે ક્ષપણીય કર્મદલિકો કરતાં બીજા સમયે અસંખ્યગુણ કર્મદલિકો ક્ષપણીય તરીકે ગોઠવે છે, તેના કરતાં ત્રીજા સમયે અસંખ્યગુણ, તેના કરતાં ચોથા સમયે 25 અસંખ્યગુણ કર્મદલિકોની રચના શૈલેશીકાળના ચરમ સમય સુધી થાય છે. આ રીતે અસંખ્યગુણની ગુણશ્રેણિથી ગોઠવાયેલા કર્મોને શૈલેશી અવસ્થાના પ્રથમ સમયથી ક્રમશઃ દરેક સમયે કર્મો ખપાવે છે.) ૧૧-૧૨॥ આ રીતે કર્મોનો ક્ષય કરતાં કરતાં જ્યારે છેલ્લા બે સમય બાકી હોય ત્યારે લગભગ બધા 30 ६७. स च । तस्येशः शीलेशः शैलेशीभवति तदवस्थः ॥ ९ ॥ ह्रस्वाक्षराणि मध्येन येन कालेन पञ्च भण्यन्ते । तिष्ठति शैलेशीगतस्तावन्मात्रं ततः कालम् ॥१०॥ तनुरोधारम्भात् ध्यायति सूक्ष्मक्रियाऽनिवृत्ति सः । व्युच्छिन्नक्रियमप्रतिपाति शैलेशीकाले ॥११॥ तदसंख्यगुणया गुणश्रेण्या रचितं पुरा कर्म । समये समये क्षपयन् क्रमशः शैलेशीकालेन ॥ १२ ॥ सर्वं क्षपयति तत् पुनर्निर्लेपं किञ्चिद्विचरमे समये । किञ्चिच्च भवति चरमे शैलेश्यास्तद्वक्ष्ये ॥ १३ ॥

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418