________________
5
આવશ્યકનિયુક્તિ · હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
व्याख्या-यथा छद्मस्थस्य मनः, किं ? – ध्यानं भण्यते सुनिश्चलं सत्, 'तथा' तेनैव प्रकारेण योगत्वाव्यभिचारात्केवलिनः कायः सुनिश्चलो भण्यते ध्यानमिति गाथार्थः ॥८४॥ आह- चतुर्थे निरुद्धत्वादसावपि न भवति, तथाविधभावेऽपि च सर्वभावप्रसङ्गः, तत्र का वार्तेति ?, उच्यते
૩૭૪ *
yaप्पओगओ चिय कम्मविणिज्जरणहेउतो यावि । सद्दत्थबहुत्ताओ तह जिणचंदागमाओ य દા चित्ताभावेवि सया सुहुमोवरयकिरियाइ भण्णंति । जीवोवओगसब्भावओ भवत्थस्स झाणाई ॥८६॥
व्याख्या–काययोगनिरोधिनो योगिनोऽयोगिनो वा चित्ताभावेऽपि सति सूक्ष्मोपरतक्रिये 10 भण्येते, सूक्ष्मग्रहणात् सूक्ष्मक्रियाऽनिवर्तिनो ग्रहणम्, उपरतग्रहणाद्व्युपरतक्रियाऽप्रतिपातिन इति, पूर्वप्रयोगादिति हेतु:, कुलालचक्रभ्रमणवदिति दृष्टान्तोऽभ्यूह्यः, यथा चक्रं भ्रमण
ટીકાર્થ : જેમ છદ્મસ્થનું મન અત્યંત સ્થિરતાને પામેલું છતું ધ્યાન કહેવાય છે. તે જ રીતે કેવલીનો સુનિશ્ચલ કાયયોગ ધ્યાન કહેવાય છે કારણ કે બંનેમાં યોગત્વનો અવ્યભિચાર–સમાનપણું છે. (અર્થાત્ જેમ છદ્મસ્થનું સ્થિર મન ધ્યાન કહેવાય છે તે પણ એક પ્રકારનો યોગ જ છે. તેમ 15 કેવલીની સ્થિર કાયા પણ યોગ જ છે. આમ, મન અને કાયા બંનેમાં યોગપણું સરખું હોવાથી સ્થિર કાયાને પણ ધ્યાન કહેવામાં કોઈ દોષ નથી.) ।।ધ્યા.−૮૪॥
20
અવતરણિકા : શંકા : ચોથા પ્રકારના ધ્યાન સમયે આ કાયયોગનો પણ નિરોધ થવાથી એ પણ વિદ્યમાન નથી. તો ત્યાં સ્થિરકાયયોગરૂપ ધ્યાનની તો વાત જ ક્યાં કરવી. ત્યાં ધ્યાન કેવી રીતે ઘટાડવું ? અને જો એમ કહો કે નિરુદ્ધ હોવા છતાં કાયયોગ હોય તો છે જ, તો બીજા પણ નિરુદ્ધ યોગો હોવાની આપત્તિ આવશે. (અર્થાત્ ત્યાં કાયયોગનો નિરોધ કરવા છતાં કાયયોગ છે એવું માનો તો મનોયોગ અને વચનયોગ પણ માનવામાં શું વાંધો છે ? અને જો યોગો માનો તો પછી ‘અયોગી’ એવો શબ્દ અહીં વપરાશે જ નહીં. તેથી નિરુદ્ધકાયયોગ મનાશે નહીં તો ધ્યાન શબ્દ કેવી રીતે ઘટાડવો ?)
ગાથાર્થ :- (૧) પૂર્વ પ્રયોગના કારણે, (૨) કર્મનિર્જરાનો હેતુ હોવાથી પણ, (૩) શબ્દના 25 અનેક અર્થ થતાં હોવાથી, અને (૪) જિનેશ્વરોનું આગમવચન હોવાથી તે સમયે ચિત્ત ન હોવા છતાં પણ જીવનું ઉપયોગરૂપ ભાવમન હાજર હોવાથી ભવસ્થ કેવલીને સૂક્ષ્મક્રિયા અને વ્યુપરતક્રિયા હમેશાં ધ્યાન તરીકે કહેવાય છે.
ટીકાર્થ : કાયયોગનો નિરોધ કરનારા એવા યોગીને અથવા અયોગીને ચિત્ત ન હોવા છતાં પણ સૂક્ષ્મક્રિયા અને ઉપરતક્રિયા એ (ધ્યાન તરીકે) કહેવાય છે. અહીં સૂક્ષ્મના ગ્રહણથી 30 સૂક્ષ્મક્રિયા-અનિવર્તિ ધ્યાનનું ગ્રહણ કરવું અને ઉપરતના ગ્રહણથી વ્યુપરતક્રિયા-અપ્રતિપાતી ધ્યાનનું ગ્રહણ કરવું. તે યોગી કે અયોગીકેવલીના સૂક્ષ્મ-વ્યુપરતક્રિયા ધ્યાનરૂપ કહેવાય તેનું કારણ (૧) પૂર્વપ્રયોગ છે. અહીં કુંભારનું ચક્રભ્રમણ દૃષ્ટાન્તરૂપે જાણવું, અર્થાત્ (પૂર્વે દંડાદિવડે