Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 388
________________ કેવલીને મન ન હોવા છતાં ધ્યાનની સિદ્ધિ (બા.-૮૬) * ૩૭૫ निमित्तदण्डादिक्रियाऽभावेऽपि भ्रमति तथाऽस्यापि मनःप्रभृतियोगोपरमेऽपि जीवोपयोगसद्भावतः भावमनसो भावात् भवस्थस्य ध्याने इति, अपिशब्दश्चोदनानिर्णयप्रथमहेतुसम्भावनार्थः, चशब्दस्तु प्रस्तुतहेत्वनुकर्षणार्थः, एवं शेषहेतवोऽप्यनया गाथया योजनीयाः, विशेषस्तूच्यते'कर्मविनिर्जरणहेतुतश्चापि' कर्मविनिर्जरणहेतुत्वात् क्षपकश्रेणिवत्, भवति च क्षपकश्रेण्यामिवास्य भवोपग्राहिकर्मनिर्जरेति भावः, चशब्दः प्रस्तुतहेत्वनुकर्षणार्थः, अपिशब्दस्तु द्वितीय- 5 हेतुसम्भावनार्थ इति, 'तथा शब्दार्थबहुत्वात्' यथैकस्यैव हरिशब्दस्य शक्रशाखामृगादयोऽनेकार्थाः एवं ध्यानशब्दस्यापि न विरोधः, 'ध्यै चिन्तायां' 'ध्यै कायनिरोधे' 'ध्यै अयोगित्वे' इत्यादि, तथा जिनचन्द्रागमाच्चैतदेवमिति, उक्तं च "आगमश्चोपपत्तिश्च, सम्पूर्ण दृष्टिलक्षणम् । अतीन्द्रियाणामर्थानां, सद्भावप्रतिपत्तये ॥१॥" ચક્રને ભમાવ્યા બાદ દંડાદિ કાઢી લીધા પછી) જેમ ભ્રમણનું કારણ એવા દંડાદિની ક્રિયા ન હોવા છતાં તે ચક્ર (પૂર્વપ્રયોગથી પોતાની મેળે) ભમે છે, તેમ આ કેવલીને પણ મન વિગેરે યોગો ન હોવા છતાં પણ જીવના ઉપયોગનો સદૂભાવ હોવાથી એટલે કે ભાવમન હાજર હોવાથી ભવસ્થકેવલીને સૂક્ષ્મ-ભુપતક્રિયારૂપ બંને ધ્યાન તરીકે કહેવાય છે, (અર્થાત્ જેમ દંડ ન હોવા છતાં ભ્રમણ ચાલુ રહે છે તેમ મનોયોગાદિનો નિરોધ થવા છતાં જ્ઞાનોપયોગ ચાલુ રહે 15 છે અને આ જ્ઞાનોપયોગ એ ભાવમનરૂપ હોવાથી ધ્યાનરૂપ છે.) અહીં (-વાપિ માં) જે ગપ શબ્દ છે તે શંકાનો (ધ્યાન કેવી રીતે ઘટે ? એ શંકાનો) નિર્ણય કરવા પ્રથમહેતુની સંભાવના જણાવે છે. તથા “વ” શબ્દ “પૂર્વપ્રયોગરૂપ પ્રસ્તુતહેતુને આગળ ખેંચનાર જાણવો. આ પ્રમાણે બીજા હેતુઓ પણ આ ગાથાવડે જોડી દેવા યોગ્ય છે. (અર્થાત્ ગા. ૮૬માં કહ્યું કે ‘ચિત્તનો અભાવ હોવા છતાં સૂક્ષ્મક્રિયા અને ઉપરતક્રિયા એ 20 ધ્યાનરૂપ છે” એ વાતની સિદ્ધિ માટે ગા. ૮૫માં આપેલ સર્વ કારણો ગા. ૮૬માં જોડી દેવા. તેથી હવે તે કારણોનો અર્થ કરવા માટે કહે છે કે, જે વિશેષ છે તે કહેવાય છે – (૨) ક્ષપકશ્રેણિની જેમ કર્મનિર્જરાનું કારણ હોવાથી પણ તે ધ્યાનરૂપ છે. જેમ ક્ષપકશ્રેણિમાં ઘાતકર્મનો ક્ષય કરનારા પ્રથમ બે ભેદરૂપ ધ્યાન હોય છે, તેમ અહીં પણ અઘાતી કર્મોનો ક્ષય કરનારા છેલ્લા બે ભેદરૂપ ધ્યાન છે. (આમ કર્મોની નિર્જરા કરનાર હોવાથી પણ તે બંને ધ્યાનરૂપ છે.) 25 ‘વ’ શબ્દ પ્રસ્તુત ( કર્મનિર્જરારૂપ) કારણ ખેંચનાર છે. પિ શબ્દ બીજો હેતુ જણાવનાર છે. ' (૩) તથા “શબ્દના અનેક અર્થો થતાં હોવાથી,” જેમ એક એવા જ ‘હરિ' શબ્દના ઇન્દ્ર, વાનર વિગેરે અનેક અર્થો થાય છે, તેમ ધ્યાનશબ્દના પણ અનેક અર્થો કરવામાં કોઈ વિરોધ નથી. જેમ કે, ધ્યાનશબ્દના સ્થિરચિતન, કાયનિરોધ, અયોગીપણું વિગેરે અર્થો થાય છે. (તેથી અહીં કાયનિરોધને ત્રીજું ધ્યાન અને અયોગીપણાને ચોથું ધ્યાન કહેવામાં કોઈ વિરોધ નથી.) 30 | (૪) તથા જિનચન્દ્રના (વીતરાગકેવલીઓરૂપ જિનોમાં ચન્દ્રસમાન એવા તીર્થકરોના) આગમ વચનથી તે બે અવસ્થાઓ ધ્યાનરૂપ કહેવાય છે. કહ્યું છે – અતીન્દ્રિય પદાર્થોની

Loading...

Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418