Book Title: Avashyak Niryukti Part 05
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 370
________________ શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોના ધ્યાતા (ધ્યા.-૬૪) * ૩૫૭ एएच्चिय पुव्वाणं पुव्वधरा सुप्पसत्थसंघयणा । दोण्ह सजोगाजोगा सुक्काण पराण केवलिणो ॥६४॥ व्याख्या 'एत एव' येऽनन्तरमेव धर्मध्यानध्यातार उक्ताः 'पूर्वयोः' इत्याद्ययोर्द्वयोः शुक्लध्यानभेदयोः पृथक्त्ववितर्कसविचारमेकत्ववितर्कमविचारमित्यनयोः ध्यातार इति गम्यते, अयं पुनर्विशेष:-'पूर्वधराः' चतुर्दशपूर्वविदस्तदुपयुक्ताः, इदं च पूर्वधरविशेषणमप्रमादवतामेव 5 वेदितव्यं, न निर्ग्रन्थानां, माषतुषमरुदेव्यादीनामपूर्वधराणामपि तदुपपत्तेः, 'सुप्रशस्तसंहनना' ગાથાર્થ :- આ જ અપ્રમત્ત વિગેરે મુનિઓમાં જેઓ પૂર્વધર અને પ્રથમ સંઘયણવાળા છે તેઓ શુક્લધ્યાનના પ્રથમ બે ભેદોના ધ્યાતારો છે. છેલ્લાં બે શુક્લધ્યાનના ભેદોના ધ્યાતારો સયોગી-અયોગી કેવલિઓ છે. ટીકાર્થ ઃ આ લોકો જ એટલે કે જે હમણાં પૂર્વે જ ધર્મધ્યાનના ધ્યાતારો કહ્યા. તેઓ જ 10 પ્રથમ બે શુક્લધ્યાનના ભેદોના એટલે કે પૃથકુત્વવિતર્કસવિચાર અને એકત્વવિતર્કઅવિચાર નામના બે ભેદોના ધ્યાતારો જાણવા. માત્ર ફરક એટલો જ કે આ ધ્યાતારોમાં જેઓ ચૌદપૂર્વને જાણનારા અને તેના જ્ઞાનમાં ઉપયુક્ત છે. તેઓ શુક્લધ્યાનના ધ્યાતારો જાણવા. આ પૂર્વધરવિશેષણ અપ્રમાદવાળા સાધુઓનું જ જાણવું, પરંતુ ક્ષપક કે ઉપશામક નિર્ઝન્થોનું નહીં, કારણ કે માપતુષ, મરુદેવી વિગેરે પૂર્વધર ન હોવા છતાં શુક્લધ્યાનની તેમને પ્રાપ્તિ થઈ છે. 15 " (અહીં આશય એ છે કે – ધર્મધ્યાનના ત્રણ ધ્યાતારો કહ્યા, (૧) અપ્રમત્ત મુનિ, (૨) ક્ષપકનિર્ઝન્થ, (૩) ઉપશામકનિર્ઝન્થ. આ જ ધ્યાતારો શુક્લધ્યાનના પ્રથમ બે ભેદના પણ કહ્યા. માત્ર એટલો ફરક કે તેઓ પૂર્વધર હોવા જોઈએ. એમ આ ગાથામાં કહ્યું. જો આ પૂર્વધરવિશેષણ ત્રણે સાથે જોડવામાં આવે તો માણતુષમુનિ, મરૂદેવીમાતા વિગેરે કે જેઓ ક્ષપકનિગ્રંથ બનીને શુક્લધ્યાનના ભેદોને પામ્યા છે, તેઓ ચૌદપૂર્વધર નહોતા. તેથી આપત્તિ 20 આવે. તે ન આવે માટે ટીકાકારે ખુલાસો કર્યો છે કે આ વિશેષણ અપ્રમત્તમુનિઓનું જાણવું પણ નિર્ઝન્થોનું નહીં, અર્થાત્ અપ્રમત્ત એવા પૂર્વધરોને શુક્લધ્યાનના પ્રથમ બે પ્રકાર હોય છે. એટલે કે અપ્રમાદી હોવા છતાં ‘પૂર્વ શાસ્ત્ર ન ભણેલા હોય તેવા મુનિઓ માત્ર ધર્મધ્યાન કરી શકે, શુક્લધ્યાન નહીં. આ શરત ક્ષપક-ઉપશામકનિર્ઝન્થને લાગુ પડતી નથી. તેઓ ‘પૂર્વશાસ્ત્ર ન પણ ભણ્યા હોય છતાં ક્ષપક-ઉપશામક અવસ્થામાં કષાયની મંદતા અને સામર્થ્યયોગના 25 પ્રભાવે તથાવિધ જ્ઞાનાવરણકર્મનો ક્ષય થવાથી પૂર્વશાસ્ત્રમાં કહેલ સૂક્ષ્મપદાર્થનું જ્ઞાન તેઓને સૂત્રથી નહીં પણ અર્થથી પ્રગટ થઈ જાય છે. આ રીતે હોવા છતાં પણ તેઓ પૂર્વધર કહેવાતા નથી. તેથી અપૂર્વધર એવા પણ તેઓને પક-ઉપશામક અવસ્થામાં શુક્લધ્યાનના પહેલા બે પ્રકાર હોય છે. માપતુંષ મુનિ જેવાને આ રીતે ક્ષપકનિર્ઝન્થ બનતાં શુક્લધ્યાન આવી જાય છે. ટૂંકમાં સાર એટલો કે સાતમા ગુણસ્થાનકે રહેલા અપ્રમત્તમુનિઓમાં જે પૂર્વધર હોય તેવા જ 30 અપ્રમત્તમુનિઓ શુક્લધ્યાનના બે પ્રકારોને પામે છે. તે સિવાયના અપ્રમત્તમુનિઓ ધર્મધ્યાન

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418