________________
આર્તધ્યાનનો બીજો ભેદ (ધ્યા.—૭) * ૨૯૩ कथमेभिः सदैव सम्प्रयोगाभाव इति ?, अनेन चानागतकालग्रहः, चशब्दात् पूर्वमपि वियुक्तासम्प्रयुक्तयोर्बहुमतत्वेनातीतकालग्रह इति, किंविशिष्टस्य सत इदं वियोगचिन्तनाद्यत आह-' द्वेषमलिनस्य' जन्तोरिति गम्यते, तत्राप्रीतिलक्षणो द्वेषस्तेन मलिनस्य - तदाक्रान्तमूर्तेरिति થાર્થ:।।૬।।
उक्तः प्रथमो भेदः, साम्प्रतं द्वितीयमभिधित्सुराह
तह सूलसीसरोगाइवेयणाए विजोगपणिहाणं । तदसंपओगचिंता तप्पडियाराउलमणस्स
lin
व्याख्या—'तथे 'ति धणियम् - अत्यर्थमेव, शूलशिरोरोगवेदनाया इत्यत्र शूलशिरोरोगौ प्रसिद्धौ, आदिशब्दाच्छेषरोगातङ्कपरिग्रहः, ततश्च शूलशिरोरोगादिभ्यो वेदना २, वेद्यत इति वेदना तस्याः किं ? - ' वियोगप्रणिधानं' वियोगे दृढाध्यवसाय इत्यर्थः, अनेन वर्तमानकालग्रहः, 10
ગ્રહણ કર્યું. (અર્થાત્ આ વર્તમાનવિષયક આર્તધ્યાન જણાવ્યું.)
તથા આવા શબ્દાદિનો વિયોગ થયા બાદ “કેવી રીતે આ અમનોજ્ઞ શબ્દાદિવિષયોનો હંમેશ માટે સંપ્રયોગનો અભાવ થાય ?” એ પ્રમાણેનું અસંપ્રયોગનું ચિંતન (એ આર્તધ્યાન છે.) આનાદ્વારા ભવિષ્યકાલસંબંધી આર્તધ્યાન જણાવ્યું. શ્વ’શબ્દથી ભૂતકાળસંબંધી આર્તધ્યાન આ પ્રમાણે જાણવું કે પૂર્વમાં—ભૂતકાળમાં પણ શબ્દાદિનો જે વિયોગ થયો તે અને તેનો જે અસંપ્રયોગ થયો તે, આ બંને તે જીવને અત્યંત ઇષ્ટ હતું. આ ઇષ્ટ હોવાને કારણે “પૂર્વ પણ જે વિયોગ થયો અને અસંપ્રયોગ થયો તે બહુ સારું થયું” એવું ચિંતન ભૂતકાળસંબંધી આર્તધ્યાન સમજવું. કેવા પ્રકારના જીવને આ વિયોગચિંતનાદિરૂપ આર્તધ્યાન થાય ? તે કહે છે – દ્વેષથી મલિન એવા જીવને આ આર્તધ્યાન થાય છે. તેમાં અહીં દ્વેષ એટલે અપ્રીતિ. તેનાથી આક્રાન્ત છે આત્મા જેનો એવા જીવને આર્તધ્યાન હોય છે. ।।ધ્યા.-૬॥
અવતરણિકા : પ્રથમભેદ કહેવાયો. હવે બીજા ભેદને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી
5
કહે છે
ગાથાર્થ :- વેદનાને દૂર કરવામાં વ્યગ્નમનવાળાનું શૂલ, મસ્તકરોગ વિગેરેની વેદનાના વિયોગનું અને આવી વેદનાના અસંપ્રયોગનું અત્યંત=ગાઢ ચિંતન (એ આર્તધ્યાનનો બીજો ભેદ
છે.)
15
20
25
ટીકાર્થ : ‘તથા' શબ્દનો અર્થ ધણિય એટલે કે ‘અત્યંત’ જ જાણવો. (આ શબ્દનો અન્વય ગાથાર્થમાં કહ્યા પ્રમાણે જાણવો.) પેટનું શૂલ અને માથાના દુઃખાવા વિગેરેરૂપ શિરોરોગ બંને પ્રસિદ્ધ જ છે. અહીં આદિશબ્દથી શેષ રોગો અને આતંકો (શીઘ્રઘાતિ=તરત જ મરણ લાવનાર જે હોય તે આતંક) ગ્રહણ કરવા. શૂલશિરોરોગાદિથી થનારી જે વેદના તે શૂલશિરોરોગાદિવેદના. તેમાં જે વેદાય તે વેદના. તેનું શું ? તે વેદનાને દૂર કરવાનો દૃઢ અધ્યવસાય. આનાદ્વારા 30 વર્તમાનકાલ ગ્રહણ કર્યો.
—