________________
15
૩૨૦
*
व्याख्या-तत्र स्थिरा:-संहननधृतिभ्यां बलवन्त उच्यन्ते, कृता- निर्वर्तिता अभ्यस्ता इतिયાવત્, के ? - युज्यन्त इति योगाः - ज्ञानादिभावनाव्यापाराः सत्त्वसूत्रतपःप्रभृतयो वा यैस्ते 5 कृतयोगाः, स्थिराश्च ते कृतयोगाश्चेति विग्रहस्तेषाम्, अत्र च स्थिरकृतयोगयोश्चतुर्भङ्गी भवति, तद्यथा - 'थिरे णामेगे णो कयजोगे' इत्यादि, स्थिरा वा-पौनःपुन्यकरणेन परिचिताः कृता योगा यैस्ते तथाविधास्तेषां पुनः शब्दो विशेषणार्थः, किं विशिनष्टि ? – तृतीयभङ्गवतां न शेषाणां स्वभ्यस्तयोगानां वा मुनीनामिति मन्यन्ते जीवादीन् पदार्थानिति मुनयो - विपश्चित्साधवस्तेषां च, तथा ध्याने- अधिकृत एव धर्मध्याने सुष्ठु - अतिशयेन निश्चलं निष्प्रकम्पं मनो येषां 10 ते तथाविधास्तेषाम् एवंविधानां स्थानं प्रति ग्रामे जनाकीर्णे शून्येऽरण्ये वा न विशेष इति, तत्र ग्रसति बुद्ध्यादीन् गुणान् गम्यो वा करादीनामिति ग्राम: - सन्निवेशविशेष:, इह एकग्रहणे
20
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) थिरकयजोगाणं पुण मुणीण झाणे सुनिच्चलमणाणं । गामंमि जणाइणे सुण्णे रणे व ण विसेसो ॥ ३६ ॥
વિગેરે આત્મસાત્ કર્યો છે તેવા સાધુઓને આશ્રયીને વિશેષવાત કરે છે ક્
ગાથાર્થ :- સ્થિર તથા કૃતયોગી (અને માટે જ) ધ્યાનમાં સુનિશ્ચલમનવાળા એવા મુનિઓને લોકોથી વ્યાપ્ત એવા ગામમાં કે શૂન્ય એવા જંગલમાં કોઈ ફરક પડતો નથી.
ટીકાર્થ : તેમાં સંઘયણ અને ધૃતિથી જે બલવાન છે તે સ્થિર કહેવાય છે. કરાયેલા છે એટલે કે વારંવાર અભ્યસ્ત છે. શું અભ્યસ્ત છે ? – આત્માનું મોક્ષ સાથે જે જોડાણ કરી આપે છે તે યોગો એટલે કે જ્ઞાનાદિભાવનારૂપ વ્યાપારો. આ યોગો અભ્યસ્ત કરાયેલા છે અથવા સત્ત્વ, સૂત્ર, તપ વિગેરે અભ્યસ્ત કરાયેલા છે જેનાવડે તે મૃતયોગ કહેવાય છે. સ્થિર અને કૃતયોગી એ પ્રમાણે સમાસવિગ્રહ જાણવો.
અહીં સ્થિર અને કૃતયોગીમાં ચતુર્થંગી જાણવી. તે આ પ્રમાણે – (૧) કેટલાક સ્થિર હોય છે, પરંતુ કૃતયોગી હોતા નથી. (૨) કેટલાક સ્થિર નથી હોતા, કૃતયોગી હોય. (૩) કેટલાક બંને હોય, અને (૪) કેટલાક બંનેથી શૂન્ય હોય. અથવા સ્થિર એટલે વારંવાર પરિચિત, તેથી સ્થિર કરાયેલા છે યોગો જેમનાવડે તે સ્થિરકૃતયોગ કહેવાય છે, તેઓને, પુનઃ શબ્દ વિશેષણ અર્થમાં=વિશેષ અર્થને જણાવનાર છે. કઈ વિશેષ વાતને જણાવે છે ? 25 ભાંગાવર્તી એટલે કે સ્થિર અને કૃતયોગી એવા મુનિઓને અથવા સારી રીતે અભ્યસ્ત કરાયેલા છે જ્ઞાનાદિયોગો જેમનાવડે એવા મુનિઓને (ગામ કે જંગલ હોય કોઈ ફરક પડતો નથી એમ અન્વય જોડવો.)
ત્રીજા
(યથાવસ્થિત રીતે) જીવાદિ પદાર્થોને જે જાણે છે તે મુનિ, અર્થાત્ વિદ્વાન સાધુઓ, તેઓને તથા ધ્યાનને વિશે અર્થાત્ અધિકૃત એવા ધર્મધ્યાનને વિશે અત્યંત નિશ્ચલ છે મન 30 જેઓનું એવા તે મુનિઓને સ્થાન માટે લોકોથી ભરચક ગામ હોય કે શૂન્ય એવું જંગલ હોય, બેમાં કોઈ ફ૨ક નથી. (અર્થાત્ ગમે તે સ્થાન હોય આવા મુનિઓ તે સ્થાનમાં ધ્યાન આરાધવા સમર્થ હોય છે.) તેમાં જે બુદ્ધિ વિગેરે ગુણોને ખાઈ જાય છે તે અથવા જ્યાં કદિ (−ટેક્ષ