________________
અનુવાદ વિગેરે હોય ત્યારે પુનરુક્તદોષ નથી. (ધ્યા–૫૩) * ૩૪૭ अनाद्यपर्यवसितमित्यर्थः, अनेनेश्वरादिकृतव्यवच्छेदमाह, असावपि दर्शनभेदाच्चित्र एवेत्यत आह-'जिनाख्यातं' तीर्थकरप्रणीतम्, आह-'जिनदेशितानि'त्यस्माज्जिनप्रणीताधिकारोऽनुवर्तत एव, ततश्च जिनाख्यातमित्यतिरिच्यते, न, अस्याऽऽदरख्यापनार्थत्वात्, आदरख्यापनादौ च पुनरुक्तदोषानुपपत्तेः, तथा चोक्तम्
___ “अनुवादादरवीप्साभृशार्थविनियोगहेत्वसूयासु ।
ईषत्सम्भ्रमविस्मयगणनास्मरणेष्वपुनरुक्तम् ॥१॥" લોક. આવા લોકને વિચારે (= પંચાસ્તિકાય આ લોક છે એમ વિચારે.) તે લોક કાલથી કેવા પ્રકારનો છે ? તે કહે છે – અનાદિ-અનંત આ લોક છે. આવું કહેવાદ્વારા જૈનેતરોની “આ જગત ઈશ્વરાદિકૃત છે” એવી માન્યતાનું ખંડન કરાયેલું જાણવું. આ લોક પણ જુદા જુદા દર્શનકારોની માન્યતા પ્રમાણે જુદો જુદો છે (એટલે કોની માન્યતા પ્રમાણેનો લોક વિચારવો? 10 એ પ્રશ્ન ઊભો થાય છે.) તેથી કહે છે કે જિન=તીર્થકરવડે કહેવાયેલ લોક વિચારવો.
શંકા : ગા. પરમાં ‘બિનશિતાનિ' પદ મૂકેલું હોવાથી આ બધું જિનપ્રણીત છે એવું જણાય જ જાય છે. તેથી અહીં “fકનારસ્થાતિ” શબ્દ વધારાનો લાગે છે.
સમાધાન : અહીં આ વિશેષણ જિનેશ્વરો પ્રત્યે આદર જણાવવા આપેલું હોવાથી વધારાનું નથી. આદર જણાવવામાં પુનરુક્તદોષ લાગતો નથી. કહ્યું છે – “અનુવાદ, આદર, વસા, 15 વિનિયોગ, હેતુ, અસૂયા, કંઈક, સંભ્રમ, આશ્ચર્ય, ગણના અને સ્મરણ આટલા અર્થોમાં પુનરુક્ત દોષ લાગતો નથી.” (દા. ત. (૧) અનુવાદમાં – “મોટા ભાઈને જયેષ્ઠ કહેવાય અહીં ‘યેષ્ઠ પદ અનુવાદ માટે છે તેથી એનો અર્થ પણ “મોટો ભાઈ જ હોવા છતાં પુનરુક્તિ દોષ નથી. (૨) આદર માટે – વ્યાખ્યાનાદિ શરૂ કરતા પહેલાં મારા ગુરુદેવશ્રી પાસેથી જે સાંભળ્યું છે, જાણ્યું છે, શીખ્યું છે તે હું કહીશ આવું કહ્યા પછી ચાલું વ્યાખ્યાનમાં મારા ગુરુદેવશ્રી આમ 20 કહેતા હતા, મારા ગુરુદેવશ્રી આમ કહેતા હતા. આમ, વારંવાર “ગુરુદેવશ્રી’ શબ્દનો ઉચ્ચાર કરવા છતાં પુનરુક્તિ દોષ નથી.
(૩) વીસા અર્થમાં – “પીઓ, પીઓ, પીવા જેવું છે શાંતસુધારસ' અહીં “પીઓ' શબ્દ બે વાર કહ્યો એ વીસા કરી ગણાય. અહીં વીસા શાંતસુધારસનું પાન મહત્ત્વનું જણાવતી હોવાથી પુનરુક્તિદોષ નથી. (૪) ભૂષાર્થમાં – અરે ! તું ક્રોધી છે ક્રોધી. અહીં ક્રોધની તીવ્રતા 25 (પૃશ) જણાવવા “ક્રોધી” શબ્દ બે વાર છે. (૫) વિનિયોગ અર્થમાં – વેપાર સોદો કરવા . એક જ વસ્તુ અનેકવાર બોલાય અથવા સામેનાને શીખવાડવા રથી ૩ વાર બોલાય. (૬) હેતુ અર્થમાં – કોઈ પ્રતિપાદનને બરાબર ઠસાવવા એનો હેતુ અનેકવાર દર્શાવાય છે. જેમ કે, “જો બહુ ખાઈશ નહીં, નહીં તો શરીર બગડશે. જો ફરી કહું છું, બહુ ખાઈશ નહીં, નહીં તો મંદાગ્નિ થશે, કામો બગડશે..” (૭) ઈર્ષામાં – ઈષ્યને કારણે કોઈ માણસ એક જ વાત 30 વારંવાર કરે. જેમ કે, પેલાનો અહંકાર કેવો છે? બીજા સાથે ભળતો જ નથી, કોઈ સાથે વાત જ કરતો નથી, એને બોલાવો જો, એ બોલે છે ? ના, અક્ષરે ય નહીં બોલે.