________________
૨૭૨ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) काइयगुत्ताहरणं अद्धाणपवण्णगो जहा साहू । आवासियंमि सत्थे ण लहइ तहिं थंडिलं किंचि ॥१॥ लद्धं चऽणेण कहवी एगो पाओ जहिं पइट्ठाइ । तहियं ठिएगपओ सव्वं राई तहिं थद्धो ॥२॥ ण ठविय किंचि अत्थंडिलंमि होयव्वमेव गुत्तेणं । सुमहब्भएवि अहवा
साहु ण भिंदे गई एगो ॥३॥ सक्कपसंसा अस्सद्दहाण देवागमो विउव्वइ य । मंडुक्कलिया 5 साहू जयणा सो संकमे सणियं ॥४॥ हत्थी विउव्विओ जो आगच्छइ मग्गओ गुलगुलिंतो।
ण य गइभेयं कुणई गएण हत्थेण उच्छूढो ॥५॥ बेइ पडतो मिच्छा मि दुक्कडं जियविराहिया मेत्ति । ण य अप्पाणे चिंता देवो तुट्ठो णमंसइ य ॥६॥ સાધુઓએ પણ વચનગુપ્તિ કરવા યોગ્ય છે.
(૩) કાયગુપ્તિનું ઉદાહરણ - કોઈ સાધુ સાર્થની સાથે મોટા જંગલના વિહારમાં નીકળ્યો. 10 આગળ જતાં જ્યાં સાથે પોતાનો પડાવ નાંખ્યો ત્યાં સાધુને રહેવા માટે કોઈ અચિત્તભૂમિ મળી
નહીં. (ચારે બાજુ શોધખોળ કરતા) સાધુને કોઈ પણ રીતે માત્ર એક પગ મૂકી શકે એટલી અચિત્તભૂમિ પ્રાપ્ત થઈ. એક પગ ઉપર ઊભા રહીને તે સાધુએ આખી રાત પસાર કરી. આખી રાત એક જ પગ ઉપર ઊભા રહેવાથી સાધુનો તે પગ જડ બની ગયો, પરંતુ કોઈ સચિત્તભૂમિ
ઉપર પગ મૂક્યો નહીં. આ પ્રમાણે અન્ય સાધુઓએ પણ કાયગુપ્તિનું પાલન કરવું જોઈએ. 15 અથવા મોટો ભય ઉત્પન્ન થવા છતાં પણ જેમ એક સાધુએ ગતિભેદ ન કર્યો અર્થાત્
સચિત્તભૂમિ ઉપર ન ચાલ્યો. તે રીતે કાયગુપ્તિનું પાલન કરવું જોઈએ. (આ જ દૃષ્ટાન્તને હવે બતાવે છે કે – કોઈ એક સાધુની કાયગુપ્તિનું પાલન જોઈને) ઇન્દ્ર દેવસભામાં તેની પ્રશંસા કરી. તેમાં એક દેવને શ્રદ્ધા ન બેસતા તે આ સાધુની પરીક્ષા કરવા આવ્યો. સાધુ જે માર્ગમાં પસાર
થઈ રહ્યો હતો. તે માર્ગમાં ચારે બાજુ પુષ્કળ પ્રમાણમાં દેડકીઓ વિદુર્થી. તેથી સાધુ કોઈ દેડકી 20 ઉપર પોતાનો પગ ન આવી જાય તે માટે ધીમે ધીમે જયણા પૂર્વક આગળ વધે છે.
- ત્યાર પછી દેવે હાથી વિકર્યો કે જે ડોલતો-ડોલતો તે જ માર્ગમાં સામેથી આવે છે. સામેથી હાથી ચાલતો આવી રહ્યો હોવા છતાં તે સાધુ તે અચિત્તમાર્ગને છોડીને આજુ-બાજુ રહેલી સચિત્તભૂમિ ઉપર જઈને હાથીને જવા માટે રસ્તો આપ્યો નહીં. તેથી હાથીએ પોતાની
સૂંઢમાં તે સાધુને ઊંચકીને ઊંચે ઉછાળ્યો. ત્યારે નીચે પડતો તે સાધુ “જીવોની મારાદ્વારા 25 વિરાધના થશે” એમ વિચારી મિચ્છા મિ દુક્કડં કહે છે, પરંતુ પોતાની ચિંતા કરતો નથી. આ
જોઈને દેવ ખુશ થાય છે અને તે સાધુને નમસ્કાર કરે છે. ७. कायिकगुप्त्याहरणं अध्वप्रपन्नको यथा साधुः । आवासिते सार्थे न लभते तत्र स्थण्डिलं किञ्चित् ॥१॥ लब्धं चानेन कथमपि एकः पादो यत्र प्रतिष्ठति । तत्र स्थितैकपादः सर्वां रात्रि तत्र स्तब्धः (स्थितः) ॥२॥
न स्थापितं किञ्चिदस्थण्डिले भवितव्यमेवं गुप्तेन । सुमहाभयेऽप्यथवा साधुर्न भिन्नत्ति गतिमेकः ॥३॥ 30 शक्रप्रशंसा अश्रद्धानं देवागमो विकुर्वति च । मण्डूकिकाः साधुर्यतनया स संक्रामति शनैः ॥४॥ हस्ती
विकुर्वितो य आगच्छति पृष्ठतो गुलगुलायमानः । न च गतिभेदं करोति गजेन हस्तेनोत्क्षिप्तः ॥५॥ ब्रूते पतन् मिथ्या मे दुष्कृतं जीवा विराद्धा मयेति । न चात्मनि चिन्ता देवस्तुष्टो नमस्यति च ॥६॥