________________
૨૭૬ *
जह दाएमि । दद्रुण तयं साहू सुट्टुतरमगारवा जाया ॥६॥
'पडिक्कमामि तिहिं विराहणाहिं णाणविराहणाए ३', प्रतिक्रामामि तिसृभिर्विराधनाभितिचार इत्यादि पूर्ववत्, तद्यथा - ज्ञानविराधनयेत्यादि, तत्र विराधनं कस्यचिद्वस्तुनः खण्डनं तदेव विराधना ज्ञानस्य विराधना ज्ञानविराधना-ज्ञानप्रत्यनीकतादिलक्षणा तया, उक्तं च'णाणपडिणीय णिण्हव अच्चासायण तदंतरायं च । कुणमाणस्सऽइयारो णाणविसंवादजोगं 'च ॥१॥' तत्र प्रत्यनीकता पञ्चविधज्ञाननिन्दया, तद्यथा - आभिनिबोधिकज्ञानमशोभनं, यतस्तदवगतं कदाचित्तथा भवति कदाचिदन्यथेति श्रुतज्ञानमपि शीलविकलस्याकिञ्चित्करत्वादशोभनमेव, अवधिज्ञानमप्यरूपिद्रव्यागोचरत्वादसाधु, मनःपर्यायज्ञानमपि मनुष्यलोकावधिपरिच्छिन्नगोचरत्वादशोभनं, केवलज्ञानमपि समयभेदेन दर्शनज्ञानप्रवृत्तेरेकसमयेऽकेवलत्वादशोभनमिति, निह्नवो10 હું જીભને બતાવું છું.” આ પ્રમાણેની દશામાં પોતાના ગુરુને જોઈને તે સાધુઓ બહુ જ. સારી રીતે ગૌરવરહિત થયા.
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
5
‘પડિમામિ તિહિં વિરાäિ ત્રણ પ્રકારની વિરાધનાઓને કારણે મારાદ્વારા જે અતિચાર સેવાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું. તે ત્રણ વિરાધનાઓ આ પ્રમાણે જાણવી – જ્ઞાનની વિરાધનાને કારણે... વિગેરે (મૂળસૂત્રપ્રમાણે જાણવું.) તેમાં કોઈક વસ્તુનું (જ્ઞાનાદિવસ્તુનું) 15 ખંડન તે વિરાધન. અને તે વિરાધન પોતે જ વિરાધના જાણવી. જ્ઞાનની વિરાધના તે જ્ઞાનવિરાધના (એ પ્રમાણે સમાસ જાણવો.) અર્થાત્ જ્ઞાનની શત્રુતા વિગેરે, તેના કારણે (જે અતિચાર...)
કહ્યું છે “જ્ઞાનની શત્રુતા, છૂપાવવું, અત્યંતાશાતના, જ્ઞાનનો અંતરાય અને જ્ઞાનના વિસંવાદયોગને કરનાર સાધુ જ્ઞાનના અતિચારોને કરે છે.” ॥૧॥ જ્ઞાનની શત્રુતા પંચવિધજ્ઞાનની નિંદાવડે જાણવી. તે આ પ્રમાણે – મતિજ્ઞાન એ બરાબર નથી, કારણ કે તેનાથી જણાયેલ વસ્તુ 20 ક્યારેક તે પ્રમાણે હોય તો ક્યારેક બીજી રીતે હોય છે. (અર્થાત્ ક્યારેક સાચું પડે તો ક્યારેક ખોટું પણ પડે.)
શ્રુતજ્ઞાન પણ જો ચારિત્રરહિત હોય તો જીવને નકામું હોવાથી બરાબર નથી. (અર્થાત્ ચારિત્રરહિત જીવ પાસે ગમે તેટલું જ્ઞાન હોવા છતાં દુર્ગતિમાં જતા તે જીવને શ્રુતજ્ઞાન બચાવી શકતું ન હોવાથી બરાબર નથી.) અવિધજ્ઞાન પણ અરૂપીદ્રવ્યવિષયક ન હોવાથી (=અવધિજ્ઞાનમાં 25 અરૂપીદ્રવ્યો દેખાતા ન હોવાથી) બરાબર નથી. મનઃપર્યવજ્ઞાન પણ સારું નથી કારણ કે અઢીદ્વીપનાં અવધિજ્ઞાનમાં જણાતી વસ્તુવિષયક છે. (આશય એ છે કે મનઃપર્યવજ્ઞાની જીવ મન:પર્યવજ્ઞાનદ્વારા અઢીદ્વીપમાં રહેનારા જીવોના મનોગત ભાવોને જાણી શકે છે. આ જ મનોગતભાવોને જેને અઢીદ્વીપસંબંધી અવિધજ્ઞાન થયું હોય તે પોતાના અધિજ્ઞાનથી જાણી શકે છે. આમ મનઃપર્યવજ્ઞાનમાં જણાતી વસ્તુ અવધિજ્ઞાનથી જણાઈ જતી હોવાથી મનઃપર્યવજ્ઞાન નકામું છે.) 30 કેવલજ્ઞાન પણ પ્રથમ સમયે કેવલજ્ઞાન અને પછીના સમયે કેવલદર્શન - એ રીતે જ્ઞાન-દર્શન વારાફરતી થતું હોવાથી જે સમયે દર્શન છે તે સમયે જ્ઞાન ન હોવાથી અને જે સમયે જ્ઞાન થાય ९. जिह्वां दर्शयामि । दृष्ट्वा तकम् साधवः सुष्ठुतरमगौरवा जाताः ॥६॥