________________
સમ્યક્ત્વથી જ્ઞાનની શુદ્ધિ (નિ.-૧૧૫૫)
* ૧૨૫
एव, 'सम्यग्दृष्टेर्ज्ञानं मिथ्यादृष्टेर्विपर्यास' इति वचनात्, तथा न च दर्शनं न भावः, किन्तु भाव एव, भावलिङ्गान्तर्गतमित्यर्थः तेन कारणेन ज्ञानस्य तद्भावभावित्वाद्दर्शनस्य ज्ञानोपकारकत्वाद् रेति प्राग्वत् ' दिट्ठिन्ति प्राकृतशैल्या दर्शनमस्यास्तीति दर्शनी तं दर्शनिनं, ‘પ્રણમામ:' પૂનયામ કૃતિ ગાથાર્થ: ॥૪॥
स्यादेतत्–सम्यक्त्वज्ञानयोर्युगपद्भावादुपकार्योपकारकभावानुपपत्तिरिति एतच्चासद्, यतः– 5 जुगवंपि समुप्पन्नं सम्मत्तं अहिगमं विसोहेइ ।
जह कायगमंजणाई जलदिट्ठीओ विसोहंति ॥ ११५५ ॥
व्याख्या- 'युगपदपि' तुल्यकालमपि 'समुत्पन्नं' सञ्जातं सम्यक्त्वं ज्ञानेन सह 'अधिगमं विशोधयति' अधिगम्यन्ते परिच्छिद्यन्ते पदार्था येन सोऽधिगम: - ज्ञानमेवोच्यते, तमधिगमं विशोधयति - ज्ञानं विमलीकरोतीत्यर्थः, अत्रार्थे दृष्टान्तमाह-यथा काचकाञ्जने जलदृष्टी विशोध- 10 यत इति, कचको वृक्षस्तस्येदं काचकं फलम्, अञ्जनं- सौवीरादि, काचकं चाञ्जनं च काचાઅને, અનુસ્વારોત્રાનાક્ષળિ:, નામ્—વ, દૃષ્ટિ:—સ્વવિષયે લોચનપ્રસારાભક્ષા, जलं च दृष्टिश्च जलदृष्टी ते विशोधयत इति गाथार्थः ॥ ११५५ ॥
જ પ્રમાણે દર્શન વિના જ્ઞાન નથી, પરંતુ દર્શનીને જ જ્ઞાન હોય છે, કારણ કે ‘સમ્યગ્દષ્ટિનું જ્ઞાન જ્ઞાનરૂપ છે, મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન જ્ઞાનરૂપ નથી' એવું વચન છે. તથા દર્શન એ ભાવ નથી 15 એવું નથી, પણ ભાવ જ છે અર્થાત્ ભાવલિંગમાં એનો સમાવેશ થાય છે. તેથી દર્શન હોય તો જ જ્ઞાન થતું હોવાથી દર્શન એ જ્ઞાનનું ઉપકારક છે. તેથી=દર્શનની મુખ્યતા હોવાથી દર્શનવાળા એવા દર્શનીને અમે વંદન કરીએ છીએ. ‘” પૂર્વની જેમ નિપાતપૂર્તિ માટે છે. ૧૧૫૪॥
અવતરણિકા :- શંકા :- સમ્યક્ત્વ અને જ્ઞાન બંને એક સાથે પ્રાપ્ત થતાં હોવાથી સમ્યક્ત્વ એ ઉપકારક અને જ્ઞાન એ ઉપકાર્ય છે એવું કેવી રીતે કહેવાય ?
સમાધાન :- આ વાત યોગ્ય નથી, કારણ કે →
ગાથાર્થ :- સાથે ઉત્પન્ન થવા છતાં પણ સમ્યક્ત્વ જ્ઞાનને નિર્મલ કરે છે. જેમ કાચક અને અંજન (ક્રમશઃ) પાણી અને દૃષ્ટિને નિર્મલ કરે છે.
20
ટીકાર્થ :- જ્ઞાન સાથે તુલ્યકાલમાં ઉત્પન્ન થતું સમ્યક્ત્વ અધિગમ=જ્ઞાનને નિર્મલ કરે છે. જેનાવડે જીવાદિ પદાર્થો જણાય તે અધિગમ અર્થાત્ જ્ઞાન. આ વિષયમાં દૃષ્ટાન્ત કહે છે કે જેમ 25 કાચક અને અંજન (ક્રમશઃ) પાણી અને દૃષ્ટિને નિર્મલ કરે છે. કચકનામનું વૃક્ષ છે, તેનું ફલ (ફટકડી) કાચકશબ્દથી ઓળખાય છે. સૌવીરાદિ અંજન જાણવા. કાચક અને અંજન તે કાચકાંજન (એ પ્રમાણે સમાસવિગ્રહ જાણવો.) ‘જાયનમંના અહીં જે અનુસ્વાર છે તે અલાક્ષણિક (=ઉચ્ચાર કરવામાં સરળતા રહે તે સિવાય બીજા કોઈ પ્રયોજન વિનાનો) છે. જલ=પાણી, દૃષ્ટિ એટલે પોતાના વિષયને (=જોવા લાયક વસ્તુને) જોવું. જલ અને દૃષ્ટિ તે જલદૃષ્ટિ (એ 30 પ્રમાણે સમાસવિગ્રહ જાણવો.) આ જલદૃષ્ટિને નિર્મલ કરે છે. (અર્થાત્ ફટકડી જલને, અંજન દૃષ્ટિને નિર્મલ કરે છે.) ૧૧૫૫