________________
5
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
चारित्रैश्वर्यापहारतोऽसारीक्रियते एभिरात्मेति दण्डाः द्रव्यभावभेदभिन्नाः, भावदण्डैरिहाधिकारः, तैर्हेतुभूतैर्योऽतिचारः, भेदेन दर्शयति - मनोदण्डेन वाग्दण्डेन कायदण्डेन, मनःप्रभृतिभिश्च दुष्प्रयुक्तैर्दण्ड्यते आत्मेति, अत्र चोदाहरणानि तत्थ मणदंडे उदाहरणं - कोंकणगखमणओ, सो उड्डाणू अहोसिरो चिंतिंतो अच्छइ, साहूणो अहो खंतो सुहज्झाणोवगओत्ति वंदंति, चिरेण संलावं देउमारद्धो, साहूहिं पुच्छिओ, भणइ - खरो वाओ वायति, जइ ते मम पुत्ता संपयं वल्लराणि पलीविज्जा तो तेसिं वरिसारत्ते सरसाए भूमीए सुबहू सालिसंपया होज्जा, एवं चिंतियं मे, आयरिएण वारिओ ठिओ, तो एवमाइ जं असुहं मणेण चिंतेइ सो मणदंडो ॥ १ ॥ वइदंडे उदाहरणं-साहू सण्णाभूमीओ आगओ, अविहीए आलोएइ - जहां सूयरवंदं दिनंति,
૨૬૮
ત્રણ દંડોના કારણે જે મારાદ્વારા દૈવસિક અતિચાર સેવાયો છે તેનું હું પ્રતિક્રમણ કરું છું. 10. જેનાવડે આત્મા ચારિત્રરૂપ ઐશ્વર્યને દૂર કરવા દ્વારા અસારરૂપે કરાય છે. (અર્થાત્ આત્માના ચારિત્રરૂપ ઐશ્વર્યને ચોરી લઈને જે આત્માને તદ્દન અસાર કરે છે) તે દંડ કહેવાય છે. તે દંડ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. અહીં ભાવદંડની વાત છે. તે કારણભૂત એવા ભાવદંડોને કારણે જે અતિચાર (સેવાયો તેનું...), તે ભાવદંડોના જ ભેદો જણાવે છે મનદંડ, વચનદંડ અને કાયદંડ. દુષ્પ્રયુક્ત=ખોટી રીતે પ્રયોગ કરાયેલા એવા આ મનાદિના કારણે આત્મા દંડાય 15 છે. આ વિષયમાં ઉદાહરણો આ પ્રમાણે છે. તેમાં પ્રથમ મનદંડમાં ઉદાહરણ +
-
કોંકણગદેશનો એક સાધુ જાનુ ઉપર અને મસ્તક નીચે એટલે કે શીર્ષાસનમાં રહીને મનમાં કંઈક વિચારી રહ્યો હોય છે. આ જોઈને અન્ય સાધુઓ “અહો ! આ સ્થવિર કેવું શુભ ધ્યાન કરી રહ્યો છે.” એમ વિચારી તેને વંદન કરે છે. (અને કંઈક પ્રત્યુત્તર આપે એવી આશાથી સાધુઓ ત્યાં જ ઊભા રહે છે.) ઘણી વાર સુધી શીર્ષાસનમાં રહીને પછી તે સ્થવિર 20 સાધુઓ સાથે વાતચીત કરવા લાગે છે.
સાધુઓએ વૃદ્ધને પૂછ્યું (– તમે શેનું ધ્યાન કરતા હતા ?) વૃદ્ધે કહ્યું – “અત્યારે કર્કશ પવન ફૂંકાઈ રહ્યો છે. તેથી જો મારા પુત્રો અત્યારે ખેતીમાં ઉગેલા ઘાસ વિગેરેને બાળી નાંખશે તો તેઓને વર્ષાકાળમાં રસકસવાળી તે જમીનમાં ઘણો સારો એવો ચોખાનો પાક થશે. આ પ્રમાણે હું વિચારી રહ્યો હતો.” (આ વાત સાધુઓએ આચાર્યને કહી.) તેથી આચાર્યે તે વૃદ્ધ 25 સાધુને આવું ચિંતન સાધુથી કરાય નહીં એ પ્રમાણે સમજાવ્યો જેથી તે વૃદ્ધ આવા ચિંતનને બીજી વાર કરતા અટક્યો. આ પ્રમાણેનું મનથી જે અશુભ ચિંતન કરે છે તે મનદંડ કહેવાય છે. II૧૫
(૨) વચનદંડમાં ઉદાહરણ → એક સાધુ સંજ્ઞાભૂમિથી પાછો ઉપાશ્રયે આવ્યો. આવીને
२. तत्र मनोदण्डे उदाहरणं-कोङ्कणकक्षपकः, स ऊर्ध्वजानुरधः शिराश्चिन्तयन् तिष्ठति, साधवः अहो वृद्धः शुभध्यानोपगत इति वन्दन्ते, चिरेण संलापं दातुमारब्धः, साधुभिः पृष्टः, भणति खरो वातो वाति, यदि 30 ते मम पुत्राः साम्प्रतं तृणादीनि प्रदीपयेयुः तदा तेषां वर्षारात्रे सरसायां भूमौ सुबह्वी शालीसंपत् भवेत्, एवं चिन्तितं मया, आचार्येण वारितः स्थितः, तदेवमादि यदशुभं मनसा चिन्तयति स मनोदण्डः ॥ १ ॥ वाग्दण्डे उदाहरणं-साधुः संज्ञाभूमेरागतः, अविधिनाऽऽलोचयति यथा शूकरवृन्दं दृष्टमित्ति,