________________
5
10
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) अणाढियं च थद्धं च पव्विद्धं परिपिंडियं ।
टोलगइ अंकुसं चेव, तहा कच्छभरिंगियं ॥ १२०८ ॥
व्याख्या- 'अनादृतम्' अनादरं सम्भ्रमरहितं वन्दते १, 'स्तब्धं' जात्यादिमदस्तब्धो वन्दते २, 'प्रविद्धं' वन्दनकं दददेव नश्यति ३, 'परिपिण्डितं' प्रभूतानेकवन्दनेन वन्दते आवर्तान् व्यञ्जनाभिलापान् वाऽव्यवच्छिन्नान् कुर्वन् ४, 'टोलगति' तिड्डवदुत्प्लुत्य २ विसंस्थलं वन्दते ५, ‘अङ्कुशं’ रजोहरणमङ्कुशवत्करद्वयेन गृहीत्वा वन्दते ६, कच्छभरिंगियं' कच्छपवत् रिङ्गितं कच्छपवत् रिङ्गन् वन्दत इति गाथार्थः ७ ॥ १२०८ ॥
मच्छुव्वत्तं मणसा पउट्टं तह य वेइयावद्धं ।
भयसा चेव भयंतं, मित्ती गारवकारणा ॥९२०९ ॥ व्याख्या-'मत्स्योद्वृत्तम्' एकं वन्दित्वा मत्स्यवद् द्रुतं द्वितीयं साधुं द्वितीयपार्श्वेन रेचकावर्तेन परावर्तते ८, 'मनसा प्रदुष्टं' वन्द्यो हीनः केनचिद्गुणेन, तमेव च मनसि कृत्वा
૧૬૮
*
ગાથાર્થ :- અનાદર, સ્તબ્ધ, પ્રવિદ્ધ, પરિપિંડિત, ટોલગતિ, અંકુશ તથા કાચબાની જેમ આગળ-પાછળ હલન-ચલન કરવું.
ટીકાર્થ :- (૧) સંભ્રમ એટલે આદર, તેનાથી રહિત વંદન કરે તે અનાદર. (અનાદરથી 15 કરાતું વંદન પણ અનાદર જ કહેવાય. એ પ્રમાણે આગળ પણ સમજી લેવું.) (૨) જાતિ વિગેરેના અહંકાર પૂર્વક સાધુ વંદન કરે તે સ્તબ્ધદોષથી દૂષિત વંદન જાણવું. (૩) વંદનને કરતા-કરતા પૂર્ણ થયા પહેલાં જ ભાગી જાય, તે પ્રવિદ્ધ કહેવાય. (૪) (પરિપિંડિત=એક સ્થાને ભેગા થયેલા) ઘણા બધા આચાર્ય વિગેરેને એક વંદનન્દ્વારા વંદન કરે. અથવા આવર્તોને કે સૂત્રોચ્ચારરૂપ વ્યંજનાભિલાપોને સતત કરતો વંદન કરે. (અર્થાત્ એક-બે-ત્રણ- એ રીતે આવર્તોના 20 ભેદ પડવા જોઈએ. એની બદલે એટલું ઝડપથી કરે કે જેમાં આવર્તોના ભેદ જ પડે નહીં. અથવા સંપદા વિગેરે જાળવવાપૂર્વક સૂત્રોચ્ચારણ કરવું જોઈએ એની બદલે એટલું ઝડપથી સૂત્ર બોલે કે ક્યાંય વચ્ચે વિરામસ્થાનાદિ આવે નહીં. આ રીતે કરતો વંદન કરે.) તે પરિપિંડિતવંદન.
(H)*
(૫) (અવગ્રહમાં પ્રવેશતા-નીકળતા) તીડ(જંતુવિશેષ)ની જેમ કૂદકા મારતા-મારતા (પ્રવેશનિર્ગમ) કરે તે ટોલગતિ. (૬) બે હાથે અંકુશની જેમ રજોહરણને પકડીને વંદન કરે તે અંકુશ. 25 (૭) કાચબાની જેમ સૂત્ર ઉચ્ચારણસમયે આગળ-પાછળ હલન-ચલન કરે તે કચ્છપરિંગિત.
||૧૨૦૮
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- (૮) એકને વંદન કરીને બાજુમાં ઊભા રહેલા વંદનીય અન્ય સાધુને વંદન કરવા બેઠા-બેઠા જ માછલીની જેમ ઝડપથી પોતાના પડખાને ફેરવે તે મત્સ્યોદ્ભુત. (અહીં 30 માછલીની જેમ ઝડપથી પોતાના અંગને ફેરવવું તે રેચકાવર્ત કહેવાય છે.) (૯) વંદનીય સાધુ પોતાનાથી કોઈ ગુણમાં હીન હોય, અને તે ગુણને મનમાં કરીને દ્વેષપૂર્વક વંદન કરે તે મનપ્રદુષ્ટ કહેવાય.