________________
15
૧૭૮ * આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) नैषेधिकी, प्राकृतशैल्या छान्दसत्वाद्वा नैषेधिकेत्युच्यते, एवं शेषपदार्थोऽपि प्रकृतिप्रत्ययव्युत्पत्त्या वक्तव्यः, विनेयासम्मोहार्थं तु न ब्रूमः ।।
अयं च प्रकृतसूत्रार्थः-अवग्रहाद्वहिःस्थितो विनेयोऽर्द्धावनतकायः करद्वयगृहीतरजोहरणो वन्दनायोद्यत एवमाह 'इच्छामि' अभिलषामि हे क्षमाश्रमण ! 'वन्दितुं' नमस्कर्तुं, भवन्तमिति 5 गम्यते, यापनीयया यथाशक्तियुक्तया नैषेधिक्या-प्राणातिपातादिनिवृत्तया तन्वा-शरीरेणेत्यर्थः,
अत्रान्तरे गुरुक्क्षेपादियुक्तः 'त्रिविधेने'ति भणति, ततः शिष्यः संक्षेपवन्दनं करोति, व्याक्षेपादिविकलस्तु 'छन्दसे 'ति भणति, ततो विनेयस्तत्रस्थ एवमाह-'अनुजानीत' अनुज्ञां प्रयच्छत, 'मम' इत्यात्मनिर्देशे, कं ?-मितश्चासाववग्रहश्चेति मितावग्रहस्तं, चतुर्दिशमिहाचार्यस्या
त्मप्रमाणं क्षेत्रमवग्रहस्तमनुज्ञां विहाय प्रवेष्टुं न कल्पते, ततो गुरुर्भणति-अनुजानामि, ततः 10 शिष्यो नैषेधिक्या प्रविश्य गुरुपादान्तिकं निधाय तत्र रजोहरणं तल्ललाटं च कराभ्यां संस्पृश
નૈષધિકી. પ્રાકૃતશૈલીથી અથવા છાન્દસપ્રયોગ હોવાથી નૈષધિકા (=નિસહિયા) કહેવાય છે. આ પ્રમાણે પ્રકૃતિ ધાતુઓ, તેના પ્રત્યયો અને વ્યુત્પત્તિવડે શેષ પદાર્થો પણ કહેવા યોગ્ય છે. (અર્થાત્ પુનાદ વિગેરે પદોમાં કયો ધાતુ? કયો પ્રત્યય ? વિગેરે સ્વયં વિચારી લેવું.) જો કે અહીં શિષ્યને સંમોહ થાય નહીં તે માટે અમે જણાવતા નથી.
પ્રસ્તુત સૂત્રનો અર્થ આ પ્રમાણે જાણવો ન અવગ્રહથી બહાર રહેલો, અર્ધ નમાવેલી કાયાવાળો, બંને હાથોથી ગ્રહણ કરેલું છે રજોહરણ જેનાવડે તેવો, અને વંદન કરવા માટે ઉદ્યત થયેલો શિષ્ય આ પ્રમાણે બોલે છે – હું ઇચ્છું છું કે ક્ષમાશ્રમણ ! આપને વંદન કરવાને માટે.
મવન્ત’ શબ્દ સૂત્રમાં ન હોવા છતાં જાણી લેવો. (કેવી રીતે વંદન કરવા માટે ?) યથાશક્તિથી
યુક્ત (એટલે કે કાર્ય કરવામાં સમર્થ અને નિરોગી, તથા) પ્રાણાતિપાતાદિથી પાછા ફરેલા એવા 20 શરીરવડે વંદન કરવાને ઇચ્છું છું.
આ સમયે જો ગુરુ વ્યાપાદિથી યુક્ત હોય (=કોઈ કાર્યાદિમાં વ્યસ્ત હોય) તો તેઓ ત્રિવિધેન’ શબ્દ બોલે છે. (અર્થાતુ કાર્યમાં વ્યસ્ત છું માટે તું મન-વચન-કાયારૂપ ત્રિવિધવડે સંક્ષેપમાં વંદન કરે.) ત્યારે શિષ્ય સંક્ષેપવંદન (=મસ્થળ વંમિ) કરે છે. પરંતુ જો વ્યાક્ષેપાદિથી
રહિત હોય તો ગુરુ “ઇન્સા' શબ્દ બોલે છે. (અર્થાત્ તું વંદન કરવાને ઇચ્છતો હોય તો મને 25 વાંધો નથી.)
ત્યારે ત્યાં જ ઊભેલો શિષ્ય આ પ્રમાણે કહે છે – મને અનુજ્ઞા આપો. શેની અનુજ્ઞા? – મિત એવો જે અવગ્રહ તે મિતાવગ્રહ, તે મિતાવગ્રહની (=તેમાં પ્રવેશ કરવાની) મને અનુજ્ઞા આપો. આચાર્યની ચારે દિશામાં આત્મપ્રમાણ (=લગભગ સાડાત્રણ હાથ પ્રમાણ) ક્ષેત્ર એ
અવગ્રહ કહેવાય છે. આ અવગ્રહમાં આચાર્યની અનુજ્ઞા મેળવ્યા વિના શિષ્યને પ્રવેશ કરવો 30 કલ્પતો નથી. તેથી અનુજ્ઞા માંગીને પ્રવેશ કરવા યોગ્ય છે.)
ત્યાર પછી ગુરુ કહે – “હું અનુજ્ઞા આપું છું.” ત્યાર પછી શિષ્ય નિસીવિડે (=સર્વ અશુભ વ્યાપારોનો ત્યાગ કરવાવડે) અવગ્રહમાં પ્રવેશ કરીને ગુરુના ચરણોની પાસે ભૂમિ ઉપર