________________
વંદનસંબંધી ગુરુની વિધિ (નિ.-૧૨૨૫-૨૬) * ૧૮૭
अधुना वन्द्यगतविधिप्रतिपादनायाह नियुक्तिकार :
छंदेणऽणुजाणामि तहत्ति तुझंप वई एवं । अहमवि खामेमि तुमे वयणाई वंदणहिस्स ॥१२२५॥
व्याख्या-छन्दसा अनुजानामि तथेति युष्माकमपि वर्तते एवमहमपि क्षमयामि त्वां वचनानि 'वन्दनार्हस्य' वन्दनयोग्यस्य, विषयविभागस्तु पदार्थनिरूपणायां निदर्शित एवेति 5 થાર્થ:।।૬૨૨॥
तेवि पडिच्छियव्वं गारवरहिएण सुद्धहियएण ।
किइकम्मकारगस्सा संवेगं संजणंतेणं ॥१२२६॥
व्याख्या—'तेन' वन्दनार्हेण एवं प्रत्येष्टव्यम्, अपिशब्दस्यैवंकारार्थत्वादृद्ध्यादिगारवरहितेन, ‘શુદ્ધયેન’ ષાવિપ્રમુન, ‘કૃતિ મંજારવ' વન્દ્રનતું: સંવેનું નનયતા, સંવેશ:- 10 शरीरादिपृथग्भावो मोक्षौत्सुक्यं वेति गाथार्थः ॥१२२६॥
इत्थं सूत्रस्पर्शनिर्युक्त्या व्याख्यातं सूत्रम्, उक्तः पदार्थः पदविग्रहश्चेति, साम्प्रतं चालना,
કહે છે
જણાવી છે. II૧૨૨૪૦
અવતરણિકા :- હવે વંદનીય એવા ગુરુ સંબંધી વિધિનું પ્રતિપાદન કરવા માટે નિર્યુક્તિકાર
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્ય :- (શિષ્યના પ્રશ્નો સામે ગુરુ જે જવાબ આપે તે જણાવે છે.) છન્દેન’= અભિપ્રાયવડે, હું અનુજ્ઞા આપું છું, તત્તિ, તમારી–શિષ્યોની પણ યાત્રા આ પ્રમાણે=સુખરૂપે વર્તે છે ?, હું પણ તને ખમાવું છું, આ પ્રમાણે વંદનીયગુરુના વચનો જાણવા. આ વચનો કયા કયા સ્થાને બોલે તે વિભાગ પદાર્થના નિરૂપણમાં જણાવી દીધો જ છે. ૧૨૨૫॥
15
20
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- મૂળમાં ‘પિ’ શબ્દનો ‘વં’ અર્થ કરવો. તેથી વંદનીય ગુરુએ આ પ્રમાણે (=ગા. ૧૨૨૫માં કહ્યા પ્રમાણે) શિષ્યનું વંદન સ્વીકારવું જોઈએ. (અર્થાત્ શિષ્ય જ્યારે વંદન કરવા આવે ત્યારે જો કોઈ વ્યસ્તતા ન હોય ત્યારે ગુરુએ પણ ઉપર પ્રમાણેના જવાબો આપીને શિષ્યના વંદનને સ્વીકારવું જોઈએ. તે કઈ રીતે ? તે કહે છે —) ઋદ્ધિ વિગેરે ગારવથી રહિત, 25 કષાયથી રહિત, વંદન કરનાર શિષ્યને સંવેગ ઉત્પન્ન કરતાં ગુરુએ (અર્થાત્ ગુરુએ પણ ઋદ્ધિ વિગેરે ગારવ અને કષાયથી રહિત બનીને શિષ્યને સંવેગભાવ ઉત્પન્ન કરવા દ્વારા શિષ્યનું વંદન સ્વીકારવું જોઈએ.) સંવેગ એટલે શરીરાદિથી આત્માનું ભેદજ્ઞાન અથવા મોક્ષની ઉત્કંઠા. ॥૧૨૨૬॥
અવતરણિકા :- આ પ્રમાણે સૂત્રસ્પર્શિકનિર્યુક્તિવડે સૂત્ર વ્યાખ્યાન કરાયું અને સાથે 30 પદાર્થ તથા (તે-તે સ્થાને) પદવિગ્રહરૂપ બે દ્વારો પૂરા કર્યાં. હવે ચાલના=પ્રશ્નનો અવસર છે.