________________
5
૨૩૨ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) एवं तिर्यग्नरामरेष्वपि विभाषा, नवरं शुभनरामरायुर्हेतुभ्यो मायाद्यनासेवनादिलक्षणेभ्यो निराशंसेनैवापवर्गाभिलाषिणाऽपि न प्रतिक्रान्तव्यं, 'भावपडिक्कमणं पुण तिविहं तिविहेण णेयव्वं' तदेतदनन्तरोदितं भावप्रतिक्रमणं पुनस्त्रिविधं त्रिविधेनैव नेतव्यं, पुनःशब्दस्यैवकारार्थत्वात्, एतदुक्तं भवति–'मिच्छत्ताइ न गच्छइ ण य गच्छावेइ णाणुजाणई । जं मणवइकाएहिं तं भणियं भावपडिकमणं ॥१॥' 'मनसा न गच्छति' न चिन्तयति यथा शोभन: शाक्यादिधर्मः, वाचा नाभिधत्ते, कायेन न तैः सह निष्प्रयोजनं संसर्ग करोति, तथा “न य गच्छावेइ' मनसा न चिन्तयति-कथमेष तच्चनिकादिः स्यात् ?, वाचा न प्रवर्तयति यथा तच्चनिकादिर्भव, कायेन न तच्चनिकादीनामर्पयति, 'णाणुजाणइ' कश्चित्तच्चनिकादिर्भवति न तं मनसाऽनुमोदयति
तूष्णीं वाऽऽस्ते, वाचा न सुष्ठवारब्धं कृतं वेति भणति, कायेन न नखच्छोटिकादि प्रयच्छति, 10 વિમસંયમવિષ્યપિ વિમા વહેંતિ પથાર્થ: ભારપરા
અથવા વિપરીત રીતે તેની પ્રરૂપણા કરી હોય તેનું પ્રતિક્રમણ કરવા યોગ્ય છે. આ જ પ્રમાણે તિર્યંચ, નર, દેવોમાં પણ વર્ણન કરવું.
(શંકા ઃ જો ચારે ગતિના આયુબંધના કારણોનું પ્રતિક્રમણ કરવાનું હોય તો માયા વગેરે ન કરવા=અમાયા વિગેરે એ મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્યના બંધનું કારણ છે. તેથી તમારા કહેવા 15 પ્રમાણે માયા વિગેરેના અનાસેવનનું અમાયા વિગેરેનું પણ પ્રતિક્રમણ કરવાની આપત્તિ આવશે. આવી શંકાનું સમાધાન આપે છે કે –)
પછીના ભવમાં મને ચક્રવર્તીના ભોગો કે ઇન્દ્રઋદ્ધિ પ્રાપ્ત થાઓ” આવી કોઈ પણ પ્રકારની આશંસા વિના સેવાતા માયાદિના અનાસેવનાદિરૂપ શુભ નર-દેવાયુબંધના કારણોનું
મોક્ષના અભિલાષી જીવે પણ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. 20. હમણાં જ (ગા. ૧૨૪૪ વિગેરેમાં) જેનું વર્ણન કર્યું તે ભાવપ્રતિક્રમણ ત્રિવિધ ત્રિવિધેન
જ જાણવું. પુનઃશબ્દ “જ' કાર અર્થમાં છે. આશય એ છે કે – “મન-વચન-કાયાથી મિથ્યાત્વાદિ પામે નહીં, પમાડે નહીં કે અનુમોદે નહીં તે ભાવપ્રતિક્રમણ કહેવાય છે. ૧” જેમ કે, બૌદ્ધ વિગેરેનો ધર્મ સુંદર છે એવું મનથી વિચારે નહીં, વચનથી બોલે નહીં, કાયાથી તેઓની સાથે
કારણ વિના ભેગા થવું વિગેરે સંસર્ગ કરે નહીં. (આ રીતે પોતે મિથ્યાત્વને પામે નહીં.) તથા 25 મિથ્યાત્વ પમાડે નહીં એટલે - આ જીવને બૌદ્ધ વિગેરે ધર્મ કેવી રીતે પમાડું ? આવું મનથી
વિચારે નહીં, તું બૌદ્ધ વિગેરે બની જા આવું બોલવાદ્વારા વચનથી જીવને તે તે ધર્મમાં પ્રવર્તાવે નહીં, અને કાયાથી બૌદ્ધાદિઓને તે જીવ સોંપે નહીં.
અનુમોદે નહીં એટલે – કોઈ જીવ બૌદ્ધ વિગેરે ધર્મ સ્વીકારતો હોય ત્યારે તેની મનથી અનુમોદના કરે નહીં અથવા મૌન ન રહે (પરંતુ સમ્યગૂ નિષેધાત્મક પ્રેરણા કરે.) વચનથી 30 “સારાં ધર્મની શરૂઆત કરી અથવા બહુ સરસ કર્યું આવું બોલે નહીં. તથા કાયાથી ચપટી
વગાડવી વિગેરે કરે નહીં. આ જ પ્રમાણે અસંયમાદિમાં પણ વર્ણન કરવું. /૧૨પરા