________________
૨૫૪ *
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫)
प्ररूपणालक्षणानां यत् खण्डितं - देशतो भग्नं यद्विराधितं - सुतरां भग्नं, न पुनरेकान्ततोऽभावमापादितं, तस्य खण्डनविराधनद्वाराऽऽयातस्य चारित्रातिचारस्यैतद्गोचरस्य ज्ञानादिगोचरस्य च दैवसिकातिचारस्य, एतावता क्रियाकालमाह, तस्यैव 'मिच्छामि दुक्कडं' इत्यनेन तु निष्ठाकालमाह, मिथ्येति - प्रतिक्रामामीति दुष्कृतमेतदकर्तव्यमिदमेवेत्यर्थः, अत्रेयं सूत्रस्पर्शिकगाथा - पडिसिद्धाणं करणे किच्चाणमकरणे य पडिक्कमणं ।
असद्दहणे य तहा विवरीयपरूवणाए य ॥१२७२॥
व्याख्या-'प्रतिषिद्धानां निवारितानामकालस्वाध्यायादीनामतिचाराणां 'करणे' निष्पादने आसेवन इत्यर्थः, किं ? - प्रतिक्रमणमिति योग:, प्रतीपं क्रमणं प्रतिक्रमणमिति व्युत्पत्तेः, 'कृत्यानाम्' आसेवनीयानां कालस्वाध्यायादीनां योगानाम् 'अकरणे' अनिष्पादनेऽनासेवने 10 प्रतिक्रमणम्, अश्रद्धाने च तथा केवलिप्ररूपितानां पदार्थानां प्रतिक्रमणमिति वर्तते, 'विपरीतप्ररूपणायां च ' अन्यथा पदार्थकथनायां च प्रतिक्रमणमिति गाथार्थः ॥ १२७२ ॥
5
જાણવો. (સંપૂર્ણ અર્થ આ પ્રમાણે →) તિરૂં મુત્તી.... વિગેરેથી ગુપ્તિ વિગેરે જે કહ્યા તેઓનું સભ્યશ્રૃતિસેવન, શ્રદ્ધા પ્રરૂપણારૂપ જે શ્રામણયોગો છે તેમાંથી જે ખંડિત થયું એટલે કે દેશથી ખંડન કર્યું એટલે કે થોડું ભાંગ્યું. જે વિરાધિત કર્યું એટલે કે ઘણું ભાંગ્યું. (અર્થાત્ બહુતરદેશનું 15 ખંડન કર્યું કૃતિ ઘૂળૅ) પરંતુ એકાન્તે અભાવ કર્યો એવો અર્થ કરવો નહીં.
(આ રીતે મારાવડે જે અતિચાર સેવાયો છે) તેનું એટલે કે ખંડના અને વિરાધના કરવાદ્વારા પ્રાપ્ત થયેલા ચારિત્રાતિચારોનું, આમ આ ચારિત્રાતિચારવિષયક-અને જ્ઞાનાદિવિષયક એવા દૈવસિકાતિચારનું મિચ્છામિ દુક્કડં. નં ઘેંડિગં નં વિાહિયં સુધીના વાક્યવડે ક્રિયાકાલ કહ્યો. મિચ્છા મિ દુધડ દ્વારા પૂર્ણતાનો કાલ જણાવ્યો. તેમાં મિથ્યા એટલે હું પ્રતિક્રમણ કરું છું. 20 તથા આ દુષ્કૃત છે એટલે કે આ અકર્તવ્ય જ છે. (અહીં સ્પષ્ટાર્થ આ પ્રમાણે કે - જે આ દુષ્કૃત છે એટલે કે જે આ અકર્તવ્ય છે તેનું હું પ્રતિક્રમણ કરું છું એટલે કે તેનાથી હું પાછો ફરું છું.) અવતરણિકા :- પ્રતિક્રમણવિષયમાં સૂત્રસ્પર્શિકગાથા આ પ્રમાણે જાણવી છ
--
ગાથાર્થ :- પ્રતિષિદ્ધોના કરણમાં, કૃત્યોના અકરણમાં પ્રતિક્રમણ કરવાનું હોય છે, તેમ જ અશ્રદ્ધામાં અને વિપરીતપ્રરૂપણામાં પ્રતિક્રમણ કરવાનું હોય છે.
ટીકાર્થ :- તીર્થંકરોવડે નિવારણ કરાયેલા અકાલે સ્વાધ્યાયાદિરૂપ અતિચારોના આસેવનમાં, શું કરવાનું હોય ? પ્રતિક્રમણ કરવાનું હોય છે એ પ્રમાણે અન્વય કરવો, કારણ કે તેના આસેવનથી પાછું ફરવું એવી પ્રતિક્રમણશબ્દની વ્યુત્પત્તિ હોવાથી (તે તે અતિચારોથી પાછા ફરવા પ્રતિક્રમણ કર્તવ્ય બને છે.) યોગ્યકાલે સ્વાધ્યાય કરવો વિગેરે જે યોગો છે તે યોગોને ન આચરો ત્યારે પ્રતિક્રમણ કર્તવ્ય બને છે.
25
30
તથા કેવલિપ્રરૂપિત પદાર્થોની સમ્યક્ શ્રદ્ધા ન કરો ત્યારે પ્રતિક્રમણ કર્તવ્ય બને છે. અને પદાર્થોની ખોટી પ્રરૂપણા કરી હોય ત્યારે પ્રતિક્રમણ કરવાનું હોય છે. I૧૨૭૨॥ આ ગાથાવડે