________________
૨૨૦
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
૬૬
पुरओ काउं अप्पाणं णिंद - तुमं चित्तयरधूया सिया, एयाणि ते पितिसंतियाणि वत्थाणि आभरणाणि य, इमा सिरी रायसिरी, अण्णाओ उदिओदियकुलवंसप्पसूयाओ रायधूयाओ मोत्तुं राया तुमं अणुवत्तइ ता गव्वं मा काहिसि एवं दिवसे २ दारं ढक्केउं करेइ, सवत्तीहिं से कहवि णायं, ताओ रायाणं पायपडियाओ विण्णविंति - मारिज्जिहिसि एयाए कम्मणकारियाए, एसा उव्वरए पविसि कम्मणं करेति, रण्णा जोइयं सुयं च, तुट्ठेण से महादेविपट्टों बद्धो, एसा दव्वणिंदा, भावणिदाए साहुणा अप्पा णिदियव्वो- जीव ! तुमे संसारं हिंडतेणं निरयतिरियगई कमवि माणुसत्ते सम्मत्तणाणचरित्ताणि लद्धाणि, जेसिं पसाएण सव्वलोयमाणणिज्जो पूयणिज्जो य, ता मा गव्वं काहिसि - जहा अहं बहुस्सुओ उत्तमचरित्तो वत्ति ६ ।
5
પ્રવેશીને જૂના મણિ (આભૂષણો) અને વસ્ત્રોને આગળ ધરીને પોતાને નિંદે છે કે “તું 10 ચિત્રકારની દીકરી હતી. આ તારા પિતાએ આપેલા વસ્ત્ર અને આભૂષણો છે. જ્યારે તેં જે પહેરેલા છે તે આ રાજલક્ષ્મી છે.
-
સમૃદ્ધ એવા કુલ, વંશમાં ઉત્પન્ન થયેલી બીજી અન્ય રાજપુત્રીઓને છોડીને રાજા તને અનુવર્તે છે (એટલે કે તારી પાસે આવે છે, તારી ઇચ્છા પૂર્ણ કરે છે વિગેરે રૂપે તને અનુસરે છે.) તેથી તું અભિમાન કરતી નહીં.” આ પ્રમાણે ચિત્રકાર પુત્રી રોજે રોજ બારણાં બંધ 15 કરીને પોતાને નિંદે છે. (બંધ બારણે આ સ્ત્રી એકલી કંઈક કરે છે.) એવું અન્ય શોક્યા રાણીઓએ જાણ્યું. (એટલે ઈર્ષ્યાને કારણે) તે રાણીઓ રાજાના પગે પડેલી રાજાને વિનંતી કરે છે કે “કામણ-ટુમણ કરનારી આ તમને મારી નાંખશે, કારણ કે આ ઓરડામાં જઈને કામણટુમણ કરે છે.”
–
રાજાએ તપાસ કરાવી અને સત્ય હકીકત સાંભળી. ખુશ થયેલા રાજાએ ચિત્રકારપુત્રીને 20 મહાદેવી તરીકેનો પટ્ટો બાંધ્યો. ચિત્રકારપુત્રીની આ દ્રવ્યનિંદા જાણવી. ભાવનિંદામાં સાધુએ પોતાનો આત્મા નિંદવા યોગ્ય છે કે હે જીવ સંસારમાં ભટકતા-ભટકતા તું નરકતિર્યંચગતિમાંથી નીકળીને કોઈક રીતે મનુષ્યપણાને પામ્યો. અને તે ભવમાં તે સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર પ્રાપ્ત કર્યા કે જેના પ્રભાવે તું સર્વલોકમાં માનનીય અને પૂજનીય થયો છે. તેથી તું હવે ગર્વ કરતો નહીં કે હું બહુશ્રુત છું કે ઉત્તમચારિત્રવાળો છું. ITE
25 ६६. पुरतः कृत्वाऽऽत्मानं निन्दति-त्वं चित्रकरदुहिताऽऽसीः, एतानि ते पितृसत्कानि । वस्त्राण्याभरणानि च, इयं श्री राज्यश्रीः, अन्या उदितोदितकुलवंशप्रसूता राजसुता मुक्त्वा राजा त्वामनुवर्त्तते तद् गर्वं मा कृथाः, एवं दिवसे २ द्वारं स्थगयित्वा करोति, सपत्नीभिस्तस्याः तत् कथमपि ज्ञातं, ता राज्ञे पादपतिता विज्ञपयन्ति मार्यसे एतया कार्मणकारिण्या, एषाऽपवरके प्रविश्य कार्मणं करोति, राज्ञा दृष्टं श्रुतं च तुष्टेन तस्या महादेवपट्टो बद्धः, एषा द्रव्यनिन्दा, भावनिन्दायां साधुनाऽऽत्मा निन्दितव्यः - जीव ! त्वया संसारं 30 हिण्डमानेन नरकतिर्यग्गतिषु कथमपि मनुष्यत्वे सम्यक्त्वज्ञानचारित्राणि लब्धानि येषां प्रसादेन सर्वलोकानां
माननीयः पूजनीयश्च तन्मा गर्वं कृथाः, यथाऽहं बहुश्रुत उत्तमचारित्रो वेति ।