________________
5
10
૧૫૪ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
कस्य ? – प्रवचनस्य, कथं यशोघातिनः ?, श्रमणगुणोपात्तं यद् यशस्तत्तद्गुणवितथासेवनतो. घातयन्तीति गाथार्थः ॥ ११९२ ॥
पार्श्वस्थादिवन्दने चापायान्निगमयन्नाह
20
किइकम्मं च पसंसा सुहसीलजणम्मि कम्मबंधाय ।
जे जे पमायठाणा ते ते उववूहिया हुंति ॥११९३॥
व्याख्या- 'कृतिकर्म' वन्दनं 'प्रशंसा च' बहुश्रुतो विनीतो वाऽयमित्यादिलक्षणा 'सुखशीलजने' पार्श्वस्थजने कर्मबन्धाय, कथं ? - यतस्ते पूज्या एव वयमिति निरपेक्षतरा भवन्ति, एवं यानि यानि प्रमादस्थानानि येषु विषीदन्ति पार्श्वस्थादयस्तानि तानि 'उपबृंहितानि भवन्ति' समर्थितानि भवन्ति - अनुमतानि भवन्ति, तत्प्रत्ययश्च बन्ध इति गाथार्थः ॥११९३॥ यस्मादेतेऽपायास्तस्मात् पार्श्वस्थादयो न वन्दनीयाः साधव एव वन्दनीया इति निगमयन्नाह -
15 યશનો. કેવી રીતે યશનો નાશ કરનારા છે ? – શ્રમણગુણોના પાલનથી જે યશ પ્રાપ્ત થાય છે, તે યશનો શ્રમણગુણોથી વિપરીત એવા પ્રમાદાદિનું સેવન કરવા દ્વારા ઘાત કરનારા છે. (તેથી અવંદનીય છે.) ૧૧૯૨
અવતરણિકા :- પાર્શ્વસ્થાદિને વંદન કરવામાં થતાં નુકસાનોને અંતમાં જણાવતાં કહે
30
दंसणनाणचरित्ते तवविणए निच्चकालमुज्जुत्ता ।
एए उ वंदणिज्जा जे जसकारी पवयणस्स ॥११९४॥ व्याख्या - दर्शनज्ञानचारित्रेषु तथा तपोविनययोः 'नित्यकालं' सर्वकालम् 'उद्युक्ता'
છે
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- કૃતિકર્મ એટલે કે વંદન અને “આ બહુશ્રુત છે અથવા આ વિનીત છે” ઇત્યાદિ બોલવું તે પ્રશંસા. પાર્શ્વસ્થોને કરેલ વંદન અને પ્રશંસા કર્મબંધ માટે થાય છે. શા માટે કર્મબંધ માટે થાય છે ? કારણ કે સુવિહિત સાધુઓ જો આ લોકોને વંદનાદિ કરે તો ‘અમે પૂજય=મહાન છીએ' એવું વિચારી તેઓ શાસનહીલનાદિથી નિરપેક્ષ બની વધુ દૃઢ રીતે અસંયમને 25 આચરનારા થાય છે. અને આ પ્રમાણે પાર્થસ્થાદિ જે જે પ્રમાદસ્થાનોને સેવે છે, તે બધા પ્રમાદસ્થાનોની અનુમોદના કરાયેલી થાય છે. તેથી તન્નિમિત્તક કર્મબંધ થાય છે. ૧૧૯૩
અવતરણિકા :- જે કારણથી આવા પ્રકારના દોષો થાય છે, તે કારણથી પાર્શ્વસ્થાદિઓ વંદનીય નથી. પરંતુ સાધુઓ જ વંદનીય છે એ વાત અંતમાં જણાવે છે →
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ તથા વિનયને વિશે જે સાધુઓ હંમેશા ઉદ્યમવાળા
-