________________
૧૬૦ *
10
વ્યારબા—વ્યાક્ષિપ્ત ધર્મથાવિના ‘પરાક્રુત્તે ય’ પરાપ્રુવું, પશબાપુનૢ સ્થિ )તાવિપરિગ્રહ:, प्रमत्तं क्रोधादिप्रमादेन मा कदाचिद्वन्देत आहारं वा कुर्वन्तं नीहारं वा यदि करोति, इह 5 च-धर्मान्तरायानवधारणप्रकोपाहारान्तरायपुरीषानिर्गमनादयो दोषाः प्रपञ्चेन वक्तव्या इति गाथार्थः
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
वक्खत्तपराहुत्ते अपमत्ते मा कया हु वंदिज्जा । आहारं च करिंतो नीहारं वा जइ करेइ ॥११९९ ॥
૫૬૬૧૧૫
कदा तर्हि वन्देतेत्यत आह
पसंते आसणत्थे य, उवसंते उवट्ठिए । अणुन्नवित्तु मेहावी, किइकम्मं पउंजए ॥ १२०० ॥
વ્યાધ્રા ‘પ્રશાન્ત' વ્યારબ્રાનાવિવ્યાક્ષેપરહિતમ્ ‘આસનસ્થં’નિષદ્યાાતમ્ ‘ઉપશાનં’ क्रोधादिप्रमादरहितम् ‘उपस्थितं' छन्देनेत्याद्यभिधानेन प्रत्युद्यतम् एवम्भूतं सन्तमनुज्ञाप्य मेधावी ततः कृतिकर्म प्रयुञ्जीत, वन्दनकं कुर्यादित्यर्थः, अनुज्ञापनायां च आदेशद्वयं यानि
ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- (જેમને વંદન કરવાના છે તે જો ) ધર્મદેશના આપવા વિગેરે કાર્યોમાં વ્યસ્ત 15 હોય, પરાર્મુખ હોય, ‘વ' શબ્દથી ઊભા હોય વિગેરે જાણવું; ક્રોધાદિ પ્રમાદને કારણે પ્રમત્ત હોય (=ક્રોધાદિ કષાયથી યુક્ત હોય) તો ક્યારેય વંદન કરવા નહીં. (એ પ્રમાણે અન્વય જોડવો.) અથવા ગોચરી વાપરતા હોય કે સ્થંડિલભૂમિ જવા નીકળતા હોય (તો આવી કોઈપણ પરિસ્થિતિમાં વંદન કરવા નહીં. કારણ કે) અહીં ધર્માન્તરાય, અનવધારણ, પ્રકોપ, આહારમાં અન્તરાય, મળનું અટકવું વિગેરે દોષો વિસ્તારથી કહેવા યોગ્ય છે. (તે આ પ્રમાણે + 20 ધર્મકથાદિમાં વ્યસ્ત હોય અને આપણે વંદન કરીએ તો એમનું ધ્યાન આપણા તરફ જવાથી ધારા તૂટે, તેઓ અટકે વિગેરેને કારણે વક્તા-શ્રોતા ઉભયને ધર્મમાં અંતરાય થાય. પરાભુખ હોય અને આપણે વંદન કરીએ તો એમનું ધ્યાન આપણાં તરફ જાય નહીં.
ક્રોધમાં હોય અને વંદન કરવા જઈએ તો કદાચ આપણી ઉપર ક્રોધ થાય એવી સંભાવના રહે. આહારાન્તરાય સ્પષ્ટ જ છે. તથા સ્થંડિલભૂમિ તરફ નીકળવાની ઇચ્છાવાળા હોય અને 25 આપણે વંદન કરીએ તો કદાચ રોકી રાખવાની શક્યતાને કારણે માંદગી વિગેરે દોષો થાય.)
||૧૧૯૯૫
તો ક્યારે વંદન કરાય ? તે કહે છે
અવતરણિકા -- ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ :- વ્યાખ્યાનાદિવ્યાક્ષેપથી રહિત હોય, આસનસ્થ હોય, ક્રોધાદિપ્રમાદથી રહિત
30 હોય, ઉપસ્થિત હોય (એટલે કે સન્મુખ હોય અને માટે ) ‘તારી ઇચ્છા હોય તો તું કરી શકે છે’ વિગેરે કથન કરી શકે એવી પરિસ્થિતિમાં હોય, (આવા પ્રકારના ગુરુ અથવા રત્નાધિકાદિને) એમની રજા માંગીને બુદ્ધિશાળી સાધુ વંદન કરે. રજા માંગવામાં બે આદેશો માંગવાના છે,