________________
૯૦ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
ગાથાર્થ: ।।૬૧૨॥
एवं वन्दकवन्द्यदोषसम्भवात्पार्श्वस्थादयो न वन्दनीया:, तथा गुणवन्तोऽपि ये तैः सार्द्धं संसर्गं कुर्वन्ति तेऽपि न वन्दनीयाः किमित्यत आह
असुइट्ठाणे पडिया चंपगमाला न कीरई सीसे ।
पासत्थाईठाणेसु वट्टमाणा तह अपुज्जा ॥१११२॥
व्याख्या- यथा 'अशुचिस्थाने' विट्प्रधाने स्थाने पतिता चम्पकमाला स्वरूपतः शोभनाऽपि सत्यशुचिस्थानसंसर्गान्न क्रियते शिरसि, पार्श्वस्थादिस्थानेषु वर्तमानाः साधवस्तथा 'अपूज्याः ' अवन्दनीयाः, पार्श्वस्थादीनां स्थानानि - वसतिनिर्गमभूम्यादीनि परिगृह्यन्ते, अन्ये तु शय्यातरपिण्डाद्युपभोगलक्षणानि व्याचक्षते यत्संसर्गात्पार्श्वस्थादयो भवन्ति, न चैतानि सुष्ठु घटते, 10 तेषामपि तद्भावापत्तेः, चम्पकमालोदाहरणोपनयस्य च सम्यगघटमानत्वादिति । अत्र कथानकं
5
ગ્રહણ કરે છે તેઓ પોતાના આત્માનો સન્માર્ગથી નાશ કરે છે એમ અન્વય જોડવો.) ૧૧૧૧
અવતરણિકા :- આ પ્રમાણે વંદન કરનાર અને વંદન લેનાર બંનેને દોષોનો સંભવ હોવાથી પાર્શ્વસ્થાદિ વંદનીય નથી. તથા ગુણવાન એવા પણ જે સાધુઓ પાર્શ્વસ્થાદિઓ સાથે મીલનરૂપ સંસર્ગને કરે છે તે સાધુઓ પણ વંદનીય નથી.
શંકા :- મીલનાદિ કરનારા સાધુઓ શા માટે વંદનીય નથી ? તેનું સમાધાન આપે છે ગાથાર્થ :- અશુચિસ્થાને પડેલી ચંપકમાળા જેમ ગળે પહેરાતી નથી, તેમ પાર્શ્વસ્થાદિસ્થાનોમાં રહેતા સાધુઓ પણ અપૂજ્ય છે.
:
ટીકાર્થ :- જેમ વિષ્ટાપ્રધાન એવા સ્થાનમાં પડેલી ચંપાના ફૂલોની માળા સ્વરૂપથી=દેખાવમાં સુંદર હોવા છતાં અશુચિસ્થાનના સંસર્ગથી ગળે પહેરાતી નથી, એ જ રીતે પાર્શ્વસ્થાદિઓના 20 સ્થાનમાં રહેનારા=એમની સાથે રહેનારા સાધુઓ અવંદનીય જાણવા. અહીં પાર્શ્વસ્થાદિઓના
સ્થાન તરીકે તેમના ઉપાશ્રય, સ્થંડિલ-ભૂમિ વિગેરે સ્થાન લેવા. (અર્થાત્ પાર્શ્વસ્થાદિઓના ઉપાશ્રયમાં તેમની સાથે રહેનાર, પાર્શ્વસ્થાદિની જ્યાં સ્થંડિલભૂમિ હોય ત્યાં જનાર એવા સુસાધુઓ પણ અવંદનીય જાણવા.)
15
"
કેટલાક આચાર્યો પાર્શ્વસ્થાદિના સ્થાન તરીકે શય્યાતરપિંડ વિગેરેના ઉપભોગરૂપ સ્થાનો ગ્રહણ કરવાનું કહે છે કે જેના સંસર્ગથી તેઓ પાર્શ્વસ્થ વિગેરે બને છે (એટલે કે પાર્શ્વસ્થાદિપણું જેનાથી પ્રાપ્ત થાય એવા શિથિલાચારો અહીં પાર્શ્વસ્થાદિના સ્થાન તરીકે લેવા એવું કેટલાક આચાર્યો કહે છે.) પરંતુ તેઓની આ વાત સારી રીતે ઘટતી નથી કારણ કે શિથિલાચારોને સેવનારા તો પાર્શ્વસ્થ જ કહેવાય. તેથી પાર્શ્વસ્થોને તો પૂર્વે અવંદનીય કહી જ દીધા છે, પછી તેઓને અપૂજ્ય કહેવાની જરૂર નથી. વળી ચંપકમાલાના ઉદાહરણનો ઉપનય પણ સમ્યગ્ રીતે 30 ઘટશે નહીં, (કારણ કે જો અશુચિસ્થાનો તરીકે શિથિલાચારો લેવાના હોય ‘અશુચિસ્થાને
રહેલા’ નો અર્થ ‘અશુચિસ્થાનને સેવનારા' થાય. તો જેમ ઉદાહરણમાં ‘અશુચિસ્થાનમાં પડેલી ચંપકમાલા' એમ બોલાય છે તેમ અહીં ‘અશુચિસ્થાનમાં વર્તતા’ એટલે ‘અશુચિસ્થાનમાં રહેલાં’
25