________________
૧૧૨ * આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫). विषयत्वात्तस्य, ततश्चोभयविकल एवाऽऽकारमात्रतुल्ये कतिपयगुणान्विते चाध्यारोपोऽपि युक्तियुक्तः, 'अगुणे उ' इत्यादि अगुणानेव, तुशब्दस्यावधारणार्थत्वात् अविद्यमानगुणानेव 'विजानन्' अवबुध्यमानः पार्श्वस्थादीन् 'कं नमउ मणे गुणं काउं' कं मनसि गुणं कृत्वा
नमस्करोतु तानिति ?, स्यादेतत्-अन्यसाधुसम्बन्धिनं तेष्वध्यारोपद्वारेण मनसि कृत्वा नमस्करोतु, 5 न, तेषां सावद्यकर्मयुक्ततयाऽध्यारोपविषयलक्षणविकलत्वात्, अविषये चाध्यारोपं कृत्वा नमस्कुर्वतो दोषदर्शनाद् ॥११३७॥ आह च
जह वेलंबगलिंगं जाणंतस्स नमओ हवइ दोसो ।
निद्धंधसमिय नाऊण वंदमाणे धुवो दोसो ॥११३८॥ 10 અભાવ હોવા માત્રથી મિથ્યાસંકલ્પરૂપ બની જતો નથી, કારણ કે મિથ્યાસંકલ્પ સાવઘકર્મથી યુક્ત વસ્તુસંબંધી=વસ્તુને વિશે થાય છે.
તેથી (૧) સાવદ્ય-નિરવદ્ય ઉભયકર્મથી રહિત એવી, (૨) આકારમાત્રથી તુલ્ય, અને (૩) કેટલાક ગુણોથી યુક્ત વસ્તુમાં જ કરેલો ગુણોનો આરોપ પણ યુક્તિસંગત છે. પ્રસ્તુતમાં
વિચારીએ (૧) પ્રતિમા ઉભયકર્મથી રહિત છે, જયારે પાર્થસ્થ સાવદ્યકર્મથી યુક્ત છે. (૨) 15 પ્રતિમા આકારમાત્રથી તુલ્ય છે, પાર્થસ્થાદિ પણ સુસાધુ જેવા આકાર=લિંગવાળા તો છે. (૩)
તીર્થકરની પ્રતિમા ઈતર દેવોની પ્રતિમાની જેમ શસ્ત્રયુક્ત નથી, સ્ત્રીયુક્ત નથી. તેથી કેટલાક ગુણો તે પ્રતિમામાં છે. જ્યારે પાર્થસ્થાદિમાં કેટલાક ગુણોની પણ ખામી છે. માટે પ્રતિમામાં તીર્થકરગુણોનો અધ્યારોપ યુક્તિસંગત છે, જયારે પાર્થસ્થાદિમાં ગૌતમસ્વામી વિગેરે મુનિઓના
ગુણોનો અધ્યારોપ યુક્તિસંગત નથી. તેથી પ્રતિમામાં શુભસંકલ્પ થાય અને મનની શુદ્ધિનું 20 કારણ બને, જયારે પાર્થસ્થાદિમાં શુભસંકલ્પ ઉત્પન્ન થાય નહીં અને મનની શુદ્ધિનું કારણ પણ બને નહીં.).
‘તુ' શબ્દ જકાર અર્થવાળો હોવાથી પાર્થસ્થાદિ ગુણોવિનાના જ છે એવું જાણતો નમસ્કર્તા તેમના કયા ગુણને મનમાં લાવીને તેમને નમસ્કાર કરે ? (અર્થાત્ એક પણ ગુણ ન હોવાથી નમસ્કાર થઈ શકે એમ જ નથી.)
શંકા - પાર્થસ્થાદિઓમાં અન્ય ગૌતમાદિ મુનિઓ સંબંધી ગુણોનો આરોપ કરીને તે ગૌતમસ્વામી વિગેરેના ગુણોને મનમાં લાવી પાર્થસ્થાદિઓને નમસ્કાર કરે તો શું વાંધો છે ?
સમાધાન :- આ સંભવિત નથી કારણ કે તે પાર્થસ્થાદિઓ સાવદ્યકર્મથી યુક્ત હોવાથી અધ્યારોપના વિષયના લક્ષણથી રહિત છે. (અર્થાત્ તેઓમાં અધ્યારોપ થઈ શકતો નથી.) અને
જો વિષય ન બનતો હોય છતાં અધ્યારોપ કરીને નમસ્કાર કરે તો દોષ દેખાય છે. (=દોષ લાગે 30 છે.) ૧ ૧૩૭
અવતરણિકા :- આ જ વાતને જણાવે છે કે ગાથાર્થ - જેમ વિડંબકલિંગને જાણતા હોવા છતાં નમતાને દોષ થાય છે. એ જ પ્રમાણે
25