________________
જીવાદિ પદાર્થના બોધથી સમ્યક્તની પ્રાપ્તિ (નિ.-૧૧૪૩) * ૧૧૭ किं चान्यद्-दर्शनं भाव इष्यते, 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग' इति (तत्त्वार्थे अ० १ सू० १) वचनात्, तच्च दर्शनं द्विधा-अधिगमजं नैसर्गिकं च, इदमपि च ज्ञानायत्तोदयमेव वर्तते, तथा चाह
नाऊण य सब्भावं अहिगमसंमंपि होइ जीवस्स ।
जाईसरणनिसग्गुग्गयावि न निरागमा दिट्ठी ॥११४३॥ વ્યા–“સાત્વી રા' નવા “સદ્ધાર્વ' સતાં ભાવ: સદ્ધવર્ત, સતો નીવાર, किम् ?-अधिगमात्-जीवादिपदार्थपरिच्छेदलक्षणात् सम्यक्त्वं-श्रद्धानलक्षणमधिगमसम्यक्त्वम्, इदमधिगमसम्यक्त्वमपि, अपिशब्दाच्चारित्रमपि, 'भवति जीवस्य' जायते आत्मन इत्यर्थः,
नैसर्गिकमाश्रित्याह-जातिस्मरणात् सकाशात् निसर्गेण-स्वभावेनोद्गता-सम्भूता जातिस्मरणનિતા , સાવ જ નિરામ' નામરહિતા “ષ્ટિ' વર્ણ છરિતિ, યતઃ વયજૂ- 10 रमणमत्स्यादीनामपि जिनप्रतिमाद्याकारमत्स्यदर्शनाज्जातिमनुस्मृत्य भूतार्थालोचनपरिणाममेव नैसर्गिकसम्यक्त्वमुपजायते, भूतार्थालोचनं च ज्ञानं तस्मादिदमपि ज्ञानायत्तोदयमितिकृत्वा ज्ञानस्य प्राधान्यात् ज्ञानिन एव कृतिकर्म कार्यमिति स्थितम्, अयं गाथार्थः ॥११४३॥
તથા ભાવ તરીકે દર્શન ઇષ્ટ છે કારણ કે સમ્યગ્દર્શન-જ્ઞાન-અને ચારિત્ર એ મોક્ષમાર્ગરૂપે કહેલા છે. તે દર્શન બે પ્રકરે છે - અધિગમજ ( જ્ઞાનથી ઉત્પન્ન થનારું) અને નૈસર્ગિક 15 (=સ્વભાવથી ઉત્પન્ન થનારું.) આ બંને પ્રકારના દર્શન પણ જ્ઞાનને આધીન જ છે. (‘જ્ઞાનને આધીન છે ઉદય જેનો' એ પ્રમાણે સમાસવિગ્રહ જાણવો.) કહ્યું છે કે " ગાથાર્થ - જીવને અધિગમસમ્યકત્વ સંભાવને જાણ્યા પછી જ પ્રાપ્ત થાય છે. જાતિસ્મરણવડે સ્વભાવથી ઉત્પન્ન થનાર દૃષ્ટિ=નૈસર્ગિકદર્શન પણ આગમરહિત નથી.
ટીકાર્ય :- જીવાદિ પદાર્થો સતુ તરીકે જાણવા. આ સત્ પદાર્થોનો જે ભાવ=વિદ્યમાનતા 20 તે સદ્ભાવ. તેને જાણીને, શું? તે કહે છે – વાદિપદાર્થોને બોધસ્વરૂપ અધિગમથી જે શ્રદ્ધારૂપ સમ્યકત્વ થાય તે અધિગમસમ્યક્ત્વ કહેવાય. આ અધિગમસમ્યકત્વ પણ, અહીં “પ” શબ્દથી ચારિત્ર પણ જીવને ઉત્પન્ન થાય છે. (અન્વય આ પ્રમાણે કે – ચારિત્ર તો ખરું જ પરંતુ આ અધિગમસમ્યકત્વ પણ જીવને સત્પદાર્થોના સ્વરૂપને જાણ્યા પછી જ પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે હવે નૈસર્ગિકસમ્યક્ત્વ પણ જ્ઞાન વિના પ્રાપ્ત થતું નથી એ વાત જણાવવા કહે 25 છે –) નૈસર્ગિકને આશ્રયીને કહે છે – જાતિસ્મરણ થવાથી સ્વભાવથી જે દર્શન ઉત્પન્ન થાય તે જાતિસ્મરણનિસર્ગોહ્નત કહેવાય છે. આ દૃષ્ટિ પણ આગમરહિત નથી, કારણ કે સ્વયંભૂરમણસમુદ્રના માછલાઓને પણ જિનપ્રતિમા વિગેરેના આકારવાળી માછલીને જોઈને પૂર્વજાતિઓનું પૂર્વભવોનું અનુસ્મરણ થાય છે. અને તે અનુસ્મરણ થવાથી પૂર્વભવોમાં અનુભવેલા પદાર્થોની વિચારણાના પરિણામે નૈસર્ગિકસમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. - આ ભૂતાર્યાલોચન એ જ્ઞાન જ છે. તેથી આ નૈસર્ગિકસમ્યક્ત્વ પણ જ્ઞાનને આધીન હોવાથી જ્ઞાનની જ પ્રધાનતા થવાથી જ્ઞાની પુરુષ જ વંદનીય છે. એ વાત સિદ્ધ થઈ. ૧૧૪all
30