________________
વંદન-અધ્યયનનો પ્રારંભ * ૬૩ 'प्रकाशयति' उद्योतयति परिमितं क्षेत्रमित्यत्र तास्थ्यात्तद्वयपदेशः, यथा मञ्चाः क्रोशन्तीति,
क्षेत्रस्यामूर्तत्वेन मूर्तप्रभया प्रकाशनायोगादिति भावना, केवलज्ञानलाभस्तु लोकालोकं 'प्रकाशयति' सर्वधर्मेरुद्योतयतीति गाथार्थः ॥११०२॥ उक्तोऽनुगमः, नया: सामायिकवद् દ્રષ્ટવ્યા: \ રૂતિ વાર્વિતિસ્તવવા સમાનેતિ |
व्याख्यायाध्ययनमिदं प्राप्तं यत्कुशलमिह मया तेन ।
जन्मप्रवाहहतये कुर्वन्तु जिनस्तवं भव्याः ॥१॥ ॥ इति श्रीचतुर्विंशतिस्तवाध्ययनं सभाष्यनियुक्तिवृत्तिकं समाप्तम् ॥
अथ तृतीयं वन्दनाध्ययनम् साम्प्रतं चतुर्विंशतिस्तवानन्तरं वन्दनाध्ययनं, तस्य चायमभिसम्बन्धः, अनन्तराध्ययने सावद्ययोगविरतिलक्षणसामायिकोपदेष्ट्रणामर्हतामुत्कीर्तनं कृतम्, इह त्वर्हदुपदिष्टसामायिकगुणवत 10 एव वन्दनलक्षणा प्रतिपत्ति: कार्येति प्रतिपाद्यते, यद्वा-चतुर्विंशतिस्तवेऽर्हद्गुणोत्कीर्तनरूपाया પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અહીં “તાશ્ચાત્તવ્યપરેશ' (અર્થાત્ તેમાં રહેલું હોવાથી તે તેના વ્યપદેશને પામે છે.) ન્યાય છે. જેમ કે માચડાં અવાજ કરે છે. (અહીં જો કે માચડાં ઉપર રહેલા લોકો અવાજ કરતા હોવા છતાં માચડાં અવાજ કરે છે એમ બોલાય છે, તેમ સૂર્ય વિગેરે તે ક્ષેત્રમાં રહેલ દ્રવ્યોને પ્રકાશિત કરતા હોવા છતાં ક્ષેત્રને પ્રકાશિત કરે છે એમ આ ન્યાયથી 15 બોલાય છે. આવું શા માટે બોલવું પડે છે ? તે કહે છે-) ક્ષેત્ર અમૂર્ત છે. તેથી અમૂર્ત એવા ક્ષેત્રનો મૂર્ત એવી પ્રભાવડે (પ્રભા એ પુદ્ગલાત્મક હોવાથી મૂર્તિ છે.) પ્રકાશ થઈ શકતો નથી.
જ્યારે કેવલજ્ઞાનનો લાભ એ તો લોકાલોકને સર્વ ધર્મોવડે પ્રકાશિત કરે છે. (આશય એ છે કે ચન્દ્ર, સૂર્ય વિગેરે દ્વારા જીવને પરિમિત ક્ષેત્રનું જ જ્ઞાન થઈ શકે છે જયારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ જીવને સર્વ દ્રવ્યોના સર્વ ધર્મોનું જ્ઞાન થતું હોવાથી, તેના દ્વારા ભગવંતો સર્વ 20 ક્ષેત્રનો પ્રકાશ કરતા હોવાથી સૂર્યાદિ કરતાં અધિક પ્રકાશ કરનારા સિદ્ધો છે.) ll૧૧૦રા. અનુગમ કહ્યો. નયો સામાયિક અધ્યયન પ્રમાણે જાણી લેવા. આ પ્રમાણે ચતુર્વિશતિસ્તવની ટીકા પૂર્ણ થઈ.
આ અધ્યયનનું વ્યાખ્યાન કર્યા બાદ જે કુશલ (પુણ્ય) મારાવડે પ્રાપ્ત કરાયું છે, તે કુશલવડે ભવ્ય જીવો જન્મના પ્રવાહનો નાશ કરવા જિનસ્તવને કરો. ૧
ત્રીજું વંદન અધ્યયન હવે ચતુર્વિશતિસ્તવ પછી વંદન અધ્યયનનો અધિકાર છે. તેનો સંબંધ આ પ્રમાણે જાણવો - પૂર્વના ચતુર્વિશતિ અધ્યયનમાં સાવઘયોગની વિરતિરૂપ સામાયિકના ઉપદેશક એવા અરિહંતોનું નામોત્કીર્તન કર્યું. હવે આ અધ્યયનમાં તે જ અરિહંતોવડે ઉપદેશાવેલ એવા સામાયિકરૂપ ગુણવાળી જ વ્યકિતને વંદનરૂપ ભક્તિ કરવા યોગ્ય છે એ વાત જણાવાય છે.
30 અથવા ચતુર્વિશતિસ્તવ નામના અધ્યયનમાં અરિહંતોના ગુણોત્કીર્તનરૂપ ભક્તિથી કર્મક્ષય