________________
'S !
:
.
= = પ્રકરણ-૧૫ છે . *આધુનિક દષ્ટિએ કપડવંજ
(
નડીયાદ-કપડવંજ નેરોગેજ રેલ્વેનું ટમનસ સ્ટેશન કપડવંજ જાણે એક ખૂણામાં લાગે! પણ કપડવંજ શહેર અમદાવાદને અડીને, ડાકેરને દાબીને, નડીયાદને નડીને, વાડાશિનરને વળગીને, મેવાડની હદને મળીને, પંચમહાલ અને સાબરકાંઠાથી સહેજેય દૂર નહિ એવું સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ચારે બાજુ મુસાફરી કરવાનું મથક રૂપ ગરવી ગુજરાતનું ગરવું શહેર છે.
ભરૂચને ભુલાવે, નડીયાદને નવડાવે, પેટલાદને પાડે, ખંભાતને ખૂચે એવું સુંદર મનહર શહેર છે.
કપડવંજની રેલગાડી, મેલિગાડી કે બેલગાડી નહિં ! પરંતુ સહેલગાડી તે ખરી જ, જાણે મોટો અજગર-વાસુકી આવે તે હોય એમ લાગે, પણ કોઈનેય ગળે નહિ, ઝેરી નહિ, અને મુસાફરોને સહીસલામત લાવી કપડવંજની ભૂમિમાં નિરાંતે ઉતારે, જુની-જર્જરિત પણ જન-ઘેલી, ધીમી પણ ધંધાઘેલી એ રેલગાડી સહેલગાડી રૂપે મુસાફરોને આનંદ આપનારી છે.
1 કપડવંજનું રેલ્વે સ્ટેશન બિલ્ડીંગ ઉતરતાં જાણે ટોપી કે પાઘડી અડકીને પડી જશે એમ લાગે, પણ નીચા નમવું પડતું નથી, ટોપી અડતી નથી, મુશ્કેલી નડતી નથી, શોભા ઘટતી નથી.
સ્ટેશન બહાર નીકળો અને જુઓ !
શહેરમાં જવાનો પહોળો રાજમાર્ગ લાઈટના સ્થભથી તથા કપડવંજની લલાટીથી પાથરેલે સુંદર ગાલીચા જેવો ભત, આજુબાજુ સુશોભિત બંગલા, બે ધર્મશાળાઓ જે અમદાવાદની રેવાબાઈ ધર્મશાળા નહિ! પણ મુસાફરને વિસામો લેવા લાયક ખરી !
x આ પ્રકરણ ત્યાગ તપ-સંયમની ત્રિવેણીના કેન્દ્ર સમા આધ્યાત્મિક મહા રુષ તરીકે ચરિત્રનાયકની જીવનપ્રભાના મૌલિક તો સાથે જરા વિસંગત છે, તેમ છતાં બાળઓની દષ્ટિએ વિનેદ અને માહિતીના સંકલન દૃષ્ટિથી “આપણું કપડવંજ' આદિના આધારે પ્રાય લગભગ અક્ષરશ. લેવામાં આવ્યું છે.