________________
આ રીતે આ જિલ્લે ભારતની બે મહાનદીઓથી પૂર્વ-પશ્ચિમે સુરક્ષિત પવિત્ર હોઈ કુદરતી-વિશિષ્ટતા ધરાવતે જણાય છે.
વધુમાં આ જિલ્લાની દક્ષિણે ખંભાતને અખાત પણ ચરણેને તે ન હોય, તેમ આ જિલ્લાની પૂર્વમાંથી સતત વિશાળ–સ્વરૂપ લઈ વહેતી મહીસાગર નદીનું ખંભાતના અખાતની સાથે પવિત્ર મિલન, તે જ રીતે પશ્ચિમ બાજુ પણ સાબરમતીનું ખંભાતના અખાત સાથે પવિત્ર મિલન થઈ આ જિલ્લાનો દક્ષિણ વિભાગ પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
આવા વિશિષ્ટ આ જિલ્લાના સર્વોચ્ચ ઉત્તર-બાજુના ભાગે કપડવંજ તાલુકો જાણે નવાંગી–ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વર ભગવંતની સ્વર્ગભૂમિ, ધર્મનિષ્ઠ શ્રી ગેવધન શેઠની ધર્મભૂમિ અને વીસમી સદીના મહાન અદ્વિતીય જ્યોતિર્ધર, આગમન નષ્ટ થઈ રહેલ વારસાને સુરક્ષિત કરવાના પુણ્ય-ભગીરથ કાર્ય દ્વારા આખા વિશ્વમાં કપડવંજનું નામ રેશન કરનાર પૂ. ચરિત્ર-નાયકની જન્મભૂમિ તરીકે કુદરતે જ કપડવંજ તાલુકાને જિલ્લાના સર્વોપરી મુકુટસ્થાને બિરાજમાન કરેલ હોય, એમ નકશાના સૂમ નિરીક્ષણ પરથી સહેજે સમજાય છે. ચિત્ર નં. ૧૯
પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મથી પાવન અને ધન્ય બનેલ ક૫ડવંજ શહેર ગુજરાત રાજ્યને ઓગણીસ જિલ્લા પૈકી ખેડા જિલ્લાના દસ તાલુકા પિકી ચોથા કપડવંજ તાલુકાનું પાટનગર છે.
નકશાને થાન–પૂર્વક જોતાં સ્પષ્ટ સમજાય છે કે- પૂ. સ્વ. આ. શ્રી અભયદેવ સૂરિ મ, પૂ. શ્રી સકલચંદજી મ., શેઠ શ્રી ગોવર્ધન અને તેમનો પરિવાર તેમજ આખા ભારતવર્ષમાં શોધ્યા ન જડે તેવા એક નહીં અનેક ઘર, કુટું છે કે જેમાંથી ચેકબંધ પુનિતપુણ્યાત્માઓએ સંયમ-માર્ગે મંગળ-પ્રયાણ કર્યું હોય.
આ બધી મહત્વપૂર્ણ આગવી વિશિષ્ટતાઓમાં અપૂર્વ કલગી સમાન આખા શ્રમણ સંઘના કાળ-પ્રભાવથી ઝાંખા પડેલ ગૌરવને ઝળહળાટ ચમકાવનાર, આગના અખંડ- અભ્યાસી, પૂ. ચરિત્ર-નાયકશ્રીની જન્મભૂમિથી જાણે કપડવંજ ખરેખર ગૌરવપૂર્ણ બન્યું હોઈ કુદરતે પણ તાલુકાના બરાબર મધ્યભાગે કપડવંજ શહેરને સ્થાન આપ્યું લાગે છે,
ચિત્ર ૨૦ :-પુણ્ય-પાવન અનેક મહાપુરૂષોના જીવન-કર્તવ્યથી પવિત્ર બનેલ કપડવંજની પ્રાચીન સમૃદ્ધ-વસ્તી જે નદીના પૂર્વકાંઠે વર્ષોથી હતી, તેમજ અાવીર ચરિવની પ્રશસ્તિમાં કપડવંજની મહામહિમશાળી પ્રાચીન વસાહતનું વર્ણન જે નદીના પૂર્વકાંઠે અગિયારમી સદી પૂર્વે અતિ–પ્રાચીનકાળમાં હોવાનું જણાવેલ, તેવી પ્રાચીન મહત્વપૂર્ણ મહેર નદીનું દશ્ય આ ચિત્રમાં દર્શાવાયું છે.