________________
નિ . 1), (2010)
છેલ્લે ચિત્રમાં જમણે –
પૂ. ચરિત્રનાયકશ્રીના પ્રગાઢ-નિછાવાળા વિચારેથી તથા પૂ. પિતાશ્રીની માર્મિક પ્રેરણાથી સુદઢ-રીતે વૈરાગ્યથી રંગાયેલ મણિભાઈ માતાજીની ફરીથી પરણવાની વાતને મક્કમતા પૂર્વક ઈન્કારી રહ્યા છે, સાથે સાથે રાગ્યના પથે જવાના પિતાના નિર્ણયને જણાવી રહ્યા છે. ચિત્ર ૧૦૦:
પૂ. ચરિત્રનાયકશ્રીની ઈચ્છા ના, પૂ. પિતાજીની સંમતિ નહીં, તેમ છતાં જમનાબહેને પૂ. ચરિત્રનાયકશ્રીને આખરે નેહ-વાત્સલ્ય-મમતાના પાશમાં બાંધી કુટુંબીઓના સહકારથી સગપણ નક્કી કરી તાત્કાલિક-લગ્ન દેવડાવી પૂ. ચરિત્રનાયકશ્રીને સંસારની બેડીમાં ફસાવી દીધેલ.
પૂ. ચરિત્રનાયકશ્રી જાતે પણ માતૃવાત્સલ્ય આગળ કંઈ બોલી ન શકતા, પણ આખરે સંસાર તેમને કારાવાસ કરતાં ભયંકર ભાસવા લાગ્ય, પૂ. પિતાજી-સમક્ષ મવેદના વ્યક્ત કરતા, પિતાજી યોગ્ય-આશ્વાસન આ પતા, થયેલી-ભૂલનું પરિમાર્જન કરવાના ઉપાયો સૂચવતા.
એ અરસામાં વડિલબંધુ શ્રી મણિભાઈના પત્નીને સ્વર્ગવાસ થતાં તેમજ ત્યાર પછી મણિભાઈને ફરી–પરણાવવાના ચકો શરૂ થતાં મણિભાઈએ કડકાઈથી પોતે નહીં જ પરણે એમ કહી સંયમ-માર્ગે જવાનો છે તેનો નિર્ણય જણાવ્યો.
આ નિમિત્તે પૂ. ચરિત્રનાયકશ્રી પણ જરા ધીર-ગંભીરપણે ભાવનાને સતેજ કરવા લાગ્યા. પણ વ્યવહારૂ-બુદ્ધિની નિપુણતાના અભાવે ગુંચવાડામાં ફસાતા ગયા.
છેવટે એમ લાગ્યું કે “પિતા ) વ્યવહારકુશળ અને આદર્શ-શ્રાવક છે, તેઓની દોરવણી વિના આ સંસાર–જાળમાંથી આપણું છોકરમતભર્યા બાલિશ–પ્રયત્નથી નહીં છુટાય.”
એટલે વિ. સં. ૧૯૪૪ના ફાગણમાસીની પૌષધ-સહિત આરાધના-પ્રસંગે પિતાજી પાસે એકાંતમાં બેસી બંને બંધુઓએ પિતાજીના ચરણે હાથ મુકી સંસારથી છૂટવાને પિતાનો અંતરંગ-નિર્ણય જણાવ્યું અને “આપ અમને માર્ગદર્શન આપે તે પ્રમાણે અમો વતીશું.” એવી અંતરંગ તૈયારી બને બંધુઓએ વ્યક્ત કરી.
તે વખતનું દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૧૦૧ -
પૂ. પિતાશ્રીની પ્રેરણ-સૂચનાનુસાર પૂ. ચરિત્રનાયકશ્રીએ વડિલ-બંધુના સહકારથી સંસારથી છૂટવા માટેની સફળ–તૈયારીઓ કરવા માંડી.
પરિણામે પિતાજી સાથે વણીતાપના પારણા પ્રસંગે શ્રી સિદ્ધગિરિતીથે જઈ ગિરિરાજની તળેટીએ દીક્ષાને દઢ અભિગ્રહ કરા પાછા વળતાં લીંબડી પૂ. ઝવેરસાગરજી મ. પાસે