________________
ગાયકવાડને અમલ થે, આ વખતે ગામની પટેલાઈ મેઢ-વાણિયાના હાથમાંથી કેવા પાટીદાર કેશવજી કરીને હતા, તેમના હાથમાં ગઈ
તેનું કારણ એ કે મોઢ-વાણિયાની વસ્તી ધીમે ધીમે નાશ પામી ને ડા ઘર હતાં તે પાસેના સંસ્થાન વાડાસીનેરમાં જઈ રહ્યા એટલે તેમની પટેલાઈ નાશ પામી, તેમના વંશ હાલ વાડાસીનોરમાં છે. ત્યાર પછી સં. ૧૮૭૨–૭૩ (ઇ.સ. ૧૮૧૬–૧૭)માં અંગ્રેજ સરકારે કડીના મહારરાવ ગાયકવાડને વીજાપુર પરગણું આપી કપડવંજ લીધું, તે દિવસથી આ ગામ ઉપર અંગ્રેજ સરકારને અમલ ચાવે છે.
આ ગામ ઉપર જે વખતે રજપૂત-લકો રાજ્ય કરતા ડતા, તે સમયે આ ગામ મહેર નદીના જે ભાગને શાહને આરે કહે છે, તે જગાએ તે વસેલું પડતું. હાલમાં જે જગાએ લોકેની છે તે જગાએ તે કાળે ઘાડું જંગલ હતું. વાઘ, વરૂ, સિડ વગેરે ઘાતકી પ્રાણીઓ રહેતાં હતાં, તે પ્રાણીઓને તથા જંગલને નાશ કરી ત્યાં વસ્તી શી રીતે થઈ? તે વિષેની હકીકત આ નીચે આપવામાં આવી છે.
જ્યાં હાલમાં નીલકંઠ મહાદેવ છે, ત્યાં આગળ પ્રથમ એ મહાદેવ હતા, પરંતુ કોઈના જાણવામાં નહોતા, કોઈ વાણીયાની ગાય દરરોજ તે જગાએ જઈ પિતાની મેળે દૂધની ધારા. કરતી, તેથી વાણુઓને ઘેર બીલકુલ દૂધ દેતી નહીં. આ ઉપરથી વાણિઆએ અને ગોવાળે તેમ થવાનું કારણ શોધવા માંડ્યું. ગુપ્ત-રીતે ગાયની પાછળ પાછળ ફરવા માંડ્યું. દરરોજ નિયમ પ્રમાણે ગાયે ત્યાં જઈ દૂધની ધારા કરી, તે નજરે જોયું, તેથી તેમણે વિચાર કીધે કે આ જગાએ કંઈ પણ ચમત્કાર હવે જોઈએ.
બીજે દિવસે આવી ડું એક ખોદાણ કર્યું, તે માંહે ભેંયરામાંથી મહાદેવે નીકળ્યા. પછી ત્યાંજ દહેરૂ બંધાવી એ મહાદેવ લોકોને જાણીતા કર્યા અને મહાદેવનું નામ નીલકંઠેશ્વર પાડયું.
મહાદેવની પાસે વિશાળ કુંડ છે ત્યાં આગળ તે સમયે તળાવ હતું. એ વખતમાં ગુજરાતને રાજા સિદ્ધરાજ જયસિંહ આ તરફ ફરવા સારૂ આવ્યા, તેથી સાથે સોમદત્ત કરીને એક પંડિત હતું, તે પંડિતને રક્તપિત્તને રોગ હતું. તે રોગ આ તળાવમાં નાન કરવાથી નાશ પામે, તેથી સિદ્ધરાજે તે તળાવ ખોદાવવા માંડ્યું તે માંહેથી નારણદેવની, મહાલક્ષ્મી માતાની અને ફુલબાઈમાતાની એમ ત્રણ મૂર્તિઓ નીકળી. તે મૂતિઓને નીલકંઠેશ્વર મહાદેવના દહેરામાં મૂકી. પછી પોતે કુંડ બંધા તથા તેની પાસેની વાવ બંધાવી.
એ વાવને બત્રીસ કોઠાની વાવ કહે છે, કારણ કે પહેલાં તેને બત્રીસ કેઠા હતા. હાલમાં તે કેઠા પડી ગયા છે, ફક્ત એક જ હયાત છે. વળી તે વાવ પણ ઘણીખરી ભાગી ગઈ છે.