________________
તો
પારકી
મા
STUDITELE
RE
નાદા,
કાન
-
૫
-
ક
-
જાગીરમાં આપી, એ જમીન હાલમાં તેમના વંશજોએ બીજા લોકોને વેચાણ આપી છે, તેમના વંશના હાલમાં વાડાસીનારમાં નેકર છે.
જેને નદીને દરવાજે કહે છે, ત્યાં આગળ જોઈઆ નામના મુસલમાનોને વસાવ્યા, દરવાજાની અંદર તેમના ઘર છે તથા તેમને ચોરો પણ છે. તે ચરે પડી જવાથી હાલ સુધી તેના કેટડાં ઉભા છે, જે આ લેકે આ ચારાની અંદર એક માતેલે ઘેટો બાંધતા હતા, રસ્તે જનાર આવનાર લોકોને તે ઘેટાને સુંઘવાની ફરજ પાડતા, એવી રીતનો એ લેકેને જુલમ હતું, તેથી બીબીએ તે જુલમગારોને સજા કરી તેમને જાગીર લઈ લીધી ને તેમની હવેલીઓ વિગેરે મકાને ખેદી નંખાવ્યા.
એ જગોમાં હાલમાં જોઈઆઓના વંશના ઈસબખાં ગુલાબખાં કરીને રહે છે, કેટલીક જગમાં રાવળીઆ તથા વણકર (ડ) રહે છે, એ વગોમાં હાલ ખોદાણ કરે છે તે જુની ઈમારતોના પથરે વિગેરે નીકળે છે. એ જોઈઆ કેની જાગીરમાં મેહેર અને વરાંસી નદીની વચ્ચેની કેટલીક જમીન છે.
ઉત્તર તરફ જ્યાં હાલ ડબગર લોકોની વસ્તી છે ત્યાં એક દરવાજે હતું, તે દરવાજે હાલમાં પૂરી નાંખે છે, કારણ કે ત્યાં સારા માણસની વસ્તી નહીં હોવાને લીધે, બીજી કોઈ પ્રકારની ધાસ્તીને લીધે, તથા ઘણા લેકની અવર-જવર ન હોવાને લીધે, બીબી-સરકારે તે દરવાજે પુરાવી તેને બદલે, ઘાંચીવાડા આગળ એક નાનો દરવાજો પાડ્યો. ત્યાં ઘાંચીની વસ્તી જાદે છે ને દરવાજે નાને તેથી તેને લોકો ઘાંડીબારી કહે છે.
જેને હાલ સરકારી કોટ કહે છે તેને પહેલાં સરકારી ગઢી કહેતા, તેમાં હાલમાં મામલતદાર, ફોજદાર, સબરજીસ્ટર, વગેરેની કચેરીઓ છે. પહેલાની કચેરીનું મકાન સારૂં નહીં હવાથી બીજી જગાએ હાલ નવી કચેરી કરાવી તેને તા. ૧૭ મી માર્ચ સને ૧૮૯૦થી ચાલતી કરી છે. જૂની સબરજીસ્ટારની કચેરી આગળ લાડણબીબની કબર હાલ પણ છે, સરકારી ગઢીમાં બીબીને રહેવા માટે મકાન હતાં, તેને ખંડિએર હાલ જેવામાં આવે છે.
વળી કચેરી આગળ જૂનાં ખંડિએર હતાં તે તોડી નાખ્યાં છે, નવી કચેરી કરાવી તે વખતે જૂની-ઈમારતના પાયા નીકળ્યા હતા, એ કોટમાં ના દરવાજે છે ત્યાં વેપારી લેકને નિકાલ નથી, તેથી તે દરવાજે જકાત લેવા નાકેદાર બેસતો નથી, બાકીના દરવાજે બેસે છે.
હાલમાં જ્યાં મ્યુનિસિપાલીટ છે તે જાને હાથીએ બુરજ કહે છે, કારણકે બીબીના વખતમાં ત્યાં હાથી બંધાતા હતા, હાલમાં કપડવંજન કેદ ણ ભાગ એ બીબીના વંશજોને તાબે રહ્યો નથી, તેમના વંશજો વાડાસીનેર તથા વીરપુરમાં હાલ રાજ્ય કરે છે.