________________
જિયો ને ટી2@
12)
તેથી મારા પાપને ઉદય હો! અને સંસારના બંધનમાં ન ફસાઈ તે કઈ માર્ગ બતાવશે !!
માતા-પિતાને પરમારાધ ગણી તેઓની આજ્ઞા શિરોધાર્ય કરવી એમ સામાન્યથી કહેવાય,
પણ આ રીતે મહિના પાશમાં ફસાવવા માટેની થતી તેઓની પ્રવૃત્તિને આવકારવી? કે શું કરવું તે ગૂંચ છે !!!
આપશ્રી ગ્ય માર્ગદર્શન જરૂર આપજી! મારે બીજી પણ કેટલીક વાતો-“આત્મા સંસારમાં શી રીતે, શા માટે કમ બાંધે છે? કર્મ જે આપણને દુઃખી કરતું હોય તે દુઃખ આપનાર તે કર્મને આપણે બાંધીએ જ કેમ ?” વગેરે ગૂંચભરી બાબતે પૂછવી છે, કે જે ફરીથી ક્યારેક પત્રમાં લખી જણાવીશ.
હાલ તે આપ મારા જીવનના ઉદ્ધારક બની લગ્ન-જીવનના લપસણીયા પંથે જવાને બદલે સંયમના ઉદ્દાત્ત અને એકાંત-હિતકર રાજમાર્ગ પાર આવી શકાય, તે કઈ સફળ-ઉપાય જણવવા તસ્દી લેશે.
આપને હું ભભવ ગણી રહીશ,
આપના સંયમની, જ્ઞાનગરિમાન, ભૂરિ-ભૂરિ અનુદન સાથે અલ્પમતિ-મારાથી કંઈ અજુગતું પત્રમાં લખાયું હોય કે અવિવેક થયેલ હોય તે તે બદલ વારંવાર ક્ષમા માગું છું, અને સાથે આપના દર્શનની તીવ્ર અભિલાષા-ઝંખના ધરાવતે આપના પત્રની પ્રતીક્ષા સાથે વિરમું છું.”
સં. ૧૯૪૩ માગશર સુદ ૬. લી. હેમચંદ મગનલાલની ૧૦૦૮ વાર વંદના.” (૩) “ .....આપને એક પત્ર થોડા દિ પૂર્વે લખેલ તે મળ્યો હશે.
વિ. આ દરમ્યાન આપશ્રીને મારા જેવાને પ્રભુશાસનના પંથે વાળવા ઉપયોગી-હિતશિક્ષા આપતે પત્ર પૂ. બાપુજી દ્વારા મળે, વાંચી ખૂબ આનંદ થયે.
માગ. સુ. ૭ના રોજ લખેલ મારી હૈયાની વેદના ઠાલવી છે, તે અંગે કૃપા કરી યોગ્ય માર્ગદર્શન આપશે,
વળી ખાસ નમ્ર વિનંતિ કે આ સંસારની પ્રવૃત્તિઓમાં ડગલે પગલે અ-જય-જીવહિંસા આદિ અનેક પાપ કરવા પડે છે, આમાંથી છૂટાય શી રીતે?