Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 631
________________ KT HUIZEEWERE [આ પત્ર પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ–કાળને પ્રાયઃ લાગે છે, મગનભાઈ ભગત ૫. ઝવેરસાગરજી મ. ઉપર ખૂબજ ભક્તિવાળા એટલે સુવાવડ-વખતની બાબતનો ખુલાસો વિવેકપૂર્વક તેઓ શ્રીને પૂછાવે છે. એટલે આ પત્ર પ્રાયઃ વિ. સં. ૧૯૩૧ના ૫. ચરિત્રનાયકશ્રીના જન્મ આસપાસને લાગે છે.] (૨) “સ્વસ્તિથી પાર્શ્વજિન પ્રણમ્ય શ્રીમતિ મહાશુભસ્થાને શ્રી ઉદયપુર નગરે સર્વ ઉપમાલાયક, મહામુનિરાજ, મારા કુટુંબના તારણહાર, શિરછત્ર, પૂ. ઝવેરસાગરજી મ. ની પવિત્ર સેવામાં– લી. ચરણસેવક હેમચંદ મગનલાલની ૧૦૦૮ વાર દિનપ્રતિ વંદના આધારશોજી. આપશ્રીને શરીરે શાતા હશે, અહીં ધર્મ પસાય અને આપ જેવા ગુરૂમહારાજના પ્રતાપે ખેમકુશળ છે. વિ. આપના મુખારવિંદના દર્શન બે વર્ષ પૂર્વે અહીં થયેલ, તે પૂર્વે પણ બાપુજીની સામાયિકની ઓરડીમાં આપના ચિત્રમાં ઝળકતી અપૂર્વ–વદનપ્રતિભાથી નાનપણથી જ આકર્ષણ થયેલ, પણ પ્રત્યક્ષ દર્શન કર્યા પછી તેમજ કેશરી–સિંહની ગર્જના જેવી ઉદાત્ત–ગંભીર આપની સુ-મધુર ધર્મદેશના સાંભળ્યા પછી તે જીવ આપનામાં જ રમે છે, આપ જેવા તારક-ગુરૂદેવશ્રીના સતત સમાગમમાં રહેવાની તીવ્ર તમન્ના છે. મારા બાપુજી અવારનવાર આપના અનેકવિધ ઉપદેશામૃત-ભરપૂર પત્ર વગેરેના આધારે આ૫ની તાત્ત્વિક વાણી-સુધાના મીઠા-મધુર ઘુંટડા પીવડાવે છે. દેવેને પણ દુર્લભ આ માનવ જીવનની સફળતા આપ જેવા સદ્દગુરૂના ચરણમાં બેસી સંસારના છકાયના આરંભ-સભારંભના કૂટામાંથી છુટી વિશિષ્ટ રીતે સંયમી-જીવન કેળવી સર્વ—જીને અભયદાન આપનારી જીવનચર્યામાં છે. હે તારણહાર ! કૃપાળુ ગુરો ! કંઈક એવું માર્ગદર્શન બતાવો ! સંસારના કારમાં બંધને મને ન સતાવે ! દેવ-ગુરૂકૃપાએ જલ્દીથી હું પ્રભુશાસનના પંથે પી જાઉં ! મારા મોટાભાઈના લગ્ન થઈ ગયાં છે. મારા પણ વેવિશાળ થવાની તૈયારીઓ ચાલુ છે, બાપુજી તે મારા જીવનને પ્રભુશાસનના પંથે ધપાવવા માટે સહયોગ આપે છે, પણ માતાજી ધર્મિષ્ટ –આરાધક છતાં મને સંસારના કારાવાસમાંથી છોડાવનારી દીક્ષા માટે ખૂબ જ ઇતરાજી દર્શાવે છે. સાંભળવા મુજબ તુર્તમાં વેવિશાળ કરી લગ્નની બેડીમાં મને જકડી દેવાની ચેજના માતાજીએ ગોઠવેલ છે.

Loading...

Page Navigation
1 ... 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644