Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 616
________________ IMAGES A Belva આ જમાનામાં જુવાનીઆઓને આ વાત કહીએ તે વાત માનવા તૈયાર ન થાય, તેવી વાતે આ શેઠીઆની હતી. આજે પણ તેનાં રહ્યા-સહ્યાં પ્રતિકે જોવામાં આવે છે. તેથી આ વાતની ખાતરી કરવા કોઈને પુછવાની જરૂર પડે તેમ નથી. બીજી સખાવતેમાં પણ આ ઘર બીજા શેઠીઆઓ કરતાં જરા પણ ઉતરતું ન હતું, માત્ર કેણ વધુ સારું કરતું હતું ? તે કહેવું મુશ્કેલ છે. શેઠ લાલભાઈને શેઠ નથુભાઈ કરીને દીકરા હતા. અને શેઠાણ બાઈ જડાવની કુખે શેઠ શામળભાઈને જન્મ થયે, આજ જે શ્રી અષ્ટાપદજીનું દહેરાસર તેમના રહેવાના મકાનની બાજુમાં છે અને જે લાંબી-શેરીમાં પડે છે તે દેરાસર શેઠાણી અમૃતબાઈએ રૂપીઆ બે લાખ ખરચી, તદ્દ્ન સફેદ પથ્થર વાપરી, અણમેલ નકશીકામ કરાવી, તેમના ઉત્સાહની પીછાન વંશપરંપરા ચાલે તેવું બંધાવેલું છે. આનો નમુને આજ હિન્દુસ્તાનમાં મળે તેમ નથી. શેઠાણી અમૃતળાઈને બે દીકરા હતા, બેઉ ભાઈઓ શેઠ ગિરધરભાઈ અને શેઠ નહાલચંદભાઈ સંતાન મુક્યા વિના સ્વર્ગવાસ થયા. પરંતુ નથુભાઈ શેઠને શેઠાણી જડાવથી શેઠ શામળભાઈ નામે પુત્ર હતા. એ શેઠ શામળભાઈએ પણ બે વખત લગ્ન કરેલ હતા. શેઠાણ બાઈ માણેકથી તેમને એક પુત્ર-રત્ન પ્રાપ્ત થયેલું, તેમનું નામ શ્રી મણિભાઈ શેઠ હતું. અને શેઠાણી બાઈ રૂકમણીથી શેઠ શ્રી શામળભાઈને એક દીકરી નામે બહેન મોતીબહેન કરીને હતા, જેઓનું લગ્ન મહેતા નંબકલાલ મગનલાલ સાથે કરેલ હતું, તેઓ પણ તેમની પાછળ માત્ર એક દીકરીને વિસ્તાર મુકી સ્વર્ગવાસ થયાં જેથી તે વેલે બંધ થવા છતાં શેઠાણ બાઈ માણેકબાઈના પુત્ર શેઠ શ્રી મણિભાઈથી વેલે આગળ વધે. શેઠ મણિભાઈને માત્ર વીસ વરસની ભરજુવાનીમાં દેવે અકાળે ઝુંટવી લીધા. તેઓએ સં. ૧૯૫૨ની સાલમાં જ્યારે કપડવંજમાં તઇવાડામાં જન્મ પામેલી મેટી આગે દેખાવ દીધું કે જેમાં લગભગ ચારસો ઘર બળી ગયાં અને કંઈકને રસ્તા ઉપર રખડતા કર્યા અને ભિખારી બનાવ્યા તે સમયે આ ભર–જુવાનીએ પહોંચેલા શેઠ મણિભાઈએ એ ભાગ ભજવ્યો હતો કે તેનું વર્ણન આ કલમથી થઈ શકે તેમ નથી. પણ તે આગે તેમના અંગે પાંગ ઉપર મેટી અસર કરી અને તેમને પથારીવશ કરી દીધા અને કાળે તેમને અકાળ ભરખી, અમારી આખી કેમને તે શું પણ અમારા આખા કપડવંજ ગામને જાણે રંડાપ આવ્યો હોય તે કરણ બનાવ બની ગયે. શેઠ મણિભાઈ તેમની પાછળ એક દીકરી બેન ચંપાબહેન તથા શેઠાણી જડાવબાઈને મુકી સંવત ૧લ્પરના જેઠ સુ ૯ના રોજ સ્વર્ગવાસ પામ્યા. આ વખતે ચંપાબહેનની ઉંમર ઘણી જ નાની હતી. શેઠાણી શ્રી જડાવબાઈ બહુ જ હેશિયાર અને બુદ્ધિશાળી હતાં. તેમને લગામ હાથમાં લીધી અને તેમના મુનીમ વલભરામ

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644