________________
દિલ 720p,
પિતાની સઘળી દૌલત શુભ-કાને અંગે ખર્ચવા સુપ્રત કરી, જેમાં શેઠ પાનાચંદ કુબેરદાસ વહીવટદાર હતા. સંવત ૧૯૫૦ના શ્રાવણ સુ. ૭ને દિવસે બનારસ શહેરમાં શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ., થા શ્રી હેમવિજયસૂરીશ્વરના ઉપદેશથી પાઠશાલા સ્થાપવામાં આવવાની છે, તેના સમાચાર સાંભળીને પાનાચંદ ભાઈએ કપડવંજમાં રૂપિયા ૧૦૦૧ સંઘને આપી, જૈન પાઠશાળાનો પાયે નાખે.
આટલી નાની રકમમાં પાઠશાળા લાંબે વખત ન ચાલે, તે સ્વાભાવિક છે. પ્રવૃત્તિ નરમ પડી ગઈ, તે દરમ્યાન અમારા કેમના રક્ષક શેઠ શામળભાઈ નથુભાઈ તરફથી આ પાઠશાળાને ઉત્તેજન આપી ચાલુ રાખવા માટે દરેક રીતે મદદ કરવામાં આવી, ત્યારથી આ પાઠશાળા સજીવન થઈ, તેમજ શ્રી મીઠાભાઈ ગુલાલચંદના ઉપાશ્રયે બેસતા સર્વ ભાઇની મદદથી તેમજ શેઠ મીઠાભાઈ કલ્યાણચંદની પેઢીના વહીવટદારોના સહકારથી, તેમજ શેઠ શામળભાઈ નથુભાઈ તરફની મદદથી, આજ દિન સુધી તે પાઠશાળાને અડચણ પડી નથી, પણ મકાનનો અભાવ સાલતે હતે. - આ શાન-મંદિરનું મકાન ખુલ્લું મુકાયે તેની પાઠશાળાઓમાં બેસવાનું શરૂ થશે, પરંતુ બને પાઠશાળાઓ શેઠ માણભાઈ શામળભાઈના નામથી જ ચાલુ રહેશે. આવી રીતે પાઠશાળાને માટે આજ દિન સુધી મકાનની જે અગવડતા હતી તે હવે રહેશે નહિ,
આ પાઠશાળાઓમાં સંત અને અર્ધ-માગધીનું શિક્ષણ આપવાનો પ્રબંધ થાય તેમજ કલાસીકલ ધાર્મિક શિક્ષણ પણ અપાય, એવું ભાઈ વાડીલાલ સર્વ-સંઘની સહાનુભૂતિ અને મદદ મળે તે કરવા માગે છે. સર્વ સંઘની મદદથી મેટાં મોટાં કામ પાર પડે છે, તે આ તે એક નાનું કામ છે.
શેઠ મીઠાભાઈ ગુલાલચંદ ટ્રસ્ટની પાંજરાપોળ (પૃ. ૩૧૮) શેઠ મી. ગુ. ની પાંજરાપોળ અંતિસરીયા-દરવાજાની અંદર મસીદની બાજુમાં એક મેટા ઘેરાવામાં આવી છે. આવડી મોટી જગાવાળી એક પણ ઈમારત આખા કપડવણજમાં મળવી મુશ્કેલ છે. સમય બદલાતાં અને રેલવે આવતાં આ જમીન જાણે ગામની મધ્યમાં આવી ગઈ ન હોય તેમ તેની કીંમત અને ઉપયોગિતા આજે ઘણી જ વધી ગઈ છે.
ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ અને ભાઈ જયંતીલાલ વાડીલાલ ઝવેરચંદની મહેનતથી હેરાના સુવાવડ ખાનાની બાજુમાં એક મોટી વિશાળ જગા એક વેહરા ભાઈ પાસેથી મેળવી.
આ પાંજરાપોળ તે જગોએ ખસેડી જુની જગાને આવકનું સાધન બનાવવા ટ્રસ્ટીઓએ નિશ્ચય કર્યો છે. આને માટે જે તે લોખંડને સામાન સ્વ. ભાઈ ચીમનલાલે ઘણોખરે નહિં જેવા ભાવથી અથવા તદન મફત આ પાંજરાપોળને અર્પણ કર્યો છે.