Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 601
________________ કપડવંજના દીક્ષાભૂમિ તરીકેના ગોરવને ચાર-ચાંદ લગાવનાર શેઠશ્રી શિવાભાઈના ધર્મનિષ્ઠ-કુટુંબને સંક્ષિપ્ત પરિચય કપડવંજ જૈન શ્રીસંઘમાં અનેક કુટુંબ એવા છે કે જેમાંથી દીક્ષા લેનાર મહાનુભાવોને અવિરત પ્રવાહ ચાલે છે, જે આજે પણ ચાલુ છે. તેમાં પણ શેઠશ્રી શિવાભાઈનું કુટુંબ પિતાની આગવી-સંમનિષાના મહેકતા-વાતાવરણથી વિશિષ્ટ પ્રતિભાવંતુ સ્થાન ધરાવે છે. તેને ટૂંક પરિચય મેળવવા નીચેની માહિતી જાણવી જરૂરી છે કે જેથી અંતરના ગુણનુરાગની સુદઢ કેળવણી સુશકય બને છે. કપડવંજ જૈન શ્રીસંઘમાં શેઠશ્રી શિવાભાઈ ધર્મનિષ્ઠ અગણ્ય વ્યક્તિ તરીકે સુપ્રસિદ્ધ હતા, તેમના ત્રણ પુત્રો (૧) ઝવેરભાઈ (૨) ચુનીલાલ (૩) મગનભાઈ આમાં શ્રી ઝવેરભાઈને ચાર પુત્રો અને બે પુત્રીઓ, (૧) સોમાભાઈ (૨) શામળદાસ (૩) કેશવલાલ (૪) વાડીલાલ (૧) પ્રધાનબહેન (૨) સમરથબહેન સેમાભાઈએ વિ. સં. ૧૯૯૧માં સંયમ ગ્રહણ કર્યું, જેમનું શુભ નામ પૂ. મુનિશ્રી બુતસાગરજી મ. હતું. જેઓનો સ્વર્ગવાસ વિ. સં. ૧૯૯૮માં જામનગરમાં થયેલ, સંસારી–સંબંધે તેમનાં પત્ની માણેકબહેને પણ સંયમ ગ્રહણ કરેલ, જેમનું નામ શ્રી મનહરશ્રીજી હતું. સેમાભાઈને બે પુત્રો અને બે પુત્રીઓ હતી, (૧) ચંદુભાઈ (૨) કાન્તિલાલ (૧) ચંપાબહેન (૨) ધીરજબહેન ચંદુભાઈએ વિ સં. ૧૯૮૭ દ્વિતીય અષાડ સુદ પાંચમે પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રી પાસે રાજનગર-અમદાવાદ (વિદ્યાશાળા)માં દીક્ષા લીધેલ, જેમનું નામ પૂ. સ્વ. ગણિશ્રી લબ્ધિ સાગરજી મ. હતું. કાન્તિલાલે પણ વિ. સં. ૧૯૮૭ . સુ૧૦ના મંગળ દિને કપડવંજમાં ધામધૂમથી -

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644