________________
બિન 7
@ @ 82
આ બધા કામમાં ઉપર જણાવેલ ભાઈઓની સાથે ભાઈ કસ્તુરલાલ શંકરલાલ, ભાઈ રતીલાલ પુનમચંદ, તથા ભાઈ જેશીંગલાલ ચુનીલાલ વિગેરે ભાઈઓએ પિતાના મોટા ભાગના ટાઈમને ભેગ આપી કામકાજ બારીકાઈથી શોચ-સમજથી માથે જોખમદારી લઈ કરી રહ્યા છે.
આ કામ કાઢતાં તેની અંદર જે જે આશાતનાઓ નજર બહાર હતી, તે એક પછી એક નજરે પડતી ગઈ. પ્રથમ તે ઉપરના અને નીચેના ગભારાની વચમાં ભંડારીઆ જેવું હતું, તેમાંથી ખંડિત પ્રતિમાજીઓ હાથ લાગી જેને દરિયામાં પધરાવી આશાતના દૂર કરી. વળી ખેદકામ કરતાં સેળ-સત્તર ફુટ ઊંડથી હાડકાના થેકના થેક મળ્યા, જે પણ વધુ ખેદકામ કરી કાઢી નાંખ્યાં.
આ રીતે આ બધી આશાતના દુર કરવામાં આવી છે, પણ આવી રીતે ખેદકામ વધી પડવાથી ઘણે ખરચે વધી ગયો છે, જેન સંઘના ઉપર આધાર રાખી આ કામ આગળ ચાલ્યું જાય છે. અધિષ્ઠાયકદેવ સર્વ શ્રદ્ધા અને સંપત્તિમાં અને ભાવનામાં મદદગાર થાઓ અને આ કામ પાર પડે તેવી અમારી અભિલાષા છે, સર્વે ભાઈએ કમર કસી કામ કરી રહ્યા છે, તેમને સર્વે રીતે સહાયતા મળે, તેવી અમારી પ્રાર્થના છે અસ્તુ
(૨) મદીના દેરાસરજીને જીર્ણોદ્ધાર ( ૩૧૫) આ દેરાસર કયારે અને કોણે બંધાવ્યું ? તેને અહેવાલ હાલ મળતું નથી, પણ એટલું જાણવા મળે છે કે આ દેરાસર પહે લાં, હાલ જ્યાં ભાઈ કેશવલાલ સોમાભાઈનું નવું ઘર છે, અને તેની બાજુમાં તેઓને માલીકીનું જૂનું ઘર છે, જેનું બારણું મેદીઓની ખડકીમાં પડે છે, ત્યાં એક નાનું દેરાસર હતું.
જ્યારે મોદી રંગજી નાનાભાઇ તેમજ મોદી ધરમચંદ લખમીદાસ (પાદશાહનું કુટુંબ) અને મેદી હરિભાઈ લખમીદાસ (હાલ કઈ વંશજ નથી.) આ બધાએ મળી આ નાના દેરાસરની બદલીમાં બીજું બંધાવવાનો વિચાર કર્યો, અને દેરાસર ખડકીની મધ્યમાં બંધાવ્યું, આથી આ દેરાસર મેદી-વંશના કુટુંબીઓએ બંધાવેલ, એમ કહેવાય છે.
આ દેરાસર તદન સાંકડું અને લંબાઈમાં પણ ઓછું હતું, જગા વધુ મળે તેમ નહોતું. એટલે દેરાસરના આગલા ભાગમાં આટલા હતા તે દેરાસરની અંદર ખેંચી લઈને દેરાસરને પહોળાઈમાં વધારીને શિખરબંધી બાંધવું.
આવા કેડ ભાઈ કેશવલાલ રોમાભાઈ, ભાઈ વાડીલાલ સોમાભાઈ હીરાલાલ વાડીલાલ, ભાઈ શાંતીલાલ ચુનીલાલ તથા ભાઈ શંકરલાલ દોલતચંદે સેવવા માંડયા.