Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala

Previous | Next

Page 587
________________ KUVTEARS ગેબલની શિલ્પાકૃતિ સિવાય સમગ્ર તેરણમાં કોઈ બાહ્ય ફેરફાર જોવા મળતું નથી. આકારની દષ્ટિએ તે સામાન્ય જનને એમજ લાગવાનું કે બે ખંભે વચ્ચે એક તેરણ છજાને જોડાએલું છે, પણ સૂક્ષમતાથી જોનારને તેના આંતરિક-શોભનને ફેરફાર તુરત નજરે ચઢી આવશે. મકર મુખમાંથી પ્રગટતા તોરણની બાહ્ય-બાજુએ વાંગના કે નૃત્યાંગનાઓનાં સ્વરૂપે કંડરાય છે. આમ દેવમંદિરમાં ગેબલ વિનાનાં તેરણા મંદિરના મંડપમાં ને ગેબલયુક્ત તરણે મંદિરના પ્રવેશદ્વારે કે પ્રવેશચોકીઓમાં હોય છે. તેમજ આવાં ગેબલયુક્ત તેરણ ગામ કે નગરના પ્રવેશદ્વારે કંડારવાના ઘણા પ્રાચીનકાળે રિવાજ હતા. વળી માવા તારણે અન્ય સ્થાપત્યમાં જેમકે વાવ-કૂવા, કુંડ ઉપર કે ગામના ચરે, કિલ્લાના પ્રવેશદ્વારે યા ાજમહાલયે પણ કંડારવામાં આવતાં. આધુનિક જમાનામાં ગેબલયુક્ત તરણે, મોટા મકાનના કંપાઉન્ડમાં, સરકારી મકાનમાં કે રાજમાર્ગો પ્રવેશદ્વાર રૂપે કંડારવા જોઈએ. એથી શહેર કે મકાનની શોભા વધે. એના ગેબલમાં જે તે સ્થાનનું સૂચક શિલ્પ મૂકી શકાય. min?mmmm ડે ભારતીય શિલ્પકળા ડું ? સંસ્કૃતિનું અંગ છે કે પ્રાચીનકાળથી ભારતીય પ્રજાએ પુરૂષની બોરોર કળામ શિલ્પકળાને પણ વ્યવસ્થિત રીતે વિકસાવેલ છે. માનસિક-ભાવનું વ્યક્તીકરણ આ કળાના માધ્યમથી રાતું આવ્યું છે. આધ્યાત્મિક કે ભૌતિક વાતાવરણમાં વધુ માદકતા લાવા શિલ્પકળાનો ખૂબ જ ફાળો છે. જગતના ઇતિહાસમાં ભારતીય-શિલ્પકળા અજોડ અને વિલક્ષણ ઢબવાળી રહી છે. ભારતીએ આ કળાના માધ્યમથી ધર્મ અને સંસ્કારોનું જતન પણ સુયોગ્ય રીતે કર્યું છે. પ્રસંગનુકૂળ સ્વરૂપે વાસ્તુશાસ્ત્રના સુમેળ સાથે શિલ્પકળા દ્વારા ભારતીય દીર્ધદશ મહામના મહાપુરૂએ પાષાણમાં કંડારાવી ભાવી-પ્રજાને સુયોગ્ય માર્ગદર્શન મુક્તપણે આપવા સયત્ન કર્યો છે. તેથી આબૂ (દેલવાડા), કુંભારીયાજી, રાણકપુર, તાર ગા, હમીરગઢ, ખજૂરાહ, સાંચી, રમેશ્વર આદિ સ્થળે આધ્યાત્મિક સ્થળમાં પ્રભુ–પરમાત્માના-સાધ્યને મેળવવા આવનારા ભાવિકેના હૈયામાં રહેલ સંસારી–ભાને પલટાવવા ઉપયોગી વાસ્તુવિદ્યા અને શિલ્પકળાના સુભગ સમન્વયને સાધવા સફળ-પુરુષાર્થ થયેલે દેખાય છે. વિવેકી–તટસ્થ મહાનુભાવોએ ભારતીય-સંસ્કૃતિને સ્થાયી-પરિચય કરાવનાર શિલ્પકળાનું રહસ્ય તજજ્ઞ મહાપુરુષોના માર્ગદર્શન તળે મેળવવું જરૂરી છે. - - 2

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644