________________
NANCE
WO
ગયેલ, પણ સંજોગવશ પૂ. છેવરસાગરજી મ.સા. જેમાં એકેય દીક્ષા ના આવી, પણ સાથે બંને ભાઈઓ ઘરે પાછા આવ્યા.
પિતાજી આગળ પૂ. ચરિત્રનાયકશ્રી અંતરની વેદના વ્યક્ત કરતા. પિતાજી કહેતા કેધીરજનાં ફળ મીઠાં' “હું પ્રયત્નમાં છું', પિતાજી એ પૂ. ઝવેરસાગરજી મ.ને પત્ર લખી બધી વાત પાકે–પાયે ગોઠવી.
પૂ. ચરિત્રનાયકશ્રીને વડીલ-બંધુની નરમ તબિયત અને ઘણાં સ્થાનિક ઉપચારે છતાં શરીરની સુખાકારિતા ન થઈ, એ વાતને આગળ કરી કુટુંબીઓની સંમતિપૂર્વક દવા કરાવવા અમદાવાદ મોકલવાનું ઠરાવ્યું.
પૂ. ચરિત્રનાયકશ્રીને એકાંતમાં બધી વાત સમજવી કે
“અમદાવાદ વિદ્યાશાળાના ઉપાશ્રયે બિરાજતા પૂ. નીતિવિજયજી મ. પાસે જવાનું, અને તેમના પર પિતે પત્ર લખી આપશે.”
કદાથ કારણવશ તને દીક્ષા ન આપે તે પણ એક વાર રસ્તે ખુલ્લો થવા દે. તું જરા ધીરજ રાખ ! વડિલ-બંધુને સંયમ- પાપ્તિમાં સઘળી-રીતે સહાયક થજે”—
–વગેરે પાકી હિતશિક્ષા આપી કુટુંબીજને પારે દવા કરાવવાના બહાને પાકી સંમતિ અપાવી યોગ્ય-મુહૂર્ત સારા શકુને અમદાવાદ તરફ જવાની તૈયારીનું દશ્ય આ ચિત્રમાં છે.
વધુમાં ચિત્રને ધારીને જોતાં ડાબે બંને-ભાઈએ લઈ જવા માટે ભાડે નકકી કરાયેલ સાંઢણીનું વાહન તૈયાર દેખાય છે.
જમણે બંને ભાઈઓ માતા-પિતાના પગે લાગી આશીર્વાદ મેળવી રહ્યા છે.
કુટુંબીજને પણ બંને ભાઈઓને શુભકામનાપૂર્વક વિદાય આપી રહ્યા છે. ચિત્ર ૧૦૨ -
પૂ. ચરિત્રનાયકશ્રી પિતાજીએ ગોઠવી આપેલ પદ્ધતિ પ્રમાણે સંસારથી છૂટવાના ઉમંગ સાથે કપડવંજથી ટૂંકા-રતે અમદાવાદ સાંઢણી મારફ આવી શહેરબહારથી સાંઢણીને વિદાય કરી બંને ભાઈ ઓ કાળુપુર થઈ પૂછતાં પૂછતા-દેશીવાડાની પળમાં તે વખતે સંવેગી સાધુઓના મથકરૂપ વિદ્યાશાળા નામે જૈન ઉપાશ્રયની નજીક આવ્યા અને વિદ્યાશાળાના પગથીયા બંને ભાઈ ચઢે છે, તેનું દશ્ય આ ચિત્રમાં છે.
તે વખતની વિદ્યાશાળાની વિશાળતા દર્શાવનાર તે બહિભાગને દેખાવ ચિત્રમાં સ્પષ્ટ પણે દેખાય છે.