________________
િ ી ટી
201%
=
>
-
ળાની મોકળાશ રહે, તે રીતને ખુલ્લો રંગમંડપ અને નગારખાનાવાળો ભવ્ય કમાનદાર-દરવાજે બનાવડાવી દેરાસરને અત્યંત સુંદર-દર્શનીય બનાવી દીધું.
કપુરચંદ શેઠે દેરાસની સાથે બીજી પણ સગવડે સાધમિક માટે કરી આપી, એટલે કે શ્રી પનાભ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરની વચલી ખાલી જગ્યામાં વિશ્રામગૃહ જેવું સારા અવિકારી કે શેઠીયાઓ માટે આરામ કરવાની જગ્યા બનાવી આપી.
તેમજ શ્રી શાંતિનાથ પ્રભુના દેરાસરની જમણે નાનકડો ઉપાશ્રય પણ બનાવી દીધું અને દેરાસર આદિ સર્વધર્મ સ્થળની સુરક્ષાર્થે ફરતો પ.કે કોટ ચણાવી દીધું.
સુજ્ઞાનસાગરજીએ પિતાના ગુરૂદેવે સ્થાપેલ જ્ઞાનભંડારને સંસારી-જન્મભૂમિ સંગ્રામગઢ માં રહેલ પુસ્તકો વગેરે મંગાવી સમૃદ્ધ કર્યો.
વિ. સં. ૧૮૨૨ લગભગ પાટણથી ધર્મયાત્રા અને સાચા જ્ઞાની-ગુરૂની નિશાની શોધમાં નિકળેલ સુશ્રાવક શ્રી ભગુભાઈ કેશરીયાજી થઈ આવતી-વીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ-પ્રભુના દર્શનાર્થે ઉદયપુર આવતાં પૂ. સુજ્ઞાનસાગરજી મ.ના ઉપદેશ, સંયમ, ક્રિયા આદિથી પ્રભાવિત બની નિશ્રા સ્વીકારવા તૈયારી દર્શાવી, શ્રીસંઘે પણ આવો લાભ કયાંથી? એમ કહી ખૂબ સારી રીતે ધામધૂમથી ચગાનના દેરાસરના વિશાળ પટાંગણમાં દીક્ષા અપાવી તેમનું નામ ભાવસાગરજી સ્થાપ્યું.
આ પ્રસંગે ઉદયપુરના માણેકબહેનને વિશુદ્ધ સંયમ-૫થે જવાની પ્રેરણા થતાં તેમની પણ દીક્ષા થઈ. તેમનું નામ શ્રી મયણુશ્રીજી રાખ્યું.
આ બાજુ પૂ. સુજ્ઞાનસાગરજી માના ગુરૂ શ્રી પદસાગરજી મ., મુનિ સરૂપસાગરજી મ. સાથે મારવાડ બાજુ વિહાર કરે તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૮૨૫ અષાડ સુદ ૧૧ના રોજ મેડતામાં સમાધિપૂર્વક થે. | મુનિશ્રી સરૂપસાગર એ હરસેલના રહેનાર નેણમલજીને ઉપદેશ આપી દીક્ષા આપી શ્રી નાણસાગરજી નામ આપી તેની સાથે મારવાડમાં વિચરતા હતા.
વિ. સં. ૧૮૩૬ના પિપ સુદ ૩ના પ્રાતઃકાળે પાલી-મુકામે શ્રી સરૂપસાગરજી મ.ને પણ સ્વર્ગવાસ થયે. - ત્યાર પછી શ્રી નાણસાગરજી મ. ગુજરાત બાજુ પધાર્યા અને દમણ (સુરત)ના નગીન દાસ નામે શ્રાવકને બુઝવી દીક્ષા આપી, મુનિ નિધાનસાગરજી નામ આપી વિચારવા લાગ્યા.
જોધપુરના મયાચંદજી નામના યતિને પરિચય થતાં તેમને શુદ્ધ સંયમ અને શાસ્ત્રની સામાચારી સમજાવતાં શુદ્ધ-સંયમની પ્રાપ્તિ કરવાને ભાવ જાગતાં ધામધૂમથી દીક્ષા આપી. તેમનું નામ મયાસાગરજી રાખ્યું.